Book Title: Vijayanandsuri Atmaramji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવંતો ૩૭૩ સં. ૧૯૪૯માં વ્યાધિએ જેર કર્યું. “અરિહંત સિદ્ધ સાહુના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરે અને સૂરિવરેનો સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સેંકડે સાધુઓની પરંપરા છે. (સંકલન : “શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) - - જેમના પ્રભાવથી જેનશાસન સોળે કળાએ ખીલેલા સુર્યની જેમ ઝળહળતું ? જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ જીવનનો લ્હાવો ગણાતે : ષદર્શનના તલાશી જ્ઞાતા : ન્યાયાબેનિધિઃ કુવાદિતિમિરતરણ પૂજય આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જેનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્ય-મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ જેવા જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧૫ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયે હતું. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઈચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા. અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગળી વાગવાથી મૃત્યુ પામ્યા. પરંતુ દિત્તારામન લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર જેધમલ એસવાલને ત્યાં ઉછરતા દિત્તાને જેના સાધુઓને સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી જૈન સાધુઓ-ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજ-ની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. જેધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4