Book Title: Vijayanandsuri Atmaramji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249098/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૭૩ સં. ૧૯૪૯માં વ્યાધિએ જેર કર્યું. “અરિહંત સિદ્ધ સાહુના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરે અને સૂરિવરેનો સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સેંકડે સાધુઓની પરંપરા છે. (સંકલન : “શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) - - જેમના પ્રભાવથી જેનશાસન સોળે કળાએ ખીલેલા સુર્યની જેમ ઝળહળતું ? જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ જીવનનો લ્હાવો ગણાતે : ષદર્શનના તલાશી જ્ઞાતા : ન્યાયાબેનિધિઃ કુવાદિતિમિરતરણ પૂજય આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જેનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્ય-મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ જેવા જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧૫ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયે હતું. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઈચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા. અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગળી વાગવાથી મૃત્યુ પામ્યા. પરંતુ દિત્તારામન લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર જેધમલ એસવાલને ત્યાં ઉછરતા દિત્તાને જેના સાધુઓને સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી જૈન સાધુઓ-ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજ-ની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. જેધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શાસનં પ્રભાવક ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકેટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશકિત અને સ્મરણશક્તિ અજોડ હતી. રજની ૩૦૦ ગાથાઓ કંઠસ્થ કરી શક્યા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમના કેટલાક પાઠના ખેટા અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથે ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઈબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. આ ઊંડાં અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં ક્યપુર, પાલી, જીરા, લુધીયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલું જ નહિ, દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા. ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય આચાર્ય પ્રવરને આમંત્રણ મળ્યું હતું. પરંતુ જૈન સાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલે “શિકાગે પ્રશ્નોત્તર ' નામના ગ્રંથ જૈન ધર્મના પાયાના સિદ્ધાંત પર ઘણે પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તે સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત ! તે સમયે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી રાજસ્થાનમાં પધાર્યા હતા. બંનેને પરસ્પર મળવાની ઇચ્છા હતી. પૂ. આત્મારામજીએ સ્વામી દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનું નિમંત્રણ આપ્યું. અને તેઓશ્રી વિહાર કરીને જોધપુર પહોંચ્યા. પરંતુ એ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું. ધર્મશાસ્ત્રોના આ બંને પારંગતેનું મિલન તત્કાલીન સમાજ માટે જુદું જ પરિણામ લાવી શકયું હોત. કારણ કે વિશાળ અધ્યયનને લીધે પૂ. આત્મારામજી મહારાજ ઉદારમતવાદી હતા. એટલે પંજાબના લાંબા સમયના વિહાર દરમિયાન તેઓશ્રીએ શુદ્ધ સનાતન જૈન ધર્મને બોધ આપીને લેકે માં ફેલાયેલી મૂર્તિપૂજા આદિની ગેરસમજને દૂર કરી. આ ઉદાર નીતિને લીધે તેઓશ્રી અનેક સમયેગી કાર્યો સહેલાઈથી કરી શક્યા. પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિને સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તમાં એટલે અસરકારક દ્યો કે બંને સંયુક્ત નામે આત્માનંદ” નામની અનેક શાળાઓ, કેલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલ, દવાખાનાઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તે ક્યાં જઈ એ ત્યાં “આત્માનંદ”નું જ નામ ગુંજતું હોય! સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષા પર્યાય પછી સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૭૫ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સ. ૧૯૬૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પજામમાં પાંચ વર્ષ વિચર્યોં. ત્યાર બાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણા આદિ સ્થળેએ ચાતુર્માંસ કર્યાં. સમગ્ર જૈનસમાજ પર પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ હતા. તેમની મેઘાવી વાણી સાંભળવા માટે ગામડે ગામડે લેક એકત્રિત થતા. સંઘના—મહાજનના આગેવાનો પાંચ-દસ માઇલ સામે જઈ ને તેઆશ્રીનુ સામૈયુ' કરતા, આની પ્રતીતિ તે તેમને પાલીતાણામાં આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે થઈ. એ જમાનામાં પ્રવાસનાં અલ્પતમ સાધન હોવા છતાં, આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાંતામાંથી, દેશના જુદાં જુદાં નગરામાંથી, પાંત્રીશ હજારથી પણ વધુ માણસે એકત્રિત થયા હતા. એ પૂજ્યશ્રીની લોકપ્રિયતાના ઉજ્જવળ પ્રસંગ હતેા. તેઓશ્રી પાખી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, 'સ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથેના અધ્યયન ઉપરાંત ધર્માંશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન ગ્રંથેની રચના એ પણ તેમના સાધુજીવનનુ ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથામાં જૈન તત્ત્વા, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિ યપ્રસાદ, સમ્યકત્વશયેાદ્વાર, શ્રી ધર્માવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશખાવની, જૈન મતવૃક્ષ, શિકાગો પ્રશ્નોત્તર, જૈન મત કા સ્વરૂપ, ઇસાઇ મત-સમીક્ષા, ચતુર્થાં સ્તુતિનિણૅય ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનકપદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સખ્યાબંધ સ્તવ, પદા અને સાયાની પણ રચના કરી છે. આ મધા ગ્રંથામાં તેમણે જૈનધમ અને તત્ત્વદર્શીનનાં વિવિધ પાસાઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથામાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલાં ગ્રથામાં જૈન તત્ત્વાદ” નામના એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તે પણ જૈનધમના સમગ્ર સાર એમાં આવી ગયેલેા જણાશે. તેએશ્રીએ એમાં જૈનધર્મીની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જૈનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. · સમ્યક્ત્વ શયેાદ્ધાર ’ નામના ગ્રંથમાં જૈનધમ છે તે આગમગ્ર ંથો અને ઇતિહાસમાંથી પૂરાવાઓ આપીને સિદ્ધ કરી પર પ્રભુત્વ હાવાથી ઘણી કાવ્યરચનાએ હિન્દીમાં પણ કરી છે. હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા. * . મૂર્તિ પૂજામાં શા માટે માને બતાવ્યુ છે. હિન્દી ભાષા આ પ્રકારનું પૂજાસાહિત્ય પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લેકપ્રિય અને સન્માનનીય હતા તેટલા લેકચાહક અને લેાકાદર ધરાવનાર પણ હતા. આ ગુણે વિશે તેમની આસપાસ અનેક પ્રસંગે નોંધાયા છે, જેની સુવાસ ઘણા લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. તેઓશ્રી પોતાનાથી દીક્ષાપર્યાયમાં મેટા હોય ( પછી ભલે પદવીમાં નાના હોય તે પણું ) તેમને વંદન કરતા. તેમણે આવા સાધુઓને સન્માન આપવામાં પેાતાના ચારિત્રને ઉજ્જવળ કરેલ જોઇ શકાશે. વિદ્વત્તા અને વિનયના આ મુયેગને લીધે પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા દરેક સમ્પ્રદાયના લાકે પર રહેતી. એટલે જ તે જમાનામાં પંજાબમાં ઉગ્રપણે ચાલ્યા આવતા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી વચ્ચેના ઘેરા વિખવાદને તેઓશ્રી શમાવી શકયા. એટલુ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ فت શાસનપ્રભાવક જ નહિ, પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા, ચારે ધમીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા. અને પરિણામે એમના ભક્તજનેમાં માત્ર જૈને જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાને પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લેકેમાં આવે એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી. સાઈઠ વર્ષનાં આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્દભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની-પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંધના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કર્યા. એ મહામના સાધુ શ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા ( હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબીયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યા. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યા. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર “અહંન , અર્ણન, અહંન” એમ મંત્રાચાર કર્યો અને બેલ્યા, “લે ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કે અમાતે હૈ.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છેડી દીધો. પૂજ્યશ્રીન કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજશ્રીની પ્રતિમાઓ સ્થાપવાને નિર્ણય થયે, એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પિતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં લખે છે: “આત્મારામ પરમ વિદ્વાન હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ તે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે કે તેઓ શાંત કાંતિકારી હતા.” (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ - “પ્રબુદ્ધજીવનને તા. ૧-૭-૮૬ના અંકમાંથી સાભાર) વચનસિદ્ધ વિભૂતિઃ હૃદયસ્પર્શી પ્રવચનકાર ચમત્કારિક ચારિત્રધર પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુગ્યને ગ્ય સ્થાને સ્થાપવા પિતાને ઉપાધ્યાયપદે આરૂઢ થવું પડયું હતું. 2010_04