Book Title: Vijay Vallabhsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ ૨૮૮ શાસનપ્રભાવક પિતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય તે એક જ છે અને તે આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિને પ્રથમ પાયે છે પ્રેમભાવ, નિઃસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી જૈન સમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે એમ મનાવતા. સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેઓશ્રીને “સુધારક” અને સમયજ્ઞ” એવાં વિશેષણથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ અને સમયદશી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થ કર્યો. તેઓશ્રી માનતા કે, કેઈ પણ સાધુસંસ્થા શ્રાવકેથી અલિપ્ત રહીને સંઘ અને સમાજને અલિપ્ત ગણે, નગણ્ય ગણે તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ. જે સમાજ માયકાંગલે, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ બને છે. અને માત્ર ગતાનુગતિક જ્ઞાન પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ પ્રજા, ન્યાયાધીશ, વકીલ, ડેર, પ્રધાન, એન્જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વિજ્ઞાની, શ્રીમંત, ઉદ્યોગપતિ, નેતા, સાહિત્યકાર કે રમતવીરે પાતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, જાગૃત અને સુરક્ષિત હોય, જે સમાજમાં સ્ત્રીપુરુષને સમાન દરજે હોય તે સમાજમાં જ ઉત્તમ નરરને પાકે છે. તેથી પૂજ્યશ્રીએ ધર્મ, શિક્ષણ, સમાજકલ્યાણ આદિની અનેકવિધ પ્રવૃત્તિઓથી સમાજજીવનને ભર્યું ભર્યું બનાવી દીધું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક કાર્યો સિદ્ધ થયાં હતાં અને વિકાસમાન રહ્યાં છે. પૂજ્યશ્રીની આ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનાં ફળ સ્વરૂપે સમાજમાં ઘણાં સારાં પરિણામ પ્રાપ્ત થયાં, જેમ કે, (ક) નિર્વ્યસનીપણું સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત અને રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને પૂજ્યશ્રી દારૂ, માંસાહાર, શિકાર, જુગાર આદિ વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા. (ખ) સંપ અને પ્રેમમય વ્યવહાર : સમાજમાં જ્યાં જ્યાં મતભેદ હોય ત્યાં ત્યાં પિતાનાં વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબ, ગચ્છમ, વહીવટí, સંસ્થાઓ અને શ્રીસંઘમાં એકરૂપતા અને મનમેળ થાય તેવા ખાસ પ્રયતને કતા. વિહાર દરમિયાન આવાં કામ માટે ૫-૧૦ દિવસ રોકાવું પડે તે રોકાતા. જેને ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ જ છે. તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વ્યક્તિવિશેષને અને શાનો આગ્રહ છેડા અને અહિંસા તથા અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે. સહૃદયતા, સમતા, સદુભાવ, સહકાર અને સાહચર્યથી બધા જેને સાથે પ્રેમભાવથી વર્તે. સંકુચિત વિચારેને તિલાંજલિ આપો. વિશાળ હૃદય રાખી ગુણગ્રાહી દષ્ટિવાળા બનો. શ્રી મહાવીરસ્વામી વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા છે. તમે પણ ઉદાર દષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખે તે જ મિત્ત સમૂહુ વાળી વાત સાચા આચરણમાં આવી શકે. કારણ કે ધર્મ તે મનુષ્યનાં મનને જોડનારી વસ્તુ છે. (ગ) મધ્યમવર્ગને ઉત્કર્ષ : સમાજના છેડા શ્રીમંત સુખસગવડે ભેગવે અને માટે વર્ગ રેટી, કપડાં મકાન અને શિક્ષણ ન મેળવી શકે એ વાત પૂજ્યશ્રીને ખટકતી. કેઈ પણ સહધમીને માત્ર રેકડ રકમ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6