Book Title: Vijay Vallabhsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249131/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદ્રષ્ટા, શાસનમભાવનાના પરમ પ્રભાવક સુવાહક, ધર્મમંદિર-સરસ્વતીમંદિર-સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદ્દઘષણ કરનાર યુગપુરુષઃ પૂ. આચાર્ય દેવેશ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શિક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈબીજ)ને દિવસે થયું હતું. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈ એ અને ત્રણ બહેને હતાં. જેનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તે વંશપરંપરાગત હતી, તેમાં માતા ઈચ્છાબેનની ધર્મભાવના વિશેષ દઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને ધાર્મિકતાનું સિંચન સહજપણે બાળકે માં થતું હતું. પરંતુ કુદરતને આ સુખશાંતિ મંજૂર ન હતી. બાળપણમાં જ પિતા દીપચંદભાઈનો વિયોગ થયે. થોડા સમય પછી માતાનું પણ અવસાન થયું. માતાના અવસાન સમયે છગનભાઈની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. તે અંતિમ ક્ષણે માતાએ પુત્રને કહેલું કે, “હે વત્સ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવનું કલ્યાણ કરવામાં જીવન વિતાવજે.' બાળકના કુમળા મન પર આ શબ્દોની અમીટ અસર થઈ. માતાપિતાને વિગ બાળક માટે અસહ્ય થઈ પડ્યો હતે. એક એક દિવસ પસાર કરે અઘરો થઈ પડ્યો. સંસાર પરથી મન ઊઠી ગયું. સાતમા ધોરણ સુધી અભ્યાસ માંડ માંડ પૂરો કર્યો. ત્યાં સુધીમાં તે મંદિર દેવદર્શન અને ઉપાશ્રય-સાધુસંતના સમાગમમાં રચ્યાપચ્યા રહેવા માંડ્યા હતા. પૂર્વજન્મના સંસ્કારે જાગ્રત થતાં ધર્મસંસ્કારે દઢ થવા માંડ્યા હતા. મન વેપારધંધામાં કે સંસાર-વ્યવહારમાં લાગવાને બદલે અગમનિગમની ઝંખનામાં લાગવા માંડ્યું. એવામાં ગાનુયેગ એક અલૌકિક બનાવ બને. કઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન સંત-સદ્ગુરુ-- માર્ગદર્શકનું હોય છે. તેમાંય કેઈ યુગપ્રધાન મહાપુરુષને વેગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પ્રેમને પુણ્યને ઉદય જ ગણાય. તેથી જ કહ્યું છે: પારસ મેં ઓર સંત મેં બડા અંતર જાન, લેહા કંચન કરે, તે કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી પલપલ મેં કઈ બાર. પશુ મેટ હરિજન કિયા, કુછ ન લાગી વાર.” સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂતિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ( આત્મારામજી મહારાજનું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્યવાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મેલીને નાદ સાંભળે! મધુર શબ્દો અને સૌમ્ય મુદ્રાથી તેમનું મન વીંધાઈ ગયું. તેમણે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ ૨૮૫ મનોમન પિતાનું જીવન પૂ. ગુરુદેવશ્રીને ચરણે ધરી દેવાને નિર્ણય કર્યો. પૂ. આત્મારામજી મહારાજે પણ વિશાળ દષ્ટિ, માનવતાભર્યું હૃદય, સગુણપ્રાપ્તિ પ્રત્યેને સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈનસાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃંદ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જેનધમી એમાં અપૂર્વ ગૃતિનાં પૂર આયાં. એવા પૂ. આત્મારામજી મહારાજે પ્રવચન પૂરું કરીને જોયું તે એક બાળક સૌના ગયા પછી પણ એકલે બેસી રહ્યો હતો. આચાર્યશ્રીએ તેને પૂછ્યું, “હે વત્સતું કેમ હજી અહીં બેઠે છે? તારે શું કામ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશેરે હકારમાં જવાબ આપે. આચાર્યશ્રીએ પૂછ્યું, “કેટલું ધન જોઈએ? ” બાળકે કહ્યું, “ઘણું. કોઈ દિવસ ન ખૂટે એવું. આપની પાસે છે તેવું અને તેટલું.' આ સાંભળીને આચાર્યશ્રી અતિ પ્રસન્ન થઈ ગયા. તેઓશ્રીની કલ્પના હતી કે બાળક તેજસ્વી છે, તે સાચી પડી. કિશેરે ગુરુદેવ પાસે દીક્ષાની માંગણી કરી. તે આશા યથાસમયે પરિપૂર્ણ થશે એવું આશ્વાસન આપી ગુરુદેવ વિદાય થયા. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદાગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભ વિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. - સં. ૧૯૪૩માં રાધનપુર, સં. ૧૯૪૪માં મહેસાણા, સં. ૧૯૪૫માં પાલીમાં – એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનમાં સંચમની સાધના-આરાધના અને જપ-તપ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિશ્રી વલ્લભ વિજયજી સ્થિર થતા ગયા. બીજી બાજુ “ભાઈજી મહારાજના માનભર્યા નામથી ઓળખાતા પિતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાનું અવગાહન પણ કરતા ગયા. આ સમય દરમિયાન મુનિશ્રીને બે બાજુ ખેંચાણ રહેતું હતું. દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજ તે પહેલા પ્રવચનથી જ હદયસિંહાસને બિરાજમાન હતા, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષ વિજ્યજી મહારાજની તબિયત નાજુક રહેતી હોવાથી તેઓશ્રીની સેવામાં રહેવાની અગત્યતા હતી. જ્ઞાનવૃદ્ધિ મોડી થશે તે ચાલશે, પણ ગુરુદેવની સેવામાં કઈ ખામી ન આવવી જોઈએ, એમ માનનાર વલ્લભવિજય ખડે પગે ગુરુસેવામાં રહી પિતાના આંતરમળને સાફ કરતા રહ્યા. સં. ૧૯૪૬માં ગુરુજી સાથે મારું દિલ્હીમાં કર્યું. દરમિયાન દાદાગુરુજીનું ચોમાસું અંબાલામાં હતું. સમસ્ત સંઘ અને મુનિઓએ શ્રી હર્ષવિજયજી મહારાજની સેવામાં કચાશ રાખી ન હતી, તે પણ બિમારી અસાધ્ય બની અને સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે કાળધર્મ પામ્યા. મુનિ શ્રી વલ્લભવિજયજીના ઉદાસ મનને દાદાગુરુદેવ સિવાય ક્યાંય સાંત્વન મળે તેમ ન હતું. પિતાના બે ગુરુબંધુઓ સાથે દિલ્હી સંઘની વિદાય લઈ પ્રયાણ કર્યું. દાદાગુરુનાં ચરણોમાં અક્ષથી દુઃખ વહાવ્યું. પૂ. દાદાગુરુએ સાંત્વના આપી “વલ્લભ ને હુંફથી ભરી દીધે. 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શાસનપ્રભાવક મેરુગુરુના ચરણોમાં વિકાસ : પૂજ્યશ્રી વલ્લભવિજ્યજીને પાછલ્લાં વર્ષોમાં ગુરુસેવા સાથે સાથે શાત્રોને પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયો હતો. આ યુવાન મુનિરાજને વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદા જુદા વિષયે પર નિષ્ણુત અધિકારી બનાવવાની દાદાગુરુની ભાવના હતી. તેથી સં. ૧૯૪૬નો ચાતુર્માસ પછી, સં. ૧૯૪૭માં પટ્ટી ગામે પ. શ્રી ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે પં. શ્રી કર્મચંદજી પાસે મુનિશ્રીને વધુ અભ્યાસ કરાવવા પ્રયત્ન થયે, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા જ મળી. સં. ૧૯૪૮નું ચાતુર્માસ અંબાલામાં થયું. તે સમયે પૂ. દાદાગુરુની યશગાથા સમસ્ત ભર્તમાં અને દેશાવરમાં પહોંચી ગઈ હતી. તેઓશ્રીની પ્રેરણાથી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા હતા. તેમણે અમેરિકા-યુરોપમાં જૈનધર્મને ઠીક ઠીક પ્રચાર કર્યો હતો. શ્રી વલ્લભવિજયજી આ બધી બાબતોના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેથી તેઓશ્રીમાં જ્ઞાનપ્રાપ્તિ વિશેષ સ્થાને હતી. ભારતના ઇતિહાસમાં આ કાળ સંક્રાન્તિને હતો. નવા જમાનાની હવા ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કેઈના મગજમાં બેસી ગઈ હતી કે જે સમાજ વિદ્યાભ્યાસ અને નવી કેળવણમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણપણે સમજનારી આત્મારામજી-વલ્લભવિજયજીની જોડીએ મને મન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરને બદલે સરસ્વતીમંદિરની સ્થાપના થવી જોઈએ. પરંતુ આ જ અરસામાં, સં. ૧૯પરમાં કુકર કાળે ગુજરાનવાલામાં દાદાગુરુને ઉપાડી લીધા. મુનિશ્રી વલભવિજયજી વળી એકલા પડી ગયા. પરંતુ તે પહેલાં સર્વ ધીમંત અને શ્રીમંતને સહકાર મેળવી આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની જવાબદારી દાદાગુરુએ પૂજ્યશ્રીને સોંપી દીધી હતી. પૂ. દાદાગુરુના વિયેગમાંથી બહાર આવીને પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાનો સંક૯પ કર્યો: (૧) આત્માનંદ જેન સભાની પંજાબનાં અનેક નગ માં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર. (૩) ઠેર ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) “આત્માનંદ ' (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પિતાના જીવનકાળ દરમિયાન વહેલામેડા બધા જ સંક૯પ પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સ. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જેન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબમાં વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. આમ, પૂજ્યશ્રીએ એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના સર્વ ધર્મપ્રેમીઓને પ્રેમ સંપાદન કર્યો અને ગુરુએ આપેલી પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું. પંજાબને કર્મભૂમિ બનાવી છતાં તેઓશ્રીને “સબ ભૂમિ ગેપાલ કી' પ્રમાણે બધા જ પ્રદેશ પ્રત્યે પ્રેમભાવ હતે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પિતાની શક્તિને લાભ આપ્યું. ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલીતાણા આદિ સ્થળેએરાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલા પુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. જવનનાં અંતિમ વર્ષો મહાનનગરી મુંબઈમાં વિતાવીને 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ २८७ ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ને મંગળવારે બપોરે ૨-૩ર વાગ્યે શાંતિપૂર્વક–સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિન શાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું. પૂજ્યશ્રીનાં અગત્યનાં જીવનકાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલા અને પ્રતિભાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સર્વાગી જીવનવિકાસનાં પીયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતિભા બહુમુખી રહી છે. પૂ. આચાર્યશ્રીએ પિતાના જીવનમાં સ્વાપર કલ્યાણને સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ત્યાગ, સહનશીલતા અને સમતા રૂપે પિતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતા રહેવું એ તેઓશ્રીને નિયમ હતો. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિકબંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જે આધ્યાત્મિક કેળવણી હશે તે આધુનિક ભણતર નાસ્તિકતા અને સ્વચ્છ'દતા તરફ ઘસડી નહીં જઈ શકે. અને આધુનિક કેળવણું હશે તે સમાજમાં સન્માનનીય સ્થાન પામશે. વ્યાપાર, ઉદ્યોગ, નોકરી આદિના ક્ષેત્રોમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. આમ, પૂજ્યશ્રીનું આ વિશાળ અને ઉદાત્ત દર્શન હતું, અને તે પ્રમાણે તેઓશ્રી સમાજોત્કર્ષ અને ધર્મ પ્રભાવના માટે સમગ્ર જીવન દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા, જેવી કે – જ્ઞાનપ્રસાર : (અ) ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન : પૂજ્યશ્રીએ સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધર્મ વિશે પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ જૈન-જૈનેતરના સહકારથી ઠેર ઠેર પાઠશાળાઓ, શિક્ષણસંસ્થાઓ અને જૈન કેલેજોની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન કર્યું. ખંભાતના પ્રાચીન જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણ્યવિજ્યજીને તેની વ્યવસ્થા સંપી. (બ) મહાવીર જૈન વિદ્યાલય મધ્યમ અને ગરીબ વર્ગના લેકે પણ આધુનિક કેળવણી લઈ શકે અને ઉચ્ચ કક્ષાના જેનસાહિત્યને પ્રચાર થત રહે તે માટે મુંબઈમાં તા. ૮-૬-૧૯૧૫ના રોજ એક ભાડાના મકાનમાં ૧પ વિદ્યાથીઓની હાજરીથી વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી. ધીમે ધીમે આ સંસ્થા વિકાસ પામી. હજારે ભૂતપૂર્વ વિદ્યાથીઓના સહકારથી તેમ જ શ્રેષ્ઠીઓ અને સમાજસેવકોના પ્રયત્નોથી આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, વડોદરા, પૂના, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખૂલવા પામી છે. પૂ. આચાર્યશ્રીની શિક્ષણપ્રીતિ અને સમાજસેવાને આ ઉત્કૃષ્ટ નમૂનો છે. સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જેન- જૈનેતરમાં ભેદ જેતા નહીં. જેનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડેદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં જાયેલાં મુનિસંમેલનમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં નેહસંમેલન ગોઠવી, લેકેના પરસ્પરના મતભેદ મિટાવી, સંપ-સહકારનું વાતાવરણ રચતા. પ્રભુ મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી તેમની માન્યતા હતી. ભલે સૌ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શાસનપ્રભાવક પિતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય તે એક જ છે અને તે આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિને પ્રથમ પાયે છે પ્રેમભાવ, નિઃસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી જૈન સમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે એમ મનાવતા. સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેઓશ્રીને “સુધારક” અને સમયજ્ઞ” એવાં વિશેષણથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ અને સમયદશી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થ કર્યો. તેઓશ્રી માનતા કે, કેઈ પણ સાધુસંસ્થા શ્રાવકેથી અલિપ્ત રહીને સંઘ અને સમાજને અલિપ્ત ગણે, નગણ્ય ગણે તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ. જે સમાજ માયકાંગલે, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ બને છે. અને માત્ર ગતાનુગતિક જ્ઞાન પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ પ્રજા, ન્યાયાધીશ, વકીલ, ડેર, પ્રધાન, એન્જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વિજ્ઞાની, શ્રીમંત, ઉદ્યોગપતિ, નેતા, સાહિત્યકાર કે રમતવીરે પાતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, જાગૃત અને સુરક્ષિત હોય, જે સમાજમાં સ્ત્રીપુરુષને સમાન દરજે હોય તે સમાજમાં જ ઉત્તમ નરરને પાકે છે. તેથી પૂજ્યશ્રીએ ધર્મ, શિક્ષણ, સમાજકલ્યાણ આદિની અનેકવિધ પ્રવૃત્તિઓથી સમાજજીવનને ભર્યું ભર્યું બનાવી દીધું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક કાર્યો સિદ્ધ થયાં હતાં અને વિકાસમાન રહ્યાં છે. પૂજ્યશ્રીની આ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનાં ફળ સ્વરૂપે સમાજમાં ઘણાં સારાં પરિણામ પ્રાપ્ત થયાં, જેમ કે, (ક) નિર્વ્યસનીપણું સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત અને રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને પૂજ્યશ્રી દારૂ, માંસાહાર, શિકાર, જુગાર આદિ વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા. (ખ) સંપ અને પ્રેમમય વ્યવહાર : સમાજમાં જ્યાં જ્યાં મતભેદ હોય ત્યાં ત્યાં પિતાનાં વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબ, ગચ્છમ, વહીવટí, સંસ્થાઓ અને શ્રીસંઘમાં એકરૂપતા અને મનમેળ થાય તેવા ખાસ પ્રયતને કતા. વિહાર દરમિયાન આવાં કામ માટે ૫-૧૦ દિવસ રોકાવું પડે તે રોકાતા. જેને ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ જ છે. તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વ્યક્તિવિશેષને અને શાનો આગ્રહ છેડા અને અહિંસા તથા અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે. સહૃદયતા, સમતા, સદુભાવ, સહકાર અને સાહચર્યથી બધા જેને સાથે પ્રેમભાવથી વર્તે. સંકુચિત વિચારેને તિલાંજલિ આપો. વિશાળ હૃદય રાખી ગુણગ્રાહી દષ્ટિવાળા બનો. શ્રી મહાવીરસ્વામી વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા છે. તમે પણ ઉદાર દષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખે તે જ મિત્ત સમૂહુ વાળી વાત સાચા આચરણમાં આવી શકે. કારણ કે ધર્મ તે મનુષ્યનાં મનને જોડનારી વસ્તુ છે. (ગ) મધ્યમવર્ગને ઉત્કર્ષ : સમાજના છેડા શ્રીમંત સુખસગવડે ભેગવે અને માટે વર્ગ રેટી, કપડાં મકાન અને શિક્ષણ ન મેળવી શકે એ વાત પૂજ્યશ્રીને ખટકતી. કેઈ પણ સહધમીને માત્ર રેકડ રકમ 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો-ર ર૮૯ આપીને છૂટી જવું, એના કરતાં તે પિતાની આજીવિકા પિતે જ ઉત્પન્ન કરી શકે તે માટે તેને વ્યવસાય, નેકરી, ઉદ્યમમાં લગાડવા એ જ તેમના કાયમી ઉત્કર્ષને રસ્તે છે, એમ માનીને નબળા વર્ગ માટે બીકાનેર, પાલીતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના કરાવી અને અનાજ-કપડાંથી માંડીને શાળા-કોલેજોની ફી તથા પુસ્તકના વિતરણની વ્યવસ્થા કરવી. તેઓશ્રી માનતા કે શ્રીમંતાઈ ઘણુંખરું ધાર્મિકતાથી વંચિત રાખે છે. ધમપરંપરા વિકસાવવા માટે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવવા જરૂરી છે. (ઘ) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મ પ્રભાવના માટે જિનમંદિરની આવશ્યક્તા છે, તેમ શિક્ષણસંસ્થાઓની પણ જરૂસ્ત છે. તેથી પૂજ્યશ્રી દાન આપવાની ભાવનામાં એવું પરિવર્તન કરતા કે દેવદ્રવ્ય તિજોરીમાં પુરાઈ રહેવાને બદલે સમાજના ઉત્કર્ષમાં તેને ઉપગ થાય. (ડ) જૂની-નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકને અપાતાં વ્યાખ્યામાં અને રાત્રિચર્ચાઓમાં પૂજ્યશ્રી કહેતા કે, યુવાને કદી નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને શિખામણ આપતા કે તેઓએ વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહીને અપમાનિત કરવા નહીં. યુવકે અને વૃદ્ધોએ પિતપોતાની રીતે સામાજિક ઉત્થાન માટે રસ લેવો જોઈએ. ગૃહસ્થોએ સામાજિક રીતસ્વિા, વહેમ, બાધાઆખડી–માન્યતાઓને ત્યાગ કરીને સાચા શિક્ષણને પ્રચાર કરવો જોઈએ. ઉંમરલાયક માણસોએ તીર્થયાત્રા, તીર્થ સેવા, સાધુસેવા દાનપ્રવૃત્તિ વગેરેમાં રસ લેવો જોઈએ. (ચ) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારો : કન્યાવિક્રય અને વરવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં હિંસક કપડાં અને કેસરને મંદિરમાં ઉપયોગ, હિંસાથી તૈયાર થયેલા સાબુ અને ચામડાની ચીજોને વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ નહીં આપવાની માન્યતા-ઇત્યાદિ અનેક માન્યતાઓ ભારતના વિવિધ પ્રદેશમાં પ્રચલિત હતી. પૂજ્યશ્રીએ આ કુરિવાજો દૂર કરવા ભગીરથ પ્રયત્નો આદર્યા અને તેમાં તેઓશ્રીને ઘણી સફળતા મળી. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્ર પામવા સહેલાં નથી. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન વિશાળ દષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી સર્વધર્મસમભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કાર.” દષ્ટિની વિશાળતા વિનાને ધર્મ કૂપમંડૂક છે. પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદ્રષ્ટા અને સમયદશી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સધ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્યદેવને આભારી છે. એવાં દિવ્ય-ભવ્ય જીવનથી સ્વ-પર કલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કેટિ કેટિ વંદના! (સંકલનઃ અર્વાચીન જૈન તિર્ધર” પુસ્તકમાંથી સાભાર.) %, 37 2010_04