SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો-ર ર૮૯ આપીને છૂટી જવું, એના કરતાં તે પિતાની આજીવિકા પિતે જ ઉત્પન્ન કરી શકે તે માટે તેને વ્યવસાય, નેકરી, ઉદ્યમમાં લગાડવા એ જ તેમના કાયમી ઉત્કર્ષને રસ્તે છે, એમ માનીને નબળા વર્ગ માટે બીકાનેર, પાલીતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના કરાવી અને અનાજ-કપડાંથી માંડીને શાળા-કોલેજોની ફી તથા પુસ્તકના વિતરણની વ્યવસ્થા કરવી. તેઓશ્રી માનતા કે શ્રીમંતાઈ ઘણુંખરું ધાર્મિકતાથી વંચિત રાખે છે. ધમપરંપરા વિકસાવવા માટે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવવા જરૂરી છે. (ઘ) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મ પ્રભાવના માટે જિનમંદિરની આવશ્યક્તા છે, તેમ શિક્ષણસંસ્થાઓની પણ જરૂસ્ત છે. તેથી પૂજ્યશ્રી દાન આપવાની ભાવનામાં એવું પરિવર્તન કરતા કે દેવદ્રવ્ય તિજોરીમાં પુરાઈ રહેવાને બદલે સમાજના ઉત્કર્ષમાં તેને ઉપગ થાય. (ડ) જૂની-નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકને અપાતાં વ્યાખ્યામાં અને રાત્રિચર્ચાઓમાં પૂજ્યશ્રી કહેતા કે, યુવાને કદી નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને શિખામણ આપતા કે તેઓએ વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહીને અપમાનિત કરવા નહીં. યુવકે અને વૃદ્ધોએ પિતપોતાની રીતે સામાજિક ઉત્થાન માટે રસ લેવો જોઈએ. ગૃહસ્થોએ સામાજિક રીતસ્વિા, વહેમ, બાધાઆખડી–માન્યતાઓને ત્યાગ કરીને સાચા શિક્ષણને પ્રચાર કરવો જોઈએ. ઉંમરલાયક માણસોએ તીર્થયાત્રા, તીર્થ સેવા, સાધુસેવા દાનપ્રવૃત્તિ વગેરેમાં રસ લેવો જોઈએ. (ચ) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારો : કન્યાવિક્રય અને વરવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં હિંસક કપડાં અને કેસરને મંદિરમાં ઉપયોગ, હિંસાથી તૈયાર થયેલા સાબુ અને ચામડાની ચીજોને વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ નહીં આપવાની માન્યતા-ઇત્યાદિ અનેક માન્યતાઓ ભારતના વિવિધ પ્રદેશમાં પ્રચલિત હતી. પૂજ્યશ્રીએ આ કુરિવાજો દૂર કરવા ભગીરથ પ્રયત્નો આદર્યા અને તેમાં તેઓશ્રીને ઘણી સફળતા મળી. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્ર પામવા સહેલાં નથી. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન વિશાળ દષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી સર્વધર્મસમભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કાર.” દષ્ટિની વિશાળતા વિનાને ધર્મ કૂપમંડૂક છે. પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદ્રષ્ટા અને સમયદશી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સધ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્યદેવને આભારી છે. એવાં દિવ્ય-ભવ્ય જીવનથી સ્વ-પર કલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કેટિ કેટિ વંદના! (સંકલનઃ અર્વાચીન જૈન તિર્ધર” પુસ્તકમાંથી સાભાર.) %, 37 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249131
Book TitleVijay Vallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size196 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy