Book Title: Vijay Vallabhsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શાસનપ્રભાવક વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદ્રષ્ટા, શાસનમભાવનાના પરમ પ્રભાવક સુવાહક, ધર્મમંદિર-સરસ્વતીમંદિર-સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદ્દઘષણ કરનાર યુગપુરુષઃ પૂ. આચાર્ય દેવેશ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શિક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈબીજ)ને દિવસે થયું હતું. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈ એ અને ત્રણ બહેને હતાં. જેનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તે વંશપરંપરાગત હતી, તેમાં માતા ઈચ્છાબેનની ધર્મભાવના વિશેષ દઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને ધાર્મિકતાનું સિંચન સહજપણે બાળકે માં થતું હતું. પરંતુ કુદરતને આ સુખશાંતિ મંજૂર ન હતી. બાળપણમાં જ પિતા દીપચંદભાઈનો વિયોગ થયે. થોડા સમય પછી માતાનું પણ અવસાન થયું. માતાના અવસાન સમયે છગનભાઈની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. તે અંતિમ ક્ષણે માતાએ પુત્રને કહેલું કે, “હે વત્સ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવનું કલ્યાણ કરવામાં જીવન વિતાવજે.' બાળકના કુમળા મન પર આ શબ્દોની અમીટ અસર થઈ. માતાપિતાને વિગ બાળક માટે અસહ્ય થઈ પડ્યો હતે. એક એક દિવસ પસાર કરે અઘરો થઈ પડ્યો. સંસાર પરથી મન ઊઠી ગયું. સાતમા ધોરણ સુધી અભ્યાસ માંડ માંડ પૂરો કર્યો. ત્યાં સુધીમાં તે મંદિર દેવદર્શન અને ઉપાશ્રય-સાધુસંતના સમાગમમાં રચ્યાપચ્યા રહેવા માંડ્યા હતા. પૂર્વજન્મના સંસ્કારે જાગ્રત થતાં ધર્મસંસ્કારે દઢ થવા માંડ્યા હતા. મન વેપારધંધામાં કે સંસાર-વ્યવહારમાં લાગવાને બદલે અગમનિગમની ઝંખનામાં લાગવા માંડ્યું. એવામાં ગાનુયેગ એક અલૌકિક બનાવ બને. કઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન સંત-સદ્ગુરુ-- માર્ગદર્શકનું હોય છે. તેમાંય કેઈ યુગપ્રધાન મહાપુરુષને વેગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પ્રેમને પુણ્યને ઉદય જ ગણાય. તેથી જ કહ્યું છે: પારસ મેં ઓર સંત મેં બડા અંતર જાન, લેહા કંચન કરે, તે કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી પલપલ મેં કઈ બાર. પશુ મેટ હરિજન કિયા, કુછ ન લાગી વાર.” સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂતિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ( આત્મારામજી મહારાજનું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્યવાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મેલીને નાદ સાંભળે! મધુર શબ્દો અને સૌમ્ય મુદ્રાથી તેમનું મન વીંધાઈ ગયું. તેમણે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6