________________
શ્રમણભગવંતે-૨
२८७
૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ને મંગળવારે બપોરે ૨-૩ર વાગ્યે શાંતિપૂર્વક–સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિન શાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું.
પૂજ્યશ્રીનાં અગત્યનાં જીવનકાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલા અને પ્રતિભાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સર્વાગી જીવનવિકાસનાં પીયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતિભા બહુમુખી રહી છે. પૂ. આચાર્યશ્રીએ પિતાના જીવનમાં સ્વાપર કલ્યાણને સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ત્યાગ, સહનશીલતા અને સમતા રૂપે પિતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતા રહેવું એ તેઓશ્રીને નિયમ હતો. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિકબંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જે આધ્યાત્મિક કેળવણી હશે તે આધુનિક ભણતર નાસ્તિકતા અને સ્વચ્છ'દતા તરફ ઘસડી નહીં જઈ શકે. અને આધુનિક કેળવણું હશે તે સમાજમાં સન્માનનીય સ્થાન પામશે. વ્યાપાર, ઉદ્યોગ, નોકરી આદિના ક્ષેત્રોમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. આમ, પૂજ્યશ્રીનું આ વિશાળ અને ઉદાત્ત દર્શન હતું, અને તે પ્રમાણે તેઓશ્રી સમાજોત્કર્ષ અને ધર્મ પ્રભાવના માટે સમગ્ર જીવન દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા, જેવી કે –
જ્ઞાનપ્રસાર : (અ) ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન : પૂજ્યશ્રીએ સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધર્મ વિશે પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ જૈન-જૈનેતરના સહકારથી ઠેર ઠેર પાઠશાળાઓ, શિક્ષણસંસ્થાઓ અને જૈન કેલેજોની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન કર્યું. ખંભાતના પ્રાચીન જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણ્યવિજ્યજીને તેની વ્યવસ્થા સંપી. (બ) મહાવીર જૈન વિદ્યાલય મધ્યમ અને ગરીબ વર્ગના લેકે પણ આધુનિક કેળવણી લઈ શકે અને ઉચ્ચ કક્ષાના જેનસાહિત્યને પ્રચાર થત રહે તે માટે મુંબઈમાં તા. ૮-૬-૧૯૧૫ના રોજ એક ભાડાના મકાનમાં ૧પ વિદ્યાથીઓની હાજરીથી વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી. ધીમે ધીમે આ સંસ્થા વિકાસ પામી. હજારે ભૂતપૂર્વ વિદ્યાથીઓના સહકારથી તેમ જ શ્રેષ્ઠીઓ અને સમાજસેવકોના પ્રયત્નોથી આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, વડોદરા, પૂના, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખૂલવા પામી છે. પૂ. આચાર્યશ્રીની શિક્ષણપ્રીતિ અને સમાજસેવાને આ ઉત્કૃષ્ટ નમૂનો છે.
સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જેન- જૈનેતરમાં ભેદ જેતા નહીં. જેનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડેદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં જાયેલાં મુનિસંમેલનમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં નેહસંમેલન ગોઠવી, લેકેના પરસ્પરના મતભેદ મિટાવી, સંપ-સહકારનું વાતાવરણ રચતા. પ્રભુ મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી તેમની માન્યતા હતી. ભલે સૌ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org