Book Title: Vijay Shantisuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ શાસનપ્રભાવક નાકોડા તીર્થોદ્ધારક-મેવાડ દેશદ્ધારક પૂ. આચાર્યશ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છની વિવિધ શાખાઓમાં એક શાખા-પરંપરા જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિજીની ચાલી આવે છે. એ પરંપરામાં થયેલા અનુયોગાચાર્ય શ્રી હિતવિજ્યજી મહારાજના શિષ્ય તે ચરિત્રનાયક પૂ આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ, વીસમી સદીમાં થયેલા પૂજય આચાર્યભગવંતમાં તેઓશ્રીનું સ્થાન આગલી હરોળમાં આવે છે. પૂજ્યશ્રીનું મુનિઅવસ્થાનું નામ શ્રી હિંમતવિજયજી હતું. મારવાડ-વાડમાં તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, તીર્થોદ્ધાર, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રા , ઉપધાન આદિ તપારાધના અને શાસનપ્રભાવનાનાં નાનાં મેટાં અનેક ધર્મકાર્યો થયાં છે, પરિણામે તેઓશ્રીનું નામ એ ક્ષેત્રોમાં સીમાચિહ્ન બની રહ્યું ! | શ્રી નાકેડા તીર્થ આજે જે સુવિખ્યાત અને સુવિશાળ બન્યું છે, તેના પાયામાં પૂજ્યશ્રીનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અહીં સં. 1991, 2016 અને 2029 માં પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક જિનપ્રતિમાજીઓ, દેવદેવીઓની મૂતિઓ, ગુરુમૂર્તિઓ, ચરણપાદુકાઓ, તીર્થ પટ્ટો વગેરેની ભવ્યાતિભવ્ય મહેસૂવપૂર્વક અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ હતી. પૂજ્ય આચાર્યશ્રી દ્વારા રાજસ્થાનનાં અન્ય પણ અનેક સ્થાને–તીર્થોમાં પ્રતિષ્ઠાદિ ક યાદગાર રીતે સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પાછલી અવસ્થામાં ઘારાવમાં સ્થિરવાસ રહ્યા હતા. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી “કીર્તિસ્તંભ'નું ભવ્ય નિર્માણ થયું છે. આજે એ તીર્થરૂપ દર્શનીય સ્થાન બન્યું છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને નૂતન તીર્થોનાં નિર્માણ, ઉપરાંત અનેક દીક્ષાઓ પણ થઈ હતી. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં વિદ્યમાન એવા પૂ. આ. શ્રી વિજય લક્ષમીસૂરિજી મહારાજ કેટલાંય વર્ષોથી અને આજે વયેવૃદ્ધ અવસ્થાએ પણ બાડમેર અને જાહેર જિલ્લાના વિકટ, વેરાન અને રેતાળ પ્રદેશમાં વિચરીને તે પ્રદેશના જૈનેની ધર્મશ્રદ્ધાને જાગૃત અને કાર્યરત બનાવવા ઉપરાંત સદ્દગત પૂજ્ય ગુરુદેવની શ્રી નાકેડાતીર્થ પ્રત્યેની ભક્તિને અક્ષુણપણે વહાવી રહ્યા છે. એવા એ અનેક તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજના ચરણે ભાવભીની વંદના! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3