Page #1
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આ ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પૂજ્ય પ્રભાવક આચાય ભગવ તાના પરિચયા સમુદાયવાર પ્રગટ કર્યાં છે, તે સિવાયના અન્ય સમુદાયના
શાસનપ્રભાવક
પૂજ્ય આચાર્ય ભગવાના પરિચય : પૂ. આ. શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસુબાહુરીશ્વરજી મહારાજ
‘ જીવપ્રતિપાલક ’, • જગદ્ગુરુ ’, ‘ સૂરિસમ્રાટ ’, ‘ નેપાલ રાજયગુરુ ’, હિઝ હાલિનેસ ’ આદિ બિરુદ પ્રાપ્ત કરનાર
'
પૂ. આચાર્ય શ્રી વિજયશાંતિસૂરીશ્વવરજી મહારાજ
અનુયોગાચાય, વિશ્વશાંતિના ઉદ્યોજક, પ્રશાંતમૂતિ, સંયમમાર્ગના સ્તંભ, પરમ આદરણીય યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજને સંસારમાં કાણું નથી એળખતુ ! પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૪૫ના મહા સુદ પાંચમે થયા હતા. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજ્ય અને આજના સિરેહી જિલ્લામાં આવેલુ' મણાદર ગામ. રાયકા પિરવારમાં પિતા ભીમતેલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યાં, બાળકનું નામ સગતેજી રાખવામાં આવ્યું. સગતેાજી બાળપણથી જ સૌને ખૂબ વ્હાલા હતા. પિતાના વ્યવસાય પશુપાલનના હતા. સગતાજી પણ ગાય-ભેંશ અને ધેટાં--અકરાં સાથે જંગલમાં જવા લાગ્યા. અહી' જાણ્યે-અજાણ્યે સગતજીના અજ્ઞાત મન ઉપર કુદરતના સ`સ્કારેા પડવા માંડયા હતા. એવામાં એમના એક કાકા, જેમણે મુનિશ્રી ધર્મવિજયજી ( પછીથી આચાર્યશ્રી ) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીવિજયજી મહારાજના નામે વિખ્યાત થયા હતા, તેમની પાસેથી વિરાગી જીવનની પ્રેરણા મળી અને આઠ વર્ષની કુમળી વયે સગતાજી મુનિરાજ શ્રી તીવિજયજી સાથે વિચરવા લાગ્યા. સેાળ વર્ષની વયે સ. ૧૯૬૧ના મહા સુદ પાંચમના
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
પs
શ્રમણભગવંતો-૨ શુભ દિને તેમણે જાલેર જિલ્લાના રામસેણ ગામે ગુરુદેવશ્રી તીર્થવિજ્યજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સંયમમાગ પર વિચરતાં વિચરતાં સગતજી “શાંતિવિય” બની ગયા. તેમને સં. ૧૯૬૧થી ૧૯૭૩ સુધીનાં બાર વર્ષ વસિષ્ઠાશ્રમ, ગુરુશિખર, માકકેશ્વર, સુદા પર્વત એકાંતિક અને રમ્ય વનસ્થાનમાં રહીને જ્ઞાન-ધ્યાન-તપની સાધના કરી. સં. ૧૯૭૩ પછી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ જનહિતાર્થ આબુ પર્વત આસપાસ પ્રદેશમાં વિચરવા લાગ્યા. આ વિસ્તાર પૂજ્યશ્રીને અતિ પ્રિય હતા. માકડાષિના આશ્રમની પાસે સરસ્વતી મંદિરમાં તેઓશ્રી ઘણો સમય મૌન રહ્યા હતા. સં. ૧૯૭૩ પછી જોધપુર પ્રદેશના જસવંતપુર જિલ્લામાં પધાર્યા. ત્યાં સુદાના પહાડ પર ચામુંડાદેવીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં પ્રતિવર્ષ મેળામાં ખૂબ જીવહિંસા થતી હતી. ત્યાં રહીને લેકેને સદુપદેશ આપીને હિંસા થતી અટકાવી. એ જ રીતે, સં. ૧૯૮૮માં રાજસ્થાનનાં અન્ય સ્થાનકે પરની જીવહિંસા પણ બંધ કરાવી. જીવદયાના પરિણામે પૂજ્યશ્રીની પ્રેરણાથી આબુમાં પશુચિકિત્સાલય ખોલવામાં આવ્યું.
સં. ૧૯૮૯માં બામણવાડજી પધાર્યા. ત્યાં મહામહોત્સવપૂર્વક તપ-આરાધનાઓ થઈ. પૂજ્યશ્રીને “અનંત જીવપ્રતિપાલક”, “ગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર ' ના બિરુદથી સન્માનવામાં આવ્યા. સં. ૧૯૯૦માં વીરવાડામાં “જગદ્ગુરુ”, “સૂરિસમ્રાટ” આદિ અને નેપાલનરેશ તરફથી
નેપાલ રાજ્યગુરુ ” બિરુદ તથા સં. ૧૯૯૧માં વીસલપુરમાં “યુગપ્રધાન’ પદવી તથા “હિઝ હોલીનેસ” પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના અંગેઅંગમાં જૈનધર્મના સિદ્ધાઅનેકાંતવાદ અને અહિંસા સમાયેલાં હતાં. પરિણામે જીવદયા, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને સર્વધર્મ સમભાવના ગુણોથી તેઓશ્રી સમગ્ર સમાજમાં અત્યંત આદાત્ર બન્યા હતા. જેનેતર અને વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પૂજ્યશ્રીના ભક્તો બન્યા હતા. ઉદયપુર રાજ્યમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થમાં કઈ તત્ત્વ દ્વારા જૈન દર્શનાથીઓને ત્રાસ આપવામાં આવતો હતો, તે પૂજ્યશ્રીએ ૨૯ દિવસ આમરણાંત ઉપવાસ કરીને દૂર કર્યો. મહારાણા પાલસિંહજી ગુરુદેવશ્રીની તપશ્ચર્યા અને વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત થયા હતા. પૂજ્યશ્રી સં. ૧૯૯૯માં અચલગઢ (આબુ) બિરાજમાન હતા. ત્યાં આસો વદ ૧૦ને દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામ્યા. આ સમાચાચારથી ઠેર ઠેરથી અસંખ્ય માનવસમુદાય ઊમટ્યો. દાદાગુરુ શ્રી ધર્મવિજયજીની સમાધિ પાસે જ અગ્નિસંસકાર કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની પુણ્યસમાધિ બનાવવાનો નિર્ણય થયે. શ્રી પૂનમચંદ ઠારી સાહેબના માર્ગદર્શન નીચે જયપુરના શિલ્પી શ્રી રાજારામ શિવનારાયણે સુંદર મૂતિ કંડારી. એવી રીતે, પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનો અમૂલ્ય કાર્યો કરીને અમર થઈ ગયા. કેટિ કેટિ વંદના હેજે એ જનવત્સલ, જીવવત્સલ સાધુવર્યને !
શ્ર
,
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક નાકોડા તીર્થોદ્ધારક-મેવાડ દેશદ્ધારક પૂ. આચાર્યશ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છની વિવિધ શાખાઓમાં એક શાખા-પરંપરા જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિજીની ચાલી આવે છે. એ પરંપરામાં થયેલા અનુયોગાચાર્ય શ્રી હિતવિજ્યજી મહારાજના શિષ્ય તે ચરિત્રનાયક પૂ આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ, વીસમી સદીમાં થયેલા પૂજય આચાર્યભગવંતમાં તેઓશ્રીનું સ્થાન આગલી હરોળમાં આવે છે. પૂજ્યશ્રીનું મુનિઅવસ્થાનું નામ શ્રી હિંમતવિજયજી હતું. મારવાડ-વાડમાં તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, તીર્થોદ્ધાર, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રા , ઉપધાન આદિ તપારાધના અને શાસનપ્રભાવનાનાં નાનાં મેટાં અનેક ધર્મકાર્યો થયાં છે, પરિણામે તેઓશ્રીનું નામ એ ક્ષેત્રોમાં સીમાચિહ્ન બની રહ્યું ! | શ્રી નાકેડા તીર્થ આજે જે સુવિખ્યાત અને સુવિશાળ બન્યું છે, તેના પાયામાં પૂજ્યશ્રીનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અહીં સં. 1991, 2016 અને 2029 માં પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક જિનપ્રતિમાજીઓ, દેવદેવીઓની મૂતિઓ, ગુરુમૂર્તિઓ, ચરણપાદુકાઓ, તીર્થ પટ્ટો વગેરેની ભવ્યાતિભવ્ય મહેસૂવપૂર્વક અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ હતી. પૂજ્ય આચાર્યશ્રી દ્વારા રાજસ્થાનનાં અન્ય પણ અનેક સ્થાને–તીર્થોમાં પ્રતિષ્ઠાદિ ક યાદગાર રીતે સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પાછલી અવસ્થામાં ઘારાવમાં સ્થિરવાસ રહ્યા હતા. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી “કીર્તિસ્તંભ'નું ભવ્ય નિર્માણ થયું છે. આજે એ તીર્થરૂપ દર્શનીય સ્થાન બન્યું છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને નૂતન તીર્થોનાં નિર્માણ, ઉપરાંત અનેક દીક્ષાઓ પણ થઈ હતી. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં વિદ્યમાન એવા પૂ. આ. શ્રી વિજય લક્ષમીસૂરિજી મહારાજ કેટલાંય વર્ષોથી અને આજે વયેવૃદ્ધ અવસ્થાએ પણ બાડમેર અને જાહેર જિલ્લાના વિકટ, વેરાન અને રેતાળ પ્રદેશમાં વિચરીને તે પ્રદેશના જૈનેની ધર્મશ્રદ્ધાને જાગૃત અને કાર્યરત બનાવવા ઉપરાંત સદ્દગત પૂજ્ય ગુરુદેવની શ્રી નાકેડાતીર્થ પ્રત્યેની ભક્તિને અક્ષુણપણે વહાવી રહ્યા છે. એવા એ અનેક તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજના ચરણે ભાવભીની વંદના! 2010_04