Book Title: Vijay Shantisuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પs શ્રમણભગવંતો-૨ શુભ દિને તેમણે જાલેર જિલ્લાના રામસેણ ગામે ગુરુદેવશ્રી તીર્થવિજ્યજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સંયમમાગ પર વિચરતાં વિચરતાં સગતજી “શાંતિવિય” બની ગયા. તેમને સં. ૧૯૬૧થી ૧૯૭૩ સુધીનાં બાર વર્ષ વસિષ્ઠાશ્રમ, ગુરુશિખર, માકકેશ્વર, સુદા પર્વત એકાંતિક અને રમ્ય વનસ્થાનમાં રહીને જ્ઞાન-ધ્યાન-તપની સાધના કરી. સં. ૧૯૭૩ પછી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ જનહિતાર્થ આબુ પર્વત આસપાસ પ્રદેશમાં વિચરવા લાગ્યા. આ વિસ્તાર પૂજ્યશ્રીને અતિ પ્રિય હતા. માકડાષિના આશ્રમની પાસે સરસ્વતી મંદિરમાં તેઓશ્રી ઘણો સમય મૌન રહ્યા હતા. સં. ૧૯૭૩ પછી જોધપુર પ્રદેશના જસવંતપુર જિલ્લામાં પધાર્યા. ત્યાં સુદાના પહાડ પર ચામુંડાદેવીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં પ્રતિવર્ષ મેળામાં ખૂબ જીવહિંસા થતી હતી. ત્યાં રહીને લેકેને સદુપદેશ આપીને હિંસા થતી અટકાવી. એ જ રીતે, સં. ૧૯૮૮માં રાજસ્થાનનાં અન્ય સ્થાનકે પરની જીવહિંસા પણ બંધ કરાવી. જીવદયાના પરિણામે પૂજ્યશ્રીની પ્રેરણાથી આબુમાં પશુચિકિત્સાલય ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯માં બામણવાડજી પધાર્યા. ત્યાં મહામહોત્સવપૂર્વક તપ-આરાધનાઓ થઈ. પૂજ્યશ્રીને “અનંત જીવપ્રતિપાલક”, “ગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર ' ના બિરુદથી સન્માનવામાં આવ્યા. સં. ૧૯૯૦માં વીરવાડામાં “જગદ્ગુરુ”, “સૂરિસમ્રાટ” આદિ અને નેપાલનરેશ તરફથી નેપાલ રાજ્યગુરુ ” બિરુદ તથા સં. ૧૯૯૧માં વીસલપુરમાં “યુગપ્રધાન’ પદવી તથા “હિઝ હોલીનેસ” પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના અંગેઅંગમાં જૈનધર્મના સિદ્ધાઅનેકાંતવાદ અને અહિંસા સમાયેલાં હતાં. પરિણામે જીવદયા, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને સર્વધર્મ સમભાવના ગુણોથી તેઓશ્રી સમગ્ર સમાજમાં અત્યંત આદાત્ર બન્યા હતા. જેનેતર અને વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પૂજ્યશ્રીના ભક્તો બન્યા હતા. ઉદયપુર રાજ્યમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થમાં કઈ તત્ત્વ દ્વારા જૈન દર્શનાથીઓને ત્રાસ આપવામાં આવતો હતો, તે પૂજ્યશ્રીએ ૨૯ દિવસ આમરણાંત ઉપવાસ કરીને દૂર કર્યો. મહારાણા પાલસિંહજી ગુરુદેવશ્રીની તપશ્ચર્યા અને વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત થયા હતા. પૂજ્યશ્રી સં. ૧૯૯૯માં અચલગઢ (આબુ) બિરાજમાન હતા. ત્યાં આસો વદ ૧૦ને દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામ્યા. આ સમાચાચારથી ઠેર ઠેરથી અસંખ્ય માનવસમુદાય ઊમટ્યો. દાદાગુરુ શ્રી ધર્મવિજયજીની સમાધિ પાસે જ અગ્નિસંસકાર કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની પુણ્યસમાધિ બનાવવાનો નિર્ણય થયે. શ્રી પૂનમચંદ ઠારી સાહેબના માર્ગદર્શન નીચે જયપુરના શિલ્પી શ્રી રાજારામ શિવનારાયણે સુંદર મૂતિ કંડારી. એવી રીતે, પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનો અમૂલ્ય કાર્યો કરીને અમર થઈ ગયા. કેટિ કેટિ વંદના હેજે એ જનવત્સલ, જીવવત્સલ સાધુવર્યને ! શ્ર , Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3