Book Title: Vijay Rajendrasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પ૦૪ શાસનપ્રભાવક દેણ શ્રાવક શ્રાવકણિયાને ઉપદેશ શુદ્ધ પ્રરૂપણા દેણ, ઐસી પ્રરૂપણ દેણ નહીં, જેણમેં ઉલે ઉણકે સમકિત બિગડે ઐસે પરૂપણે નહીં એર રાતકે બારણે જાવે નહીં. એર ચેપડ શેતરંજ ગંજીફે વગેરા ખેલ રમત ખેલે નહીં. કેશ લાંબા વધારે નહીં. પગરખી પેરે નહીં. ઔર શાસ્ત્રકી ગાથા ૫૦૦ જ સક્ઝાય કરણું. ઉપરોક્ત નવે કલમો શ્રી ધરણેન્દ્રસૂરિજી શ્રીપૂ અને તેમના બધા અનુયાયીઓ મંજૂર કરતાં લખી આપ્યું કે, “ઈણ મુજબ હમેં પિતે પણ બરાબર પાલાંગ ને ઓર મુડે અગાડીકા સાધુવાને પણ મરજાદા મુજબ ચલાવાંગા ને એર શ્રીપૂજ્ય આચાર્ય નામ ધરાવેગા સે બરાબર પાલેગા હૈ. કદાચ કેઈ ઉપર લખ્યા મુજબ નહીં પાલે ને કિરિયા નહીં સાચવે જણાંને શ્રીસંઘ સમજાયને કહ્યા ચાહિએ શ્રીસંઘરા કેણાસુ નહીં સમજે ને મરજાદા મુજબ નહીં ચાલે જણાં. શ્રીપૂજ્ય આચાર્ય જાણ નહીં ને માનશે નહીં. સંવત ૧૯૨૪ મિતિ માહ સુદ ૭.” આમ તેઓશ્રીએ યતિવર્ગમાં ફેલાયેલા શિથિલાચારને દૂર કરવાનું એક મહાન કાર્ય કર્યું. ઉપરાંત, સમાજમાં વ્યાપેલ કુપ્રથાઓને દૂર કરવાનું એક બીજું મહાન કાર્ય પણ તેમણે હાથમાં લીધું. તે વખતે શુદ્ધ ક્રિયામાર્ગના સમર્થક સંવેગી સાધુઓને પણ અભાવ હતો. અને સંઘમાં વીતરાગદેવની સરખામણીમાં સરાગી દેવી-દેવતાઓની માનતા-આરાધના અને પૂજા–ભક્તિને પ્રભાવ બહુ વધી ગયું હતું. લેકે વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા કેવલીપ્રણીત ધર્મને ભૂલી રહ્યા હતા. પણ શ્રીમદ્ પતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પિતે જાવરાનગરમાં શ્રીપૂજ્ય પદના સમસ્ત વૈભવને ત્યાગ કર્યો અને ક્રિયા દ્વારા પૂર્વક શ્રી ધનવિજ્યજી અને પ્રમોદચિજી સાથે સંવેગી સાધુપણું સ્વીકાર્યું. આ ક્રિયે દ્વાર પછીનું પહેલું ચાતુર્માસ તેઓશ્રીએ ખાચરેદમાં કર્યું. એ ચાતુર્માસમાં શુદ્ધ ક્રિયામાગની પ્રરૂપણા કરી. પરંપરાથી ચાલી આવેલા ત્રિસ્તુતિક સિદ્ધાંતને તેમણે સ્વીકાર કર્યો, અને શુદ્ધ ક્રિયામાનું પુનઃ પ્રકાશન કર્યું. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતે લોકેને વીતરાગના ઉપાસક-આરાધક બનાવ્યા. તેમ જ આત્મકલ્યાણના માર્ગમાં બાધક સ્વર્ગના દેવી-દેવતાઓની ઉપાસના બંધ કરાવી. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતની પ્રતિષ્ઠા શ્રીમન્ના જિનાગમના ગહન અધ્યયનું પરિણામ છે. શ્રીમના જીવનનું જાગતિક મહત્વનું કાર્ય છે “અભિધાન રાજેન્દ્ર નામના વિશ્વકોષની રચના. આ વિશાળકાય કેષ સાત ભાગમાં પૂર્ણ થયે છે. જેના આગમનાં રહસ્યોને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર પાંચસે છાંસઠ પૃષ્ઠોમાં લગભગ સાંઈઠ હજાર શબ્દોની સમગ્ર વ્યાખ્યા કરવામાં આવી છે. આ કષ એટલે માત્ર શબ્દોના અર્થોને જ સંગ્રહ નથી; પણ એમાં શબ્દથી સંબંધિત મતમતાંતર, ઈતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. ન્યાય, દર્શન, તિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક પ્રમાણે એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને લિંગભેદ સાથે તે કયા ઠેકાણે કયા અર્થમાં વપરાય છે તેના બધા જ સંદર્ભે આ કેષમાં ઉપલબ્ધ છે. આ એક એ સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણસંસ્કૃતિને એક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5