Book Title: Vijay Rajendrasuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ પ૦૨ શાસનપ્રભાવક મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી પાટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃ સ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયું હતું. શ્રમણ સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંઘને પ્રભાવક મહાપુરુષોની અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ કિદ્ધારક મહાપુરુષ થયા, તેમાં શ્રીમદ્ વિજ્યરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિોદ્ધારક હતા. શ્રીમદ્દ જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પિષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયો હતે. પિતાનું નામ કષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પિતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમ તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પિતાના વડીલ ભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે પુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભલાના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરકમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પિતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પિતાની ભાવના રનરાજને જણાવી. પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તે ત્યાગમાર્ગને પથિક છું. સંસારનાં બંધનમાં પડવાની મારી ઇચ્છા નથી. જાત્રા પછી તેઓ પિતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલેન સુધી ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મેટાભાઈની અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રી. પ્રમેદસૂરિજી મહારાજને ઉપદેશથી પ્રભાવિત થઈને ઉદયપુરમાં યતિશ્રી હેમવિજ્યજી મહારાજ પાસે શ્રી મેદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું, યતિશ્રી રત્નવિજયજી નામ ધારણ કર્યું. શ્રી પ્રમોદસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રી રત્નવિજયજી મહારાજ પ્રતીય યતિ શ્રી સાગરચંદ્રજી મહારાજ પાસે રહ્યા અને છ વર્ષમાં વ્યાકરણ, ન્યાય, કેપ, અલ કાર, કાવ્ય આદિ વિદ્યાનું જ્ઞાન મેળવ્યું તેમ જ જિનાગનું પણ ગહન તલપર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી બૃહત્તપાગચ્છીય સમાચારીનું જ્ઞાન મેળવવા તેઓશ્રી ગુરુ આજ્ઞાથી તપાગચ્છીય પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ પહોંચ્યા અને એમની પાસે રહી આગમ અને સમાચારીનું ઊંડું અધ્યયન ક્યું. પૂ. દેવેન્દ્રસૂરિજી મહારાજ તેમના આ ઊંડા અધ્યયન તેમ જ સમર્પણભાવ, વિનય વિવેક આદિ ગુણેથી પરમ સંતુષ્ટ થયા અને પિતાના અંતિમ સમયમાં શિષ્ય ધીરવિજ્યજીને અભ્યાસ કરાવી, એગ્ય બનાવી, શ્રીપૂજ્યપદ અપાવવાની શ્રી રત્નવિજયજીને ભલામણ કરી સ્વર્ગે સિધાવ્યા. શ્રી પૂજ્યજીની આજ્ઞાનુસાર શ્રી રત્નવિજયજી મહારાજ શ્રી ધીરવિજયજીને ભણાવીગણાવીને શ્રી પૂજ્યની પદવી અપાવી. શ્રી પૂજ્ય પદ પ્રાપ્ત થયા પછી તેમનું નામ શ્રી ધરણેન્દ્રસૂરિજી રાખવામાં આવ્યું. શ્રી ધરણેન્દ્રસૂરિજીએ શ્રી રત્નવિજયજી મહારાજને પિતાના દફતરીપદની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5