Book Title: Vijay Rajendrasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249143/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય (ત્રિસ્તુતિક) પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આચાર્યદેવ પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી તીર્થોદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી લબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાન શાસનપ્રભાવક, ક્રિોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ’ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ - શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિધક મહાન આચાર્ય શ્રી વિજયરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩મી માટે ક્રિયેારક શ્રી રત્નસૂરિજી અને ૨૭મી પાટે શ્રી પ્રદસૂરિજી 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ શાસનપ્રભાવક મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી પાટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃ સ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયું હતું. શ્રમણ સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંઘને પ્રભાવક મહાપુરુષોની અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ કિદ્ધારક મહાપુરુષ થયા, તેમાં શ્રીમદ્ વિજ્યરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિોદ્ધારક હતા. શ્રીમદ્દ જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પિષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયો હતે. પિતાનું નામ કષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પિતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમ તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પિતાના વડીલ ભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે પુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભલાના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરકમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પિતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પિતાની ભાવના રનરાજને જણાવી. પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તે ત્યાગમાર્ગને પથિક છું. સંસારનાં બંધનમાં પડવાની મારી ઇચ્છા નથી. જાત્રા પછી તેઓ પિતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલેન સુધી ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મેટાભાઈની અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રી. પ્રમેદસૂરિજી મહારાજને ઉપદેશથી પ્રભાવિત થઈને ઉદયપુરમાં યતિશ્રી હેમવિજ્યજી મહારાજ પાસે શ્રી મેદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું, યતિશ્રી રત્નવિજયજી નામ ધારણ કર્યું. શ્રી પ્રમોદસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રી રત્નવિજયજી મહારાજ પ્રતીય યતિ શ્રી સાગરચંદ્રજી મહારાજ પાસે રહ્યા અને છ વર્ષમાં વ્યાકરણ, ન્યાય, કેપ, અલ કાર, કાવ્ય આદિ વિદ્યાનું જ્ઞાન મેળવ્યું તેમ જ જિનાગનું પણ ગહન તલપર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી બૃહત્તપાગચ્છીય સમાચારીનું જ્ઞાન મેળવવા તેઓશ્રી ગુરુ આજ્ઞાથી તપાગચ્છીય પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ પહોંચ્યા અને એમની પાસે રહી આગમ અને સમાચારીનું ઊંડું અધ્યયન ક્યું. પૂ. દેવેન્દ્રસૂરિજી મહારાજ તેમના આ ઊંડા અધ્યયન તેમ જ સમર્પણભાવ, વિનય વિવેક આદિ ગુણેથી પરમ સંતુષ્ટ થયા અને પિતાના અંતિમ સમયમાં શિષ્ય ધીરવિજ્યજીને અભ્યાસ કરાવી, એગ્ય બનાવી, શ્રીપૂજ્યપદ અપાવવાની શ્રી રત્નવિજયજીને ભલામણ કરી સ્વર્ગે સિધાવ્યા. શ્રી પૂજ્યજીની આજ્ઞાનુસાર શ્રી રત્નવિજયજી મહારાજ શ્રી ધીરવિજયજીને ભણાવીગણાવીને શ્રી પૂજ્યની પદવી અપાવી. શ્રી પૂજ્ય પદ પ્રાપ્ત થયા પછી તેમનું નામ શ્રી ધરણેન્દ્રસૂરિજી રાખવામાં આવ્યું. શ્રી ધરણેન્દ્રસૂરિજીએ શ્રી રત્નવિજયજી મહારાજને પિતાના દફતરીપદની 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૫૦૩ જવાબદારી પીને તેમનું સન્માન કર્યું. શ્રી રત્નવિજયજી મહારાજે પિતાના બુદ્ધિબળ અને પ્રભાવથી બીકાનેર અને જોધપુરના રાજવીઓ ઉપર અસર પાડી અને શ્રી ધરણેન્દ્રસૂરિજીને તેમના પરંપરાગત અધિકાર અપાવ્યા. શ્રી દેવેન્દ્રસૂરિજીએ અંતિમ સમયે કરેલી ભલામણ “ધીરવિજયની સંભાળ રાખજે ને શ્રી રત્નવિજયજીએ બરાબર પાળી બતાવી. સં. ૧૯૨૩નું ચોમાસું ધારાવમાં હતું. પજુસણના દિવસે હતા. તે વખતે એક અત્તરને વેપારી શ્રી ધરણેન્દ્રસૂરિજીની સેવામાં હાજર થશે અને તેણે તેઓશ્રીને સારામાં સારું અત્તર દેખાડ્યું. તે વખતે શ્રીપૂજ્યજીએ શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “જુઓ તે ખરા! આ અત્તર કેવું લાગે છે?” તે વખતે તેઓશ્રી બોલ્યા કે “સાધુને માટે અત્તર જેવી વિલાસી વસ્તુની શી જરૂર છે?” આ ઉત્તરથી વિવાદ સર્જાતાં શ્રી રત્નવિજ્યજી ગુરુદેવ પાસે આહાર આવી ગયા, જ્યાં સંગીતવારિધિ શ્રી પ્રમોદરુચિ મહારાજ, ન્યાયચક્રી શ્રી ધનવિજ્યજી આદિ અનેક યતિઓ સાથે ગુરુએ શિષ્યની યોગ્યતા ઈ શ્રી રત્નવિજયજી મહારાજને શ્રીપૂજ્યની પદવીથી અલંકૃત કર્યા અને તેમનું નામ શ્રીમ, વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યું. સં. ૧૯૨૪ના વૈશાખી પૂર્ણિમાને દિવસે શ્રીપૂજ્યની પદવી પ્રાપ્ત કરીને શ્રીપૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, યતિ ધનવિજયજી અને યતિ પ્રમોદવિજયજી સાથે સ્વતંત્રપણે વિચારવા લાગ્યા. ગામેગામ તેઓશ્રીનું સામૈયું થવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તેઓશ્રી જાવરા (મધ્યપ્રદેશ) ચાતુર્માસ માટે પધાર્યા. આ બાજુ શ્રી ધરણેન્દ્રસૂરિજીને પ્રભાવ દિવસે દિવસે ઓછા થવા લાગ્યો એટલે તેઓશ્રીએ વાટાઘાટ માટે અતિશ્રી ખેતીવજયજી અને સિદ્ધકુશલજીને જાવરા મોકલ્યા. શ્રી ધરણેન્દ્રસૂરિજીની વાટાઘાટમાં શ્રીમને ખરેખર હૃદયપલટો નજરે આવ્યું. એટલે તેઓશ્રીએ તેમની પાસે નવ કલમનું એકરારનામું મંજૂર કરાવ્યું. આ નવ કલમે એટલે યતિવર્ગમાં વ્યાપેલ શિથિલાચારના રોગને દૂર કરવાને શમબાણ નુખે. એને સ્વીકારવાથી યતિઓનું જીવન આદર્શ બની ગયું. તે નવ કલમે નીચે મુજબ છે : (૧) પ્રતિક્રમણ ઉભય રંક કે કરણે. શ્રાવક સાધુ સમેત કરણ કરાવણ. પચક્ખાણ, વખાણ, સદા થાપનાજી કી પડિલેહણ કરણા. ઉપકરણ ૧૪ સિવાય ગેણા તથા માદલિયા જતર પાસ ખણ નહીં. શ્રી દેહેરેજી નિત જાણા. સો વારમેં બેઠના નહીં. પંદલ જાના. (૨) ઘોડા તથા ગાડી ઉપર નહીં બેઠાં. સવારી ખરચ નહીં રણ. (૩) આયુધ નહીં રાણું તથા ગૃહસ્થી કે પાકા આયુધ ગણાં રૂપાળા દેખે તો ઉનકે હાથ નહીં લગણાં. તમંચા શસ્ત્ર નામ નહીં રખણ. (૪) લુગાનું એકાંત બેઠ વાન નહીં કરણ. વેશ્યા તથા નપુંસક વાકે પાસ નહીં બેઠણ. ઉણુને નહીં રાખણ. (૫) જે સાધુ તમાખુ તથા ગાંજો પીવે, રાત્રિભોજન કરે, કાંદા-લસણ ખાવે, લંપટી અપચ્ચખાણી હવે એસા ગુણકા સાધુ હોય તે પાસ પણ નહીં. (૬) સચિત લલેતી, કાચા પાણી, વનસ્પતિ કુ વિણાસણ નહીં, દાતણ કરશું નહીં. તેલ કુલેલ માલીસ કરાવણ નહીં. તલાવ કુવા બાવડી મેં હાથ ધોવણ નહીં. (૭) સિપાહી પરમેં આદમી નેકર જાદા નહીં રખણ, જીવહિંસા કરે ઐસા નૌકર રાખણ નહીં. (૮) ગુડથી સે તકરાર કરકે ખમાસમણ પ્રમુખ રૂપિયા કે બદલે બદાયને લેણાં નહીં. (૯) ઓર કિસીકે સહણ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ શાસનપ્રભાવક દેણ શ્રાવક શ્રાવકણિયાને ઉપદેશ શુદ્ધ પ્રરૂપણા દેણ, ઐસી પ્રરૂપણ દેણ નહીં, જેણમેં ઉલે ઉણકે સમકિત બિગડે ઐસે પરૂપણે નહીં એર રાતકે બારણે જાવે નહીં. એર ચેપડ શેતરંજ ગંજીફે વગેરા ખેલ રમત ખેલે નહીં. કેશ લાંબા વધારે નહીં. પગરખી પેરે નહીં. ઔર શાસ્ત્રકી ગાથા ૫૦૦ જ સક્ઝાય કરણું. ઉપરોક્ત નવે કલમો શ્રી ધરણેન્દ્રસૂરિજી શ્રીપૂ અને તેમના બધા અનુયાયીઓ મંજૂર કરતાં લખી આપ્યું કે, “ઈણ મુજબ હમેં પિતે પણ બરાબર પાલાંગ ને ઓર મુડે અગાડીકા સાધુવાને પણ મરજાદા મુજબ ચલાવાંગા ને એર શ્રીપૂજ્ય આચાર્ય નામ ધરાવેગા સે બરાબર પાલેગા હૈ. કદાચ કેઈ ઉપર લખ્યા મુજબ નહીં પાલે ને કિરિયા નહીં સાચવે જણાંને શ્રીસંઘ સમજાયને કહ્યા ચાહિએ શ્રીસંઘરા કેણાસુ નહીં સમજે ને મરજાદા મુજબ નહીં ચાલે જણાં. શ્રીપૂજ્ય આચાર્ય જાણ નહીં ને માનશે નહીં. સંવત ૧૯૨૪ મિતિ માહ સુદ ૭.” આમ તેઓશ્રીએ યતિવર્ગમાં ફેલાયેલા શિથિલાચારને દૂર કરવાનું એક મહાન કાર્ય કર્યું. ઉપરાંત, સમાજમાં વ્યાપેલ કુપ્રથાઓને દૂર કરવાનું એક બીજું મહાન કાર્ય પણ તેમણે હાથમાં લીધું. તે વખતે શુદ્ધ ક્રિયામાર્ગના સમર્થક સંવેગી સાધુઓને પણ અભાવ હતો. અને સંઘમાં વીતરાગદેવની સરખામણીમાં સરાગી દેવી-દેવતાઓની માનતા-આરાધના અને પૂજા–ભક્તિને પ્રભાવ બહુ વધી ગયું હતું. લેકે વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા કેવલીપ્રણીત ધર્મને ભૂલી રહ્યા હતા. પણ શ્રીમદ્ પતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પિતે જાવરાનગરમાં શ્રીપૂજ્ય પદના સમસ્ત વૈભવને ત્યાગ કર્યો અને ક્રિયા દ્વારા પૂર્વક શ્રી ધનવિજ્યજી અને પ્રમોદચિજી સાથે સંવેગી સાધુપણું સ્વીકાર્યું. આ ક્રિયે દ્વાર પછીનું પહેલું ચાતુર્માસ તેઓશ્રીએ ખાચરેદમાં કર્યું. એ ચાતુર્માસમાં શુદ્ધ ક્રિયામાગની પ્રરૂપણા કરી. પરંપરાથી ચાલી આવેલા ત્રિસ્તુતિક સિદ્ધાંતને તેમણે સ્વીકાર કર્યો, અને શુદ્ધ ક્રિયામાનું પુનઃ પ્રકાશન કર્યું. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતે લોકેને વીતરાગના ઉપાસક-આરાધક બનાવ્યા. તેમ જ આત્મકલ્યાણના માર્ગમાં બાધક સ્વર્ગના દેવી-દેવતાઓની ઉપાસના બંધ કરાવી. આ ત્રિસ્તુતિક સિદ્ધાંતની પ્રતિષ્ઠા શ્રીમન્ના જિનાગમના ગહન અધ્યયનું પરિણામ છે. શ્રીમના જીવનનું જાગતિક મહત્વનું કાર્ય છે “અભિધાન રાજેન્દ્ર નામના વિશ્વકોષની રચના. આ વિશાળકાય કેષ સાત ભાગમાં પૂર્ણ થયે છે. જેના આગમનાં રહસ્યોને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર પાંચસે છાંસઠ પૃષ્ઠોમાં લગભગ સાંઈઠ હજાર શબ્દોની સમગ્ર વ્યાખ્યા કરવામાં આવી છે. આ કષ એટલે માત્ર શબ્દોના અર્થોને જ સંગ્રહ નથી; પણ એમાં શબ્દથી સંબંધિત મતમતાંતર, ઈતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. ન્યાય, દર્શન, તિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક પ્રમાણે એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને લિંગભેદ સાથે તે કયા ઠેકાણે કયા અર્થમાં વપરાય છે તેના બધા જ સંદર્ભે આ કેષમાં ઉપલબ્ધ છે. આ એક એ સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણસંસ્કૃતિને એક 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ પ૦૫ પણ શબ્દસંદર્ભ છૂટ નથી. શબ્દના મૂળ સાથે તેને કમિક વિકાસ પણ આપેલ છે. અભિધાન રાજેન્દ્ર બની રચના કરીને શ્રીમદે વિશ્વપુરુષેની શ્રેણીમાં પિતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદ્દ સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ અભિધાન રાજેન્દ્ર કેષ છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાને પ્રારંભ સિયાણ (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો. અને સાડાચૌદ વર્ષમાં આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતો. આ ઉપરાંત, શ્રીમદે નાનામોટા કુલ 61 ગ્રંથની રચના કરી છે. તેમાં અભિધાન રાજેન્દ્ર, પાઈએ સદ્દબુહી, શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ, કલ્પસૂત્રાર્થ પ્રબોધિની, શ્રી સિદ્ધચક્રપૂજા, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા, દેવવંદનમાળા ઇત્યાદિ ગ્રંથ પ્રસિદ્ધ છે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ હતા. કિયે દ્વાર પછી પોતાના ગ્રામણ્યની વિશેષ શુદ્ધિ કરવા માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત સાત દિવસ સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી પર્વને છઠ્ઠ અને સંવત્સરી પર્વને અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા કલ્પને છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની એળી તથા દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગતુંગી પહાડનાં જંગલમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈને પારણે અઠ્ઠાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. માંગતુંગી પર્વત, સ્વર્ણગિરિ પર્વત (જાલેર) અને મેદરાનું ચામુંડવન એ બધાં સ્થાને તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં. શ્રીમદે પિતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ લેકેપયોગી કાર્યો કર્યા છે. સ્વર્ણગાર તીર્થનાં જિનાલમાં ભરેલા શાસ્ત્રગ્રંથ બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત કરાવી તેને ઉદ્ધાર કર્યો. મેહનખેડા તીર્થની સ્થાપના કરી. એવી જ રીતે, તેઓશ્રીએ કેરટાજી, ભાંડવપુર અને પાલનપુર તીર્થને પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કૃત કરાયેલા ચીલા અને આસપાસનાં આઠ ગામે સંઘના પ૦૦ પરિવારનો તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ 27 પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખતમ કાર્ય રાજસ્થાનના ઇતિહાસમાં 300 વર્ષમાં પહેલી વાર આહેરમાં 900 પ્રતિમાઓની અંજનશલાકા કરી. અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી અને તેનાથી પ્રભાવિત 700 સ્થાનકવાસીઓએ મુહપત્તિ છેડી મૂર્તિ પૂજાને સ્વીકારી. આ રીતે જાવરા, મંદસૌર, નીમચ અને નિમ્બાહેડાના સેંકડે જેને પ્રભુ પૂજના અનુપમ માર્ગમાં જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લોપકારના અનેક કામ કરી શ્રીમદે પિતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. 80 વર્ષનું દીર્ધાયુ ભેળવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પિષ સુદ ૬ની રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કટિ કોટિ વંદના એ સાધુવને ! 2010_04