SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ ૫૦૩ જવાબદારી પીને તેમનું સન્માન કર્યું. શ્રી રત્નવિજયજી મહારાજે પિતાના બુદ્ધિબળ અને પ્રભાવથી બીકાનેર અને જોધપુરના રાજવીઓ ઉપર અસર પાડી અને શ્રી ધરણેન્દ્રસૂરિજીને તેમના પરંપરાગત અધિકાર અપાવ્યા. શ્રી દેવેન્દ્રસૂરિજીએ અંતિમ સમયે કરેલી ભલામણ “ધીરવિજયની સંભાળ રાખજે ને શ્રી રત્નવિજયજીએ બરાબર પાળી બતાવી. સં. ૧૯૨૩નું ચોમાસું ધારાવમાં હતું. પજુસણના દિવસે હતા. તે વખતે એક અત્તરને વેપારી શ્રી ધરણેન્દ્રસૂરિજીની સેવામાં હાજર થશે અને તેણે તેઓશ્રીને સારામાં સારું અત્તર દેખાડ્યું. તે વખતે શ્રીપૂજ્યજીએ શ્રી રત્નવિજયજીને કહ્યું કે, “જુઓ તે ખરા! આ અત્તર કેવું લાગે છે?” તે વખતે તેઓશ્રી બોલ્યા કે “સાધુને માટે અત્તર જેવી વિલાસી વસ્તુની શી જરૂર છે?” આ ઉત્તરથી વિવાદ સર્જાતાં શ્રી રત્નવિજ્યજી ગુરુદેવ પાસે આહાર આવી ગયા, જ્યાં સંગીતવારિધિ શ્રી પ્રમોદરુચિ મહારાજ, ન્યાયચક્રી શ્રી ધનવિજ્યજી આદિ અનેક યતિઓ સાથે ગુરુએ શિષ્યની યોગ્યતા ઈ શ્રી રત્નવિજયજી મહારાજને શ્રીપૂજ્યની પદવીથી અલંકૃત કર્યા અને તેમનું નામ શ્રીમ, વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર કર્યું. સં. ૧૯૨૪ના વૈશાખી પૂર્ણિમાને દિવસે શ્રીપૂજ્યની પદવી પ્રાપ્ત કરીને શ્રીપૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, યતિ ધનવિજયજી અને યતિ પ્રમોદવિજયજી સાથે સ્વતંત્રપણે વિચારવા લાગ્યા. ગામેગામ તેઓશ્રીનું સામૈયું થવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તેઓશ્રી જાવરા (મધ્યપ્રદેશ) ચાતુર્માસ માટે પધાર્યા. આ બાજુ શ્રી ધરણેન્દ્રસૂરિજીને પ્રભાવ દિવસે દિવસે ઓછા થવા લાગ્યો એટલે તેઓશ્રીએ વાટાઘાટ માટે અતિશ્રી ખેતીવજયજી અને સિદ્ધકુશલજીને જાવરા મોકલ્યા. શ્રી ધરણેન્દ્રસૂરિજીની વાટાઘાટમાં શ્રીમને ખરેખર હૃદયપલટો નજરે આવ્યું. એટલે તેઓશ્રીએ તેમની પાસે નવ કલમનું એકરારનામું મંજૂર કરાવ્યું. આ નવ કલમે એટલે યતિવર્ગમાં વ્યાપેલ શિથિલાચારના રોગને દૂર કરવાને શમબાણ નુખે. એને સ્વીકારવાથી યતિઓનું જીવન આદર્શ બની ગયું. તે નવ કલમે નીચે મુજબ છે : (૧) પ્રતિક્રમણ ઉભય રંક કે કરણે. શ્રાવક સાધુ સમેત કરણ કરાવણ. પચક્ખાણ, વખાણ, સદા થાપનાજી કી પડિલેહણ કરણા. ઉપકરણ ૧૪ સિવાય ગેણા તથા માદલિયા જતર પાસ ખણ નહીં. શ્રી દેહેરેજી નિત જાણા. સો વારમેં બેઠના નહીં. પંદલ જાના. (૨) ઘોડા તથા ગાડી ઉપર નહીં બેઠાં. સવારી ખરચ નહીં રણ. (૩) આયુધ નહીં રાણું તથા ગૃહસ્થી કે પાકા આયુધ ગણાં રૂપાળા દેખે તો ઉનકે હાથ નહીં લગણાં. તમંચા શસ્ત્ર નામ નહીં રખણ. (૪) લુગાનું એકાંત બેઠ વાન નહીં કરણ. વેશ્યા તથા નપુંસક વાકે પાસ નહીં બેઠણ. ઉણુને નહીં રાખણ. (૫) જે સાધુ તમાખુ તથા ગાંજો પીવે, રાત્રિભોજન કરે, કાંદા-લસણ ખાવે, લંપટી અપચ્ચખાણી હવે એસા ગુણકા સાધુ હોય તે પાસ પણ નહીં. (૬) સચિત લલેતી, કાચા પાણી, વનસ્પતિ કુ વિણાસણ નહીં, દાતણ કરશું નહીં. તેલ કુલેલ માલીસ કરાવણ નહીં. તલાવ કુવા બાવડી મેં હાથ ધોવણ નહીં. (૭) સિપાહી પરમેં આદમી નેકર જાદા નહીં રખણ, જીવહિંસા કરે ઐસા નૌકર રાખણ નહીં. (૮) ગુડથી સે તકરાર કરકે ખમાસમણ પ્રમુખ રૂપિયા કે બદલે બદાયને લેણાં નહીં. (૯) ઓર કિસીકે સહણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249143
Book TitleVijay Rajendrasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy