Book Title: Vijay Premsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શમણુભગવત-૨ પણ બની રહ્યાં છે. જૈનશાસનમાં વિક્રમની ૨૧મી સદીનું યાદગાર ભેંટણુંસંભારણું બની રહે તેવી આ અભૂતપૂર્વ યેજના છે. આ મહાપ્રાસાદની પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૪પના મહા સુદ પાંચમના શુભ દિવસે થઈ. અગિયાર દિવસને ભવ્ય મહોત્સવ ઉજવા. સવા લાખની માનવમેદનીએ આ પાવન પ્રસંગને લાભ લીધે. ઇતિહાસમાં આવી ભવ્ય અને સુવ્યવસ્થિત પ્રતિષ્ઠા છેલ્લા ઘણાં વર્ષોમાં થઈ નથી. આ મંગલ કાર્યમાં પણ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં દર્શન થતાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૪ના ચિત્ર માસમાં રાજનગર-અમદાવાદમાં પંકજ સોસાયટીના ઉપાશ્રયે થયેલા શ્રમણ સંમેલનમાં પણ આગેવાનીભર્યો ભાગ લીધે હોતે. વર્ષોથી ચાલતા પર્વ તિથિના ઝગડાઓને તાત્કાલિક ઉકેલ લાવવા જરૂરી હતું. કાયમી એકતા સધાય તે અત્યંત આવશ્યક હતું. પ્રવરસમિતિની આ બેઠકમાં પણ પૂજ્યશ્રીએ આ યક્ષપ્રશ્નને સર્વમાન્ય ઉકેલ લાવવામાં ઘણી મહેનત લીધી હતી. આજે પણ પોતાની પ્રચંડ પ્રતિભા અને પતિ પુણ્યાઈથી શાસનને અને સમુદાયને શોભાવી રહ્યા છે. પૂજ્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્ય શાસનપ્રભાવના કરતા વિચારી રહ્યા છે, જેમાં શિષ્ય - મુનિશ્રી કમલવિજ્યજી, સ્વ. મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી પદ્યવિજયજી, મુનિશ્રી ઉત્તમવિજયજી, મુનિશ્રી ચંદ્રશેનવિજયજી ગણિ, મુનિશ્રી રત્નશેખરવિજયજી તથા પ્રશિ - મુનિશ્રી પ્રકાશવિજયજી, મુનિશ્રી મહાનંદવિજયજી, મુનિશ્રી મનમોહનવિજયજી, મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી, મુનિશ્રી દેવચંદ્રવિજયજી, મુનિશ્રી હેમચંદ્રવિજયજી, મુનિશ્રી કુલચંદ્રવિજયજી, મુનિશ્રી અભયચંદ્રવિજ્યજી, મુનિશ્રી અણુમેલરત્નવિજયજી વગેરે છે. એવા પ્રશાંતમૂતિ કૃપાવતાર આચાર્યભગવંતને કેટિ કોટિ વંદન હજો ! (સંક્લનઃ પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ) દિક્ષાબેધદાતા, સુસંયમ સાધનિકચિત્ત, ક્રિયાક્ષ, યોગહનનિપુણ, સારાદિ પ્રેરણાપ્રવીણ અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ગગનમંડળમાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ઘણું છે. એ સહુ પિતા પોતાની વિશિષ્ટતાઓ ધરાવે છે. ચંદ્ર પણ પ્રશસ્ય છે. મંગળ પણ મનમેહન છે, શુક પણ આકર્ષક છે. બગીચામાં ફલે ઘણાં હોય છે, પણ પ્રત્યેકને પોતાની વિશેષતા હોય છે. ગુલાબની જેમ જ જઈ જૂઈ કે મગરે પિતાપિતાનું મહત્વ ધરાવે છે. રંગોળીના સાતે ય રંગમાં કઈ રંગ એકબીજાથી ઊતરતો હોતો નથી. પ્રત્યેક પિતાને સ્થાને વિશિષ્ટ છે. એવી જ રીતે, પૂ. તનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યને પણ પિતાપિતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પિતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને 5. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્ર. 59 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4