Page #1
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
યથાવામગુણ આચાર્યશ્રી મહાન તપેનિધિ હતા. દસ ચીજો વાપરવાને નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશમાં વિચરી, સમેતશિખરજી, ગિરનારજી, શત્રુજ્ય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી, કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા. છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પિતાને નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છેડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડોકટરોની ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિખે–પ્રશિષ્ય સાથે શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીના શિષ્યરત્નને–પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબેદવિજયજી ગણિ, મુનિશ્રી લબ્ધિવિજયજી (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઈચ્છા દર્શાવી કે, હે દાદા ! ભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થ– અને માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પિષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્ત, પાંચ મણકા બાકી રહેતાં નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપન સાકાર થયું ઃ પૂજ્યશ્રીની સમૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનિર્માણ થવા પામ્યું. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેક, ધર્મભાવનાને ઘાતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્ય, કર પ્રશિષ્ય અને ઘણું જ સાધ્વીજીઓને સમુદાય વર્તમાનમાં વિચરી રહ્યો છે એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કેટિશ વંદન!
(સંકલન : પૂ. મુનિશ્રી હેમચંદ્રવિજયજી મહારાજ)
પરમ શાસનપ્રભાવક, ધર્મધુવતારક, પ્રશાંતમૂતિ, વર્તમાન ગચ્છાધિપતિ
પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
વીસમી સદીના જૈનાચાર્યોમાં પ્રશાંતમૂર્તિ તરીકે અતિ આદરણીય સ્થાન પ્રાપ્ત કરનારા, અજાતશત્રુ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થયેલા વાત્સલ્યવારિધિ, કરુણામૂર્તિ, દીર્ઘદ્રષ્ટા, ધર્મધુવતારક પૂ. આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની ગુણગરિમા અમાપ છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૭૬ના ફાગણ વદ એકમને દિવસે થયે હતે. પિતાશ્રી પ્રતાપચંદભાઈનું વતન મારવાડ હતું, પણ વર્ષોથી મહેસાણામાં આવી વસ્યા હતા. પૂજ્યશ્રી નાનપણથી જ સુસંસ્કારોના સ્વામી હતા. જન્મનામ હતું પન્નાલાલ. પરંતુ માતા રતનબેનને તે તે રત્નમણિ કરતાં અધિક વહાલા
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો-ર
૪૬૩ હતા. પન્નાલાલ નાનપણથી જ ધર્મક્રિયામાં સવિશેષ રસ લેતા. દીનદુઃખી પ્રત્યે વાત્સલ્ય રાખતા. માતા પણ આ સંસ્કારને વિકસાવવામાં હંમેશાં તત્પરતા દાખવતી. પન્નાલાલના બીજા બે ભાઈઓ-શેષમલ અને હરિલાલ પણ ધાર્મિક અભ્યાસમાં એટલે જ રસ લેતા હતા. ધાર્મિક અભ્યાસમાં અને મુનિરાજનાં વ્યાખ્યાન અને ધર્મક્રિયાઓમાં સતત ચાપચ્યા રહેતા આ બંને ભાઈઓનાં હૈયે ધીમે ધીમે વૈરાગ્યભાવ ઊભરાવા લાગ્યો. સં. ૧૯૮૭માં પૂ. પં. શ્રી ભક્તિ વિજ્યજી મહારાજનું ચોમાસું મહેસાણા થયું. તેઓશ્રીની વૈરાગ્યઝરતી વાણી સાંભળવા માનવમહેરામણ ઊભરાતે બાળ પન્નાલાલ હંમેશાં વ્યાખ્યાન સાંભળવા અને ગુરુમહારાજના આશિષ લેવા જાય. પૂ. પં. શ્રી ભક્તિવિજયજી મહારાજે આ રત્નને પારખ્યું અને એક દિવસ તેને પૂછયું, “પન્નાલાલ! તારે દીક્ષા લેવી છે?” દીક્ષાનું નામ પડતાં જ પન્નાલાલ રાજીના રેડ થઈ ગયા! દીક્ષા લેવાની પોતાની ભાવનાને વ્યક્ત કરી. આ ભાવના જાણીને પૂ. ગુરુદેવ પણ બોલ્યા કે, “તું આચાર્ય થાય તેવો જ છે. માતાની રજા મળી. પણ એ જમાનામાં ગાયકવાડી રાજ્યમાં બાળદીક્ષાની મનાઈ હોવાથી અમદાવાદમાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના શુભ હસ્તે સં. ૧૯૮૭ના પ્રથમ અષાઢ વદ ૬ને દિવસે દેશીવાડાની પિળના જૈન ઉપાશ્રય ( વિદ્યાશાળા)માં ભાગવતી દીક્ષા થઈ અને ગુરુદેવની ભાવનાનુસાર નામ પાડયું “મુનિ પ્રેમવિજ્ય.
બાળમુનિ શ્રી પ્રેમવિજયજીનાં બે લક્ષ્ય હતાં : ૧. અધ્યયન અને ૨. વૈયાવચ્ચ. આથી થોડા જ વખતમાં તેઓશ્રી વિદ્વાન અને ભક્તિવાન બની ગયા. ભક્તિને ગુણ એ સરસ ખીલ્યા કે પરસમુદાયના આચાર્યો પણ પિતાના સાધુઓને ભક્તિના ઉદાહરણ રૂપે શ્રી પ્રેમવિજયજી મહારાજને દાખલો આપતા. તેઓશ્રીના મોટાભાઈનું નામ શેષમલજી હતું. તેમને પણ દીક્ષા લેવાની ઉત્કટ ભાવના થઈ અને સં. ૧૯૮૮ના પિષ વદ ૧૦ના શુભ દિવસે વિરમગામમાં પૂ. આ. શ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમની દીક્ષા થઈ અને નામ રાખ્યું મુનિશ્રી સુબોધવિજયજી. આત્મસાધનામાં સદાયે મસ્ત રહેતા આ મુનિવરેશ્રી પ્રેમવિજયજી અને શ્રી સુવિજયજીને યોગ્ય જાણી ગુરુમહારાજે એમને ગહન કરાવ્યાં અને પંન્યાસપદે આરૂઢ કર્યા. સં. ૨૦૧૦ના માગશર સુદ પાંચમે પંન્યાસપદવી થઈ. ત્યારથી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાને અનુવતીને બંને ગણિવર્યોએ શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. ૨૦૨૧માં ગેડીજી દેવસુર શ્રી સંઘના અતિ આગ્રહથી ચાતુર્માસ માટે મુંબઈ પધાર્યા. ત્યાં શાન્તિનાથ ભગવાનની અડ્ડમની આરાધનામાં ૧પ૦૦ ભાવિકે જોડાયા. મુંબઈમાં પ્રથમવાર જ અહંદુ મહાપૂજન ભણાવાયું અને બીજી પણ ઘણી આરાધનાઓ થઈ
તેઓશ્રીની શાસનપ્રભાવક શક્તિનો લાભ શાસનને પૂરેપૂર મળે તે માટે પૂ. ગુરુદેવશ્રીએ આચાર્યપદવી આપવાનો નિર્ણય કર્યો. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજને પિતાની ભાવના જણાવી. સં. ૨૦૧૪માં પૂજ્યશ્રીને ગુરુદેવને કાગળ મળ્યો કે, “હવે મારું શરીર કામ કરતું નથી. તમે આવી જાવ.” તરત જ પૂજ્યશ્રી ગુરુદેવની સેવામાં સમી પહોંચી ગયા. પૂ. ગુરુદેવની ભાવના અંતિમ આરાધના માટે શ્રી શંખેશ્વર તીર્થ જવાની હતી. તેથી ગુરુદેવશ્રીને ચેમાસા બાદ શંખેશ્વર મહાતીર્થે લઈ ગયા. ત્યાં તેઓશ્રીની અપૂર્વ ભક્તિ કરી. ગુરુદેવ ચાલી
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
४१४
શાસનપ્રભાવક
શકતા ન હતા. બે મુનિવર્યો હાથ પર બેસાડીને હંમેશાં દાદાના દર્શન લઈ જતા. ભમતીની બધી જ દેરીઓનાં દર્શન કરાવતા. આ સેવામાં પૂ. પં. શ્રી પ્રેમવિજ્યજી ઘણી વાર આખી રાત જાગતા. અંત સમયે પિતાને બધે વાર ગુરુદેવશ્રી પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજને સોંપતા ગયા. સ્થાપનાજી તથા આસન આપ્યાં. વાસક્ષેપ અને સૂરિમંત્ર સંપ્યા. કાળધર્મ પામતાં પહેલાં પૂ. ગુરુદેવશ્રીએ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજને ભલામણ કરી હતી કે, “મારા પ્રેમવિજયજીને તમે આચાર્યપદે આરૂઢ કરજે.” આથી તેઓશ્રીની આજ્ઞાને અનુવતીને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે વાસક્ષેપ કર્યો અને પાટણના શ્રીસંઘની હાજરીમાં મહોત્સવ પૂર્વક સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ના શુભ દિવસે પૂ. પં. શ્રી સુબોધવિજયજી મહારાજે આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. પાટણ ઉપર પૂજ્યશ્રીના ઘણા ઉપકાર છે. ઘણા પટ્ટણીએ. પૂજ્યશ્રીના પરમ ભક્ત છે. તેમના આગ્રહથી પૂજ્યશ્રીની આચાર્ય પદવી પાટણમાં થઈ
પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવને ગુણ અનુપમ કેટિને છે. હજારો ભાવિકોને એનો સાક્ષાત્કાર થયેલ છે કે, તીવ્ર ચિંતા અને ભારે ઉપાધિથી દબાયેલે માનવી જે ગુરુદેવને શરણે બેસે કે તરત જ મન-મગજ શાંત થઈ જાય. એમની એક દષ્ટિ પડતાં જ અસહ્ય દુઃખને પચાવી જવાની ગજબની શક્તિ માનવીમાં પ્રગટે છે. આ વાત્સલ્યભાવ સાથે પૂજ્યશ્રીમાં કાંચનમણિના સંગ સમે બીજો ભાવ પ્રશાંતપણાને છે. ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રી સદાય સૌમ્ય અને કરુણાની મૂર્તિ જ લાગતા હોય છે. તેને લીધે તેઓશ્રીની વાણી પણ મૃદુ, મધુર અને પ્રભાવક બની ગઈ છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં હજારો ભાવિકેનાં અંતર જીતી લેવાની અદ્દભુત શક્તિનાં દર્શન થાય છે. ઉપરાંત, પૂજ્યશ્રી ક્ષમાના ભંડાર છે. સામાન્યતઃ પૂજ્યશ્રીનું
વ્યક્તિત્વ જ એવું છે કે એમની આજ્ઞા કેઈ લોપે નહીં. પરંતુ કેઈ દુર્ભાગી જીવથી એવું કાર્ય થઈ જાય તે પૂજ્યશ્રી લક્ષમાં લે જ નહીં. પૂજયશ્રીને કદી કેઈને અપરાધ હૈયે વચ્ચે જ નથી! પૂજ્યશ્રીને આજે (સં. ૨૦૪૮) ૭૧ વર્ષની વયે પણ એટલી જ જ્ઞાનપિપાસા છે કે જેટલી નાનપણમાં હતી. તેઓશ્રીને આગના ઊંડા ભાવાર્થો ઉઘાડવાની અદમ્ય અભીપ્સા છે. નિશ્રાવતી સાધુઓને કમળ કળીની જેમ માવજતથી ભણાવીને તૈયાર કરવા તરફ પૂજ્યશ્રી વિશેષ લક્ષ આપે છે. સમુદાયના અધિપતિ હોવા છતાં નમ્રતાના અવતાર છે. જ્ઞાન અને ભક્તિના મહાસંગમ સમા પૂ. ગુરુદેવ લાખ ભાવિકેના ભાવપ્રાણના અને ધર્મભાવનાના આધારસ્તંભ છે.
પૂજ્યશ્રીના અને પૂ. આ. શ્રી વિજ્યસુબોધસૂરિજી મહારાજ - એ બાંધવબેલડીના સદુપદેશથી શ્રી શંખેશ્વર મહાતીર્થમાં, પૂ. ગુરુભગવંતની કાળધર્મભૂમિમાં સ્મારક નિમિત્તે શ્રી ભક્તિનગરનું વિશાળ જન થયું છે. તેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ મુખ્ય છે. પાર્શ્વનાથ પરમાત્માના ૧૦૮ તીર્થોના પ્રતીક રૂપ ૧૦૮ દેરીઓ તથા શાસનદેવ-દેવીઓ અને ગુરુમૂર્તિઓની દેરીએ મળીને ૧૧૨ દેવકુલિકાઓથી શોભતું મધ્યમાં મહાપ્રાસાદવાળું ભવ્ય દેરાસર નિર્માણ થયું છે. ૮૪૦૦૦ ચે. ફૂટમાં પથરાયેલા આ વિશાળ દેરાસરનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની પણ યોજના ઘડાઈ ચૂકી છે. આ ભક્તિનગરમાં બે ધર્મશાળાઓ, ભજનશાળાઓ, ગુરુકુળ, વિદ્યામંદિર, ઉપાશ્રયે, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ તથા સાધર્મિક બંધુઓના રહેઠાણ
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ શમણુભગવત-૨ પણ બની રહ્યાં છે. જૈનશાસનમાં વિક્રમની ૨૧મી સદીનું યાદગાર ભેંટણુંસંભારણું બની રહે તેવી આ અભૂતપૂર્વ યેજના છે. આ મહાપ્રાસાદની પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૪પના મહા સુદ પાંચમના શુભ દિવસે થઈ. અગિયાર દિવસને ભવ્ય મહોત્સવ ઉજવા. સવા લાખની માનવમેદનીએ આ પાવન પ્રસંગને લાભ લીધે. ઇતિહાસમાં આવી ભવ્ય અને સુવ્યવસ્થિત પ્રતિષ્ઠા છેલ્લા ઘણાં વર્ષોમાં થઈ નથી. આ મંગલ કાર્યમાં પણ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં દર્શન થતાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૨૦૪૪ના ચિત્ર માસમાં રાજનગર-અમદાવાદમાં પંકજ સોસાયટીના ઉપાશ્રયે થયેલા શ્રમણ સંમેલનમાં પણ આગેવાનીભર્યો ભાગ લીધે હોતે. વર્ષોથી ચાલતા પર્વ તિથિના ઝગડાઓને તાત્કાલિક ઉકેલ લાવવા જરૂરી હતું. કાયમી એકતા સધાય તે અત્યંત આવશ્યક હતું. પ્રવરસમિતિની આ બેઠકમાં પણ પૂજ્યશ્રીએ આ યક્ષપ્રશ્નને સર્વમાન્ય ઉકેલ લાવવામાં ઘણી મહેનત લીધી હતી. આજે પણ પોતાની પ્રચંડ પ્રતિભા અને પતિ પુણ્યાઈથી શાસનને અને સમુદાયને શોભાવી રહ્યા છે. પૂજ્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્ય શાસનપ્રભાવના કરતા વિચારી રહ્યા છે, જેમાં શિષ્ય - મુનિશ્રી કમલવિજ્યજી, સ્વ. મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી પદ્યવિજયજી, મુનિશ્રી ઉત્તમવિજયજી, મુનિશ્રી ચંદ્રશેનવિજયજી ગણિ, મુનિશ્રી રત્નશેખરવિજયજી તથા પ્રશિ - મુનિશ્રી પ્રકાશવિજયજી, મુનિશ્રી મહાનંદવિજયજી, મુનિશ્રી મનમોહનવિજયજી, મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી, મુનિશ્રી દેવચંદ્રવિજયજી, મુનિશ્રી હેમચંદ્રવિજયજી, મુનિશ્રી કુલચંદ્રવિજયજી, મુનિશ્રી અભયચંદ્રવિજ્યજી, મુનિશ્રી અણુમેલરત્નવિજયજી વગેરે છે. એવા પ્રશાંતમૂતિ કૃપાવતાર આચાર્યભગવંતને કેટિ કોટિ વંદન હજો ! (સંક્લનઃ પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ) દિક્ષાબેધદાતા, સુસંયમ સાધનિકચિત્ત, ક્રિયાક્ષ, યોગહનનિપુણ, સારાદિ પ્રેરણાપ્રવીણ અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ગગનમંડળમાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ ઘણું છે. એ સહુ પિતા પોતાની વિશિષ્ટતાઓ ધરાવે છે. ચંદ્ર પણ પ્રશસ્ય છે. મંગળ પણ મનમેહન છે, શુક પણ આકર્ષક છે. બગીચામાં ફલે ઘણાં હોય છે, પણ પ્રત્યેકને પોતાની વિશેષતા હોય છે. ગુલાબની જેમ જ જઈ જૂઈ કે મગરે પિતાપિતાનું મહત્વ ધરાવે છે. રંગોળીના સાતે ય રંગમાં કઈ રંગ એકબીજાથી ઊતરતો હોતો નથી. પ્રત્યેક પિતાને સ્થાને વિશિષ્ટ છે. એવી જ રીતે, પૂ. તનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યને પણ પિતાપિતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પિતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને 5. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્ર. 59 2010_04