________________
४१४
શાસનપ્રભાવક
શકતા ન હતા. બે મુનિવર્યો હાથ પર બેસાડીને હંમેશાં દાદાના દર્શન લઈ જતા. ભમતીની બધી જ દેરીઓનાં દર્શન કરાવતા. આ સેવામાં પૂ. પં. શ્રી પ્રેમવિજ્યજી ઘણી વાર આખી રાત જાગતા. અંત સમયે પિતાને બધે વાર ગુરુદેવશ્રી પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજને સોંપતા ગયા. સ્થાપનાજી તથા આસન આપ્યાં. વાસક્ષેપ અને સૂરિમંત્ર સંપ્યા. કાળધર્મ પામતાં પહેલાં પૂ. ગુરુદેવશ્રીએ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજને ભલામણ કરી હતી કે, “મારા પ્રેમવિજયજીને તમે આચાર્યપદે આરૂઢ કરજે.” આથી તેઓશ્રીની આજ્ઞાને અનુવતીને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે વાસક્ષેપ કર્યો અને પાટણના શ્રીસંઘની હાજરીમાં મહોત્સવ પૂર્વક સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ના શુભ દિવસે પૂ. પં. શ્રી સુબોધવિજયજી મહારાજે આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. પાટણ ઉપર પૂજ્યશ્રીના ઘણા ઉપકાર છે. ઘણા પટ્ટણીએ. પૂજ્યશ્રીના પરમ ભક્ત છે. તેમના આગ્રહથી પૂજ્યશ્રીની આચાર્ય પદવી પાટણમાં થઈ
પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવને ગુણ અનુપમ કેટિને છે. હજારો ભાવિકોને એનો સાક્ષાત્કાર થયેલ છે કે, તીવ્ર ચિંતા અને ભારે ઉપાધિથી દબાયેલે માનવી જે ગુરુદેવને શરણે બેસે કે તરત જ મન-મગજ શાંત થઈ જાય. એમની એક દષ્ટિ પડતાં જ અસહ્ય દુઃખને પચાવી જવાની ગજબની શક્તિ માનવીમાં પ્રગટે છે. આ વાત્સલ્યભાવ સાથે પૂજ્યશ્રીમાં કાંચનમણિના સંગ સમે બીજો ભાવ પ્રશાંતપણાને છે. ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રી સદાય સૌમ્ય અને કરુણાની મૂર્તિ જ લાગતા હોય છે. તેને લીધે તેઓશ્રીની વાણી પણ મૃદુ, મધુર અને પ્રભાવક બની ગઈ છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં હજારો ભાવિકેનાં અંતર જીતી લેવાની અદ્દભુત શક્તિનાં દર્શન થાય છે. ઉપરાંત, પૂજ્યશ્રી ક્ષમાના ભંડાર છે. સામાન્યતઃ પૂજ્યશ્રીનું
વ્યક્તિત્વ જ એવું છે કે એમની આજ્ઞા કેઈ લોપે નહીં. પરંતુ કેઈ દુર્ભાગી જીવથી એવું કાર્ય થઈ જાય તે પૂજ્યશ્રી લક્ષમાં લે જ નહીં. પૂજયશ્રીને કદી કેઈને અપરાધ હૈયે વચ્ચે જ નથી! પૂજ્યશ્રીને આજે (સં. ૨૦૪૮) ૭૧ વર્ષની વયે પણ એટલી જ જ્ઞાનપિપાસા છે કે જેટલી નાનપણમાં હતી. તેઓશ્રીને આગના ઊંડા ભાવાર્થો ઉઘાડવાની અદમ્ય અભીપ્સા છે. નિશ્રાવતી સાધુઓને કમળ કળીની જેમ માવજતથી ભણાવીને તૈયાર કરવા તરફ પૂજ્યશ્રી વિશેષ લક્ષ આપે છે. સમુદાયના અધિપતિ હોવા છતાં નમ્રતાના અવતાર છે. જ્ઞાન અને ભક્તિના મહાસંગમ સમા પૂ. ગુરુદેવ લાખ ભાવિકેના ભાવપ્રાણના અને ધર્મભાવનાના આધારસ્તંભ છે.
પૂજ્યશ્રીના અને પૂ. આ. શ્રી વિજ્યસુબોધસૂરિજી મહારાજ - એ બાંધવબેલડીના સદુપદેશથી શ્રી શંખેશ્વર મહાતીર્થમાં, પૂ. ગુરુભગવંતની કાળધર્મભૂમિમાં સ્મારક નિમિત્તે શ્રી ભક્તિનગરનું વિશાળ જન થયું છે. તેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ મુખ્ય છે. પાર્શ્વનાથ પરમાત્માના ૧૦૮ તીર્થોના પ્રતીક રૂપ ૧૦૮ દેરીઓ તથા શાસનદેવ-દેવીઓ અને ગુરુમૂર્તિઓની દેરીએ મળીને ૧૧૨ દેવકુલિકાઓથી શોભતું મધ્યમાં મહાપ્રાસાદવાળું ભવ્ય દેરાસર નિર્માણ થયું છે. ૮૪૦૦૦ ચે. ફૂટમાં પથરાયેલા આ વિશાળ દેરાસરનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની પણ યોજના ઘડાઈ ચૂકી છે. આ ભક્તિનગરમાં બે ધર્મશાળાઓ, ભજનશાળાઓ, ગુરુકુળ, વિદ્યામંદિર, ઉપાશ્રયે, બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ તથા સાધર્મિક બંધુઓના રહેઠાણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org