Book Title: Vijay Premsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શાસનપ્રભાવક યથાવામગુણ આચાર્યશ્રી મહાન તપેનિધિ હતા. દસ ચીજો વાપરવાને નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશમાં વિચરી, સમેતશિખરજી, ગિરનારજી, શત્રુજ્ય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી, કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા. છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પિતાને નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છેડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડોકટરોની ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિખે–પ્રશિષ્ય સાથે શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીના શિષ્યરત્નને–પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબેદવિજયજી ગણિ, મુનિશ્રી લબ્ધિવિજયજી (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઈચ્છા દર્શાવી કે, હે દાદા ! ભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થ– અને માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પિષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્ત, પાંચ મણકા બાકી રહેતાં નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપન સાકાર થયું ઃ પૂજ્યશ્રીની સમૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનિર્માણ થવા પામ્યું. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેક, ધર્મભાવનાને ઘાતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્ય, કર પ્રશિષ્ય અને ઘણું જ સાધ્વીજીઓને સમુદાય વર્તમાનમાં વિચરી રહ્યો છે એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કેટિશ વંદન! (સંકલન : પૂ. મુનિશ્રી હેમચંદ્રવિજયજી મહારાજ) પરમ શાસનપ્રભાવક, ધર્મધુવતારક, પ્રશાંતમૂતિ, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના જૈનાચાર્યોમાં પ્રશાંતમૂર્તિ તરીકે અતિ આદરણીય સ્થાન પ્રાપ્ત કરનારા, અજાતશત્રુ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થયેલા વાત્સલ્યવારિધિ, કરુણામૂર્તિ, દીર્ઘદ્રષ્ટા, ધર્મધુવતારક પૂ. આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની ગુણગરિમા અમાપ છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૭૬ના ફાગણ વદ એકમને દિવસે થયે હતે. પિતાશ્રી પ્રતાપચંદભાઈનું વતન મારવાડ હતું, પણ વર્ષોથી મહેસાણામાં આવી વસ્યા હતા. પૂજ્યશ્રી નાનપણથી જ સુસંસ્કારોના સ્વામી હતા. જન્મનામ હતું પન્નાલાલ. પરંતુ માતા રતનબેનને તે તે રત્નમણિ કરતાં અધિક વહાલા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4