Book Title: Vijay Omkarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૮૮ શાસનપ્રભાવક કેવી કડકડાટ વાંચે છે ! બસ એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલે જ ઉત્તર આપ્યું, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચન ધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદ પૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી ! તેઓશ્રી સરળ, રેચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાક સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનને લ્હાવે હતો ! પિતાના ભિન્ન ભિન્ન અનુભવે વાર્તાલાપમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતા. પૂજ્યશ્રીની સપ્રમાણ, ગૌર દેહયષ્ટિ પહેલી જ નજરે દર્શકના ચિત્તમાં અને ખી છાપ મૂકી જતી. મરક મરક થતા એઠે પરથી મીઠા શબ્દો વહેતા. ભવ્ય લલાટ અને પ્રભાવશાળી ને દર્શકને પિતાના તરફ ખેંચી રાખતા. મૂંઝવતા પ્રશ્નોની આરપાર જઈને તેને ઉકેલ લાવવાની તેઓશ્રીની કુશાગ્ર મેધાથી લેકે ખૂબ પ્રભાવિત થતા. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયૐકાસૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાવસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તે, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગ્રહના રૂપમાં સ્વીકાર્યો હતે. ડીસા-વાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લેકમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલય અને ઉપાશ્રયે થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હેડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છરી પાલિત સંઘ, ઉપધાને, પ્રતિષ્ઠાએ, અંજનશલાકા, દીક્ષાઓ ઈત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જેનેતો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચન સાંભળી પ્રસન્ન થતા, અને નિયમે ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકે ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જેવા એ લ્હા હતા. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમ પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવે પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની મળવાની સાથે સાથે વજાની કઠેરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીના ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વાર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે ! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંધ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સેનેરી શિખર બની રહ્યું! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3