Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતે-૨
૧૮૭ તાવ આવ્યો છે?” “ હા. સામાન્ય છે.” એમ જવાબ આપે. મા તે ૧૦૦ ડિગ્રી ! આવી હતી તેઓશ્રીની સહનશીલતા. સંયમી જીવનમાં દેષ ન લાગે તે માટે ઘણા સાવધ રહેતા. જેસલમેર જેવા વિકટ અને વિષમ ક્ષેત્રનો વિહાર પણ કઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના, કરેલ. જેસલમેરના રાજા આ જાણી તાજુબ થઈ ગયા હતા! વિનંતિ કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળે અને વિનંતિ કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલંક્તિ ન કરશે. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી. પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઈલને ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પિકરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૧૪ વર્ષને સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની-તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન !
બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત; સંધ-એકતાના સંયોજક,
ક્ષમતા–મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરી દેવ પૂ. આચાર્ય શ્રી વિજય ઓમકારસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈને કુળમાં, માતા કંકુબેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. સંસારી નામ ચીનુભાઈ હતું. ૧૧ વર્ષની કેમ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારે ઊભરાઈ આવ્યા અને ચીનુકુમારે બાળમુનિ ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમપિત કર્યું ! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્છમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. “કારવિજય”ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પિતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જેવી એ એક ધન્ય દશ્ય હતું ! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તે બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી મૂંઝાયા. પરંતુ ગુરુદેવનાં વચનેને “તહત્તિ” કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનને જ પણ અનુભવ ન હતા. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમ પૃચ્છા
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શાસનપ્રભાવક કેવી કડકડાટ વાંચે છે ! બસ એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલે જ ઉત્તર આપ્યું, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચન ધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદ પૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી ! તેઓશ્રી સરળ, રેચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાક સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનને લ્હાવે હતો ! પિતાના ભિન્ન ભિન્ન અનુભવે વાર્તાલાપમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતા.
પૂજ્યશ્રીની સપ્રમાણ, ગૌર દેહયષ્ટિ પહેલી જ નજરે દર્શકના ચિત્તમાં અને ખી છાપ મૂકી જતી. મરક મરક થતા એઠે પરથી મીઠા શબ્દો વહેતા. ભવ્ય લલાટ અને પ્રભાવશાળી ને દર્શકને પિતાના તરફ ખેંચી રાખતા. મૂંઝવતા પ્રશ્નોની આરપાર જઈને તેને ઉકેલ લાવવાની તેઓશ્રીની કુશાગ્ર મેધાથી લેકે ખૂબ પ્રભાવિત થતા. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયૐકાસૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાવસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તે, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગ્રહના રૂપમાં સ્વીકાર્યો હતે. ડીસા-વાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લેકમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલય અને ઉપાશ્રયે થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હેડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છરી પાલિત સંઘ, ઉપધાને, પ્રતિષ્ઠાએ, અંજનશલાકા, દીક્ષાઓ ઈત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જેનેતો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચન સાંભળી પ્રસન્ન થતા, અને નિયમે ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકે ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જેવા એ લ્હા હતા. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમ પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવે પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની મળવાની સાથે સાથે વજાની કઠેરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીના ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વાર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે ! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંધ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સેનેરી શિખર બની રહ્યું!
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંતે-૨ સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાને અનુભવ કરતા હતા. સાંજે છેડે આરામ લાગવાથી પ્રતિક્રમણ શરૂ કરાવ્યું. સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. અભુઠ્ઠિઓ જાતે ખાયે. બે લેગસ્સને કાઉસ શરૂ કર્યો અને કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજયશ્રી રાત્રિના 8-30 કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘ અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, અનેકેને પ્રેરણાના પીયૂષ પાનારા અને વાત્સલ્યને ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. સકળ જેનસમાજને શ્રીમના જવાથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એવા સમર્થ સૂરિવરને કટિ કેટિ વંદન ! (“જેન” પત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.) ધીરતા અને સમતાના સાગર; સદગુણોના ભંડાર પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૫૮ના પિોષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણુ નજીક ધીણોજ મુકામે શેઠશ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબેનની રત્નકુક્ષિએ પૂજ્યશ્રીને જન્મ થયો. તેમનું સંસારી નામ ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેન હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શેભાયમાન અને દેદીપ્યમાન જિનમંદિર અને ઉપાશ્રયેના સાંનિધ્યે તેમને ધર્મના સંસ્કાર મળ્યા હતા. છતાં સંસારી આસક્તિ ધરાવતા કુટુંબીજનેની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ. પરંતુ ભાઈલાલભાઈને અંતરાત્મા તે પહેલેથી જ વૈરાગ્યવાસિત હતા. એવામાં સં. ૧૯૮૦માં ગામમાં ચાતુર્માસ બિરાજમાન સંયમયેગી પૂ. શ્રી મેતવિજયજી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ ચોમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ માતાપિતાને વિરોધ હતે. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય ન હતું. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હોવાને લીધે તેમણે આખી જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છેડી દીધો અને અમદાવાદ નાગજી ભૂધરની પળે આવીને વસ્યા. ત્યાં નોકરી સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ-ચેવિહાર આદિ માટે વહેલાં નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસોએ રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં 2010_04