SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાને અનુભવ કરતા હતા. સાંજે છેડે આરામ લાગવાથી પ્રતિક્રમણ શરૂ કરાવ્યું. સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. અભુઠ્ઠિઓ જાતે ખાયે. બે લેગસ્સને કાઉસ શરૂ કર્યો અને કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજયશ્રી રાત્રિના 8-30 કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘ અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, અનેકેને પ્રેરણાના પીયૂષ પાનારા અને વાત્સલ્યને ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. સકળ જેનસમાજને શ્રીમના જવાથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એવા સમર્થ સૂરિવરને કટિ કેટિ વંદન ! (“જેન” પત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.) ધીરતા અને સમતાના સાગર; સદગુણોના ભંડાર પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૫૮ના પિોષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણુ નજીક ધીણોજ મુકામે શેઠશ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબેનની રત્નકુક્ષિએ પૂજ્યશ્રીને જન્મ થયો. તેમનું સંસારી નામ ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેન હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શેભાયમાન અને દેદીપ્યમાન જિનમંદિર અને ઉપાશ્રયેના સાંનિધ્યે તેમને ધર્મના સંસ્કાર મળ્યા હતા. છતાં સંસારી આસક્તિ ધરાવતા કુટુંબીજનેની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ. પરંતુ ભાઈલાલભાઈને અંતરાત્મા તે પહેલેથી જ વૈરાગ્યવાસિત હતા. એવામાં સં. ૧૯૮૦માં ગામમાં ચાતુર્માસ બિરાજમાન સંયમયેગી પૂ. શ્રી મેતવિજયજી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ ચોમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ માતાપિતાને વિરોધ હતે. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય ન હતું. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હોવાને લીધે તેમણે આખી જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છેડી દીધો અને અમદાવાદ નાગજી ભૂધરની પળે આવીને વસ્યા. ત્યાં નોકરી સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ-ચેવિહાર આદિ માટે વહેલાં નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસોએ રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249124
Book TitleVijay Omkarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size120 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy