Book Title: Vijay Omkarsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવતે-૨ ૧૮૭ તાવ આવ્યો છે?” “ હા. સામાન્ય છે.” એમ જવાબ આપે. મા તે ૧૦૦ ડિગ્રી ! આવી હતી તેઓશ્રીની સહનશીલતા. સંયમી જીવનમાં દેષ ન લાગે તે માટે ઘણા સાવધ રહેતા. જેસલમેર જેવા વિકટ અને વિષમ ક્ષેત્રનો વિહાર પણ કઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના, કરેલ. જેસલમેરના રાજા આ જાણી તાજુબ થઈ ગયા હતા! વિનંતિ કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળે અને વિનંતિ કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલંક્તિ ન કરશે. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી. પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઈલને ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પિકરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૧૪ વર્ષને સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાની-તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન ! બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત; સંધ-એકતાના સંયોજક, ક્ષમતા–મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરી દેવ પૂ. આચાર્ય શ્રી વિજય ઓમકારસૂરીશ્વરજી મહારાજ ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈને કુળમાં, માતા કંકુબેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. સંસારી નામ ચીનુભાઈ હતું. ૧૧ વર્ષની કેમ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારે ઊભરાઈ આવ્યા અને ચીનુકુમારે બાળમુનિ ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમપિત કર્યું ! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્છમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. “કારવિજય”ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પિતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જેવી એ એક ધન્ય દશ્ય હતું ! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તે બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી મૂંઝાયા. પરંતુ ગુરુદેવનાં વચનેને “તહત્તિ” કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનને જ પણ અનુભવ ન હતા. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમ પૃચ્છા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3