Book Title: Vijay Kastursuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૭૨ શાસનપ્રભાવક નિષ્ફળતા મળતી. અને પિતાના પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રેરણાના સહારે તેઓશ્રી જ્યારે ભણવા માટે કંઈક પગભર થવા માંડયા ત્યારે તેમને અધ્યયન અંગે જોઈતી તમામ સામગ્રીની પ્રતિકૂળતા વેઠવાની આવી. પરંતુ ટાંચાં સાધન અને મંદ ક્ષયોપશમ છતાં તેઓશ્રીએ જે પુરુષાર્થ કર્યો, જે કષ્ટ વેઠ્યાં તે અજોડ છે. છેવટે ધાર્યું પરિણામ નિપજાવ્યું. આ સર્વ એમના જેવા કેઈક વીરલાથી જ બને એવી વાત છે! પિતાના આ અનુભવમાંથી બોધપાઠ પામીને જ હેય તેમ, તેઓશ્રી પણ, જ્યારથી પિતે (જ્ઞાનસાધનામાં) પગભર થયા ત્યારથી માંડીને જીવનના અંતિમ શ્વાસ સુધી પિતાના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને જ્ઞાનસાધના કરવાની પ્રેરણા સતત આપ્ટે જતા અને એ માટે જે જીવને જે પ્રકારની સહાય અપેક્ષિત હોય તે પૂરી પાડવા પ્રયત્નશીલ રહેતા. એમનું જીવન દીવા જેવું હતું. જેમ એક દીવાથી અનેક દીવા પ્રગટી શકે, તેમ પૂજ્યશ્રીના જીવનદષ્ટાંતમાંથી અનેક જીવોને પ્રેરણા મળી છે. તેમ છતાં, જીવનમાં ક્યારેય પાંડિત્ય બાબત દેખાવ કરે. કીર્તિનામનાના મેહમાં ખેંચાવું, પિતાને મહિમા વધારવા આડંબરે રચવાં—એ તેઓશ્રીના સ્વભાવમાં જ ન હતું. બલ્ક, શ્રતજ્ઞાન પ્રતિ વધુ ને વધુ કૃતજ્ઞતા દાખવતા. પૂજ્યશ્રીનો આ વિશિષ્ટતમ ગુણ હતો. શ્રમણસંઘના ચિંતામણિરત્ન સમાન આ દિવ્ય વિભૂતિને પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને સૂરિપદ જેવા એક એકથી ચડિયાતાં બધાં પદો પિતાને ધન્ય બનાવવા તેમની પાસે આવ્યાં હતાં ! પૂજ્યશ્રીની પદવીઓની જેમ જ, તેમની સતત વધતી રહેલી શિષ્ય-પ્રશિષ્યની સંપદાની વિગતે પણ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. તેમણે ૬૫ ઉપરાંત શિષ્ય-પ્રશિષ્ય શાસનને ભેટ આપ્યા છે. એમાંના ૯ તે વિદ્વાન આચાર્યો છે. અને બીજા પદવીરો પણ અનેક છે. છતાં શિષ્યનેહથી તેઓશ્રી જળકમળ જેમ અલિપ્ત રહ્યા હતા. પદવીઓની જેમ શિષ્ય-પ્રશિષ્ય પણ તેમને અનાયાસે અને આપમેળે જ આવી મળ્યા હતા, એમ લાગે છે. સતયુગના કોઈ સંતપુરુષ અહીં કળિયુગમાં ઊતરી આવ્યા હોય તેમ, નિખાલસતા, ઋજુતા અને ભદ્રિકતાને કારણે તેઓશ્રીએ પર સમુદાયના અનેક સૂરિવરે અને મુનિવરેનાં હદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિરભિમાની પૂ. ધર્મરાજાને પોતાના પરમોપકારી ગુરુદેવશ્રી પ્રત્યેને આત્મસમર્પણભાવ ઉચ્ચ કોટિને હતા. તેમની અપાર કૃપાવર્ષાને પરિણામે પ્રાપ્ત થયેલી અણમોલ સંપદાના ત્રણને યત્કિંચિત્ અદા કરવાને અનુમોદનીય પ્રયાસ કર્યો. આવી ઉત્કટ ગુરુનિટની ધરી ઉપર અવલંબતા સ્વાધ્યાય અને સાધનાના નૈછિક ચક્રયુગલ પર વિશુદ્ધ સંયમને તેજવી રથ મુક્તિમાર્ગના મંગલ પથ પર દોડાવી શક્યા, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. શાસનોદ્યોતક પાવન પ્રસંગે : સૂરિમંત્ર-સાધક પૂજ્યપાદ ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ સમવસરણસ્થ ભાવ જિનેશ્વરના દર્શન કર્યા અને આવું કઈ પવિત્ર સ્થાન સમવસરણ જેવું બને તેવી ઝંખના થઈ અને તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજયજી (હાલ પૂ. આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લા ૧૫ વર્ષથી ભારે જહેમત ઉઠાવી તથા પિતાના ગુરુબંધુ (સંસારી મટાભાઈ) પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4