Page #1
--------------------------------------------------------------------------
________________
Co
ઉપર તત્ત્વમેાધિની વૃત્તિ વગેરે અહુશ્રુત પૂર્વાચાર્યાં ભગવંતેની રીતે કર્યું છે. ધર્માંશાસ્ત્રમાં વિસ્તારી છે.
C
શાસનપ્રભાવક
વૃત્તિએ રચી છે. ‘ નયગોચર ‘ભ્રમનિવારણમ્ ' દ્વારા નયસ બધે વ્યાખ્યાનુ' સમુદ્ઘાટન અને એમાં થતા ભ્રમનું નિવારણ સુંદર તત્ત્વાત્રિસૂત્રિ પ્રકાશિકા ’ રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે
સાહિત્યરસિક
કવિ ધનપાલરચિત ‘ તિલકમાંજરી' ઉપરની પરાગ ટીકા તે આચાય શ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાયના સ્થાપન કાવ્યાનુશાસન ’ ઉપર નાનક ટીકા અને • છંદાનુશાસન ’ઉપર પ્રદ્યોત નામક ટીકા તેએશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયક છે. સ્થાપ દેવશુČષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુદર રીતે ગૂંચ્યું છે. દૂચક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્ધાંગાંબીયાંસી હાંસીને ભર્યો છે.
)
જ્ઞાન–વૈગ્યની સૌમ્યમૂર્તિ, પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનગભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતે-દલીલેથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાસ્ત્રાનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહા પૂક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતા આચાર્ય શ્રીને કેટિ કેટિ વંદના.
( સંકલન - જૈન ”ના તા. ૧૪-૩-૬૪ના અંકમાંથી સાભાર. )
2010_04
$
સસ પદાના ઋણને અદા કરવા પોતાના પરમેપકારી ગુરુદેવ પ્રત્યેના જેમના સમર્પણભાવ ઉચ્ચ કેટિન હતો એવા પ્રાકૃતવિશારદ ધર્માંરાજા
પૂ. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ
અહુરત્ના વસુધરા : જગતના જીવાને અભયમાર્ગ તેમ જ મુક્તિમાગ દાતા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માએથી મઘમઘતુ અને તે ધર્માત્માઓની જિનશાસન– પ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ ધમરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચેક પાસેની ખેતરપાળની પાળમાં રહેતા ફતેચંદ મનસુખલાલ કીનખાબવાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતાં પિતા અમીચંદ્રભાઈ અને માતા અખાબેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પોષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવના જન્મ થયેા હતેા. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિક્રમની વીસમી સદીના વયે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર‰ સ’ધસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ( બાપજી મ. સા. ) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મ સ ંસ્કારની પરંપરાની જાળવણી વડીલેા સજાગ થઈ કરતા હોય
Page #2
--------------------------------------------------------------------------
________________
કપ
શ્રમણભગવંતો-ર ત્યાં તેમનાં બાળકેમાં એ સંસ્કાર પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારને બળે તથા જન્મજન્માક્તરની કઈ અનેખી સાધનાને જેરે કાંતિલાલને ધર્મરાગ, વૈરાગ્યરંગ બાલ્યાવસ્થામાં જ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે જ હતો. તિભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજને સાથે તે સંસ્કારે વિશેષ રીતે પાંગવા માંડ્યા. અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા શ્યા
- પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ: પારસમણિને સ્પર્શ તે લેહને સુવર્ણ બનાવે, પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ ન લાવે? એક સુભાગી દિને પૂ. શાસનસમ્રાટથી આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ– પાંજરાપોળના ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ સાથે કાંતિલાલને સત્સંગ ચાલ્ય. એ પવિત્ર પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના શુભ દિને, ભવિષ્યના શાસનતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના માવલી સ્ટેશન પાસે ગધૂમ ક્ષેત્રમાં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છેડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પિતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તુરવિજયજી નામે ઘોષિત કર્યા
સાધનામય જીવનઃ ૧૯ વર્ષની યુવાનીમાં સંયમ સ્વીકાર્યા બાદ, સંયમદાતા ગુરુદેવશ્રીની નિશ્રામાં જ્ઞાન-તપ-વિનય–વૈયાવચ્ચ-ભક્તિ-સ્વાધ્યાયની તીવ્રતા અને નિષ્ઠાપૂર્વક ગુરુચરણસેવાનું સુમધુર ફળ પૂ. મુનિશ્રી મેળવવા લાગ્યા. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ-સમતા–સ્વાધ્યાય–સ તેષ–સાદાઈ–સરળતા વગેરે સુસંસ્કારોનું સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્નાદિકની કૃપાવથી પરિપ્લાવિત થઈ ગયા. તેથી જ તે, સહજ રીતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રતભક્તિ અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણી સંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થશે. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનજીવન આપ્યું. અને તેઓશ્રી પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મજ્ઞ અને આગમજ્ઞાતા બન્યા. પોતાના સુવિશાળ જ્ઞાન દ્વારા પ્રાકૃતમાં પાઈવ વિન્નણ કહા, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, સિરિજબૂરવામી ચર્ચાિ, સિરિ વિજયચંદ કેવલિ ચરિય, આરામસેહા કહા, સિરિ ઉસહનાહચરિયું તેમ જ સંસ્કૃતમાં પંચ નમસ્કાર સ્તવવૃત્તિ, સૂર્યસહસ્રનામમાળા, ચતુર્વિશતિ જિનસ્તવવૃત્તિ, અભિધાનચિંતામણિ કેષ, ચંદ્રોદયટીકા વગેરે અને ગુજરાતીમાં "પણ શ્રાવક ધર્મવિધાન, વિનયસૌરભ, પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ ૧-૨, સાતાપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વગેરે ૩૯ પુસ્તકોનું સંપાદન, સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી જ્ઞાનગંગાને પ્રજાને સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. વધુ નોંધપાત્ર અને આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે તેઓશ્રીને પિતાના પ્રારંભિક મુનિજીવનમાં એક દિવસની અધી ગાથા કરવામાં તનતોડ પરિશ્રમ કરવો પડતે તે ચ
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૭૨
શાસનપ્રભાવક
નિષ્ફળતા મળતી. અને પિતાના પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રેરણાના સહારે તેઓશ્રી જ્યારે ભણવા માટે કંઈક પગભર થવા માંડયા ત્યારે તેમને અધ્યયન અંગે જોઈતી તમામ સામગ્રીની પ્રતિકૂળતા વેઠવાની આવી. પરંતુ ટાંચાં સાધન અને મંદ ક્ષયોપશમ છતાં તેઓશ્રીએ જે પુરુષાર્થ કર્યો, જે કષ્ટ વેઠ્યાં તે અજોડ છે. છેવટે ધાર્યું પરિણામ નિપજાવ્યું. આ સર્વ એમના જેવા કેઈક વીરલાથી જ બને એવી વાત છે! પિતાના આ અનુભવમાંથી બોધપાઠ પામીને જ હેય તેમ, તેઓશ્રી પણ, જ્યારથી પિતે (જ્ઞાનસાધનામાં) પગભર થયા ત્યારથી માંડીને જીવનના અંતિમ શ્વાસ સુધી પિતાના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને જ્ઞાનસાધના કરવાની પ્રેરણા સતત આપ્ટે જતા અને એ માટે જે જીવને જે પ્રકારની સહાય અપેક્ષિત હોય તે પૂરી પાડવા પ્રયત્નશીલ રહેતા. એમનું જીવન દીવા જેવું હતું. જેમ એક દીવાથી અનેક દીવા પ્રગટી શકે, તેમ પૂજ્યશ્રીના જીવનદષ્ટાંતમાંથી અનેક જીવોને પ્રેરણા મળી છે. તેમ છતાં, જીવનમાં ક્યારેય પાંડિત્ય બાબત દેખાવ કરે. કીર્તિનામનાના મેહમાં ખેંચાવું, પિતાને મહિમા વધારવા આડંબરે રચવાં—એ તેઓશ્રીના સ્વભાવમાં જ ન હતું. બલ્ક, શ્રતજ્ઞાન પ્રતિ વધુ ને વધુ કૃતજ્ઞતા દાખવતા. પૂજ્યશ્રીનો આ વિશિષ્ટતમ ગુણ હતો. શ્રમણસંઘના ચિંતામણિરત્ન સમાન આ દિવ્ય વિભૂતિને પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને સૂરિપદ જેવા એક એકથી ચડિયાતાં બધાં પદો પિતાને ધન્ય બનાવવા તેમની પાસે આવ્યાં હતાં !
પૂજ્યશ્રીની પદવીઓની જેમ જ, તેમની સતત વધતી રહેલી શિષ્ય-પ્રશિષ્યની સંપદાની વિગતે પણ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. તેમણે ૬૫ ઉપરાંત શિષ્ય-પ્રશિષ્ય શાસનને ભેટ આપ્યા છે. એમાંના ૯ તે વિદ્વાન આચાર્યો છે. અને બીજા પદવીરો પણ અનેક છે. છતાં શિષ્યનેહથી તેઓશ્રી જળકમળ જેમ અલિપ્ત રહ્યા હતા. પદવીઓની જેમ શિષ્ય-પ્રશિષ્ય પણ તેમને અનાયાસે અને આપમેળે જ આવી મળ્યા હતા, એમ લાગે છે. સતયુગના કોઈ સંતપુરુષ અહીં કળિયુગમાં ઊતરી આવ્યા હોય તેમ, નિખાલસતા, ઋજુતા અને ભદ્રિકતાને કારણે તેઓશ્રીએ પર સમુદાયના અનેક સૂરિવરે અને મુનિવરેનાં હદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિરભિમાની પૂ. ધર્મરાજાને પોતાના પરમોપકારી ગુરુદેવશ્રી પ્રત્યેને આત્મસમર્પણભાવ ઉચ્ચ કોટિને હતા. તેમની અપાર કૃપાવર્ષાને પરિણામે પ્રાપ્ત થયેલી અણમોલ સંપદાના ત્રણને યત્કિંચિત્ અદા કરવાને અનુમોદનીય પ્રયાસ કર્યો. આવી ઉત્કટ ગુરુનિટની ધરી ઉપર અવલંબતા સ્વાધ્યાય અને સાધનાના નૈછિક ચક્રયુગલ પર વિશુદ્ધ સંયમને તેજવી રથ મુક્તિમાર્ગના મંગલ પથ પર દોડાવી શક્યા, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
શાસનોદ્યોતક પાવન પ્રસંગે : સૂરિમંત્ર-સાધક પૂજ્યપાદ ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ સમવસરણસ્થ ભાવ જિનેશ્વરના દર્શન કર્યા અને આવું કઈ પવિત્ર સ્થાન સમવસરણ જેવું બને તેવી ઝંખના થઈ અને તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજયજી (હાલ પૂ. આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લા ૧૫ વર્ષથી ભારે જહેમત ઉઠાવી તથા પિતાના ગુરુબંધુ (સંસારી મટાભાઈ) પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંતો-૨ મહારાજ મુહૂર્તાદિમાં સંપૂર્ણ સહકાર આપી, સમવસરણની એ ઝંખનાને સાકાર બનાવી છે. તેમ જ બને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવના છેલ્લાં 32 વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણ સંપાદન કર્યા છે. અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ અનુભવી રહ્યા છે. પૂ. ધર્મરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈમાટુંગા, સુરત, ભાવનગર, સાબરમતી આદિ સ્થળેએ અંજનશલાકા ઉ ઊજવાયા છે. અને મુંબઈમાટુંગા, ચોપાટી, પ્રાર્થના સમાજ, કુલ, નેમિનાથજી (પાયધુની ), કેટ તેમ જ સુરત–શાહ પર, વડાચૌટા, ગોપીપુરા, છાપરીયા શેરી, દેસાઈ પિળ, કીમ, ભાવનગર-સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા અમદાવાદસાબરમતી, સરખેજ, લીંબડી અને છેલે તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણ કળશની જેમ પાલીતાણા-સિદ્ધગિરિ ઉપર નવનિર્મિત બાવન દેવકુલિકાઓથી અત્યંત શોભાયમાન જિનપ્રસાદમાં 204 પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યું. એટલે પિતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર એથે આરો પ્રવર્તતે હેય તેમ સર્વને લાગતું. જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય વિભૂતિની સેજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગને હુમલો થયો. મરણસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્તે વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે સર્વ શ્રમણભગવંતે, સંઘના આગેવાનો તથા ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા. જ્યારે બીજી બાજુ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતે જતો હતે. પૂજ્યશ્રીને " હું અહં નમઃ ને જાપ ચાલુ જ હતા. જાણે જીવનપર્યત કરેલી ગુરુસેવા, તપાસના અને શાસનોપાસના જ ન હોય શું ! વહેલી સવારે 4 ક્લાક અને 02 મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તે તેમની નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાને તેજ-ચળકાટ ચિમેર પ્રસરીને સૌને આંસુભીના કરી ગયો ! જીવનના અંતિમ શ્વાસ સુધી આત્માના રોમે રોમ જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતુટ સ્નેહ, સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના એ સર્વનું પ્રેરણા પરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સેજિત્રા મુકામે સલ સંધના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ સિદ્ધાંત મહોદધિ, ગુણગાંભીર્ય નિધિ, શ્રતસ્થવિર કૃપાળુએ પિતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં અનેક પ્રભાવપૂર્ણ કાર્યોથી પિતાનું નામ જૈન શ્રમણોની પરંપરામાં તેમ જ જેન શ્રતસાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ કર્યું છે ! હે ધર્મરાજા ગુરુદેવ પ્યારા ! હો આપ નિત્ય ભવ તારનારા; કસ્તુર સુગંધ સુવાસનાથી, આત્મા અમારે કરજે સનાથી.” શ્ર. 10 2010_04