SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ મહારાજ મુહૂર્તાદિમાં સંપૂર્ણ સહકાર આપી, સમવસરણની એ ઝંખનાને સાકાર બનાવી છે. તેમ જ બને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવના છેલ્લાં 32 વર્ષથી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણ સંપાદન કર્યા છે. અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ અનુભવી રહ્યા છે. પૂ. ધર્મરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈમાટુંગા, સુરત, ભાવનગર, સાબરમતી આદિ સ્થળેએ અંજનશલાકા ઉ ઊજવાયા છે. અને મુંબઈમાટુંગા, ચોપાટી, પ્રાર્થના સમાજ, કુલ, નેમિનાથજી (પાયધુની ), કેટ તેમ જ સુરત–શાહ પર, વડાચૌટા, ગોપીપુરા, છાપરીયા શેરી, દેસાઈ પિળ, કીમ, ભાવનગર-સરદારનગર, મહાવીર વિદ્યાલય તથા અમદાવાદસાબરમતી, સરખેજ, લીંબડી અને છેલે તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો ઉપર સુવર્ણ કળશની જેમ પાલીતાણા-સિદ્ધગિરિ ઉપર નવનિર્મિત બાવન દેવકુલિકાઓથી અત્યંત શોભાયમાન જિનપ્રસાદમાં 204 પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે દરેક પ્રભુજીને વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યું. એટલે પિતે જ્યાં બિરાજમાન હોય ત્યાં સર્વત્ર એથે આરો પ્રવર્તતે હેય તેમ સર્વને લાગતું. જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય વિભૂતિની સેજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગને હુમલો થયો. મરણસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્તે વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે સર્વ શ્રમણભગવંતે, સંઘના આગેવાનો તથા ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા. જ્યારે બીજી બાજુ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતે જતો હતે. પૂજ્યશ્રીને " હું અહં નમઃ ને જાપ ચાલુ જ હતા. જાણે જીવનપર્યત કરેલી ગુરુસેવા, તપાસના અને શાસનોપાસના જ ન હોય શું ! વહેલી સવારે 4 ક્લાક અને 02 મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તે તેમની નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાને તેજ-ચળકાટ ચિમેર પ્રસરીને સૌને આંસુભીના કરી ગયો ! જીવનના અંતિમ શ્વાસ સુધી આત્માના રોમે રોમ જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતુટ સ્નેહ, સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના એ સર્વનું પ્રેરણા પરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સેજિત્રા મુકામે સલ સંધના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ સિદ્ધાંત મહોદધિ, ગુણગાંભીર્ય નિધિ, શ્રતસ્થવિર કૃપાળુએ પિતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં અનેક પ્રભાવપૂર્ણ કાર્યોથી પિતાનું નામ જૈન શ્રમણોની પરંપરામાં તેમ જ જેન શ્રતસાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ કર્યું છે ! હે ધર્મરાજા ગુરુદેવ પ્યારા ! હો આપ નિત્ય ભવ તારનારા; કસ્તુર સુગંધ સુવાસનાથી, આત્મા અમારે કરજે સનાથી.” શ્ર. 10 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249113
Book TitleVijay Kastursuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size144 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy