SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ કપ શ્રમણભગવંતો-ર ત્યાં તેમનાં બાળકેમાં એ સંસ્કાર પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારને બળે તથા જન્મજન્માક્તરની કઈ અનેખી સાધનાને જેરે કાંતિલાલને ધર્મરાગ, વૈરાગ્યરંગ બાલ્યાવસ્થામાં જ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે જ હતો. તિભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજને સાથે તે સંસ્કારે વિશેષ રીતે પાંગવા માંડ્યા. અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા શ્યા - પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ: પારસમણિને સ્પર્શ તે લેહને સુવર્ણ બનાવે, પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ ન લાવે? એક સુભાગી દિને પૂ. શાસનસમ્રાટથી આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ– પાંજરાપોળના ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ સાથે કાંતિલાલને સત્સંગ ચાલ્ય. એ પવિત્ર પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના શુભ દિને, ભવિષ્યના શાસનતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના માવલી સ્ટેશન પાસે ગધૂમ ક્ષેત્રમાં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છેડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પિતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તુરવિજયજી નામે ઘોષિત કર્યા સાધનામય જીવનઃ ૧૯ વર્ષની યુવાનીમાં સંયમ સ્વીકાર્યા બાદ, સંયમદાતા ગુરુદેવશ્રીની નિશ્રામાં જ્ઞાન-તપ-વિનય–વૈયાવચ્ચ-ભક્તિ-સ્વાધ્યાયની તીવ્રતા અને નિષ્ઠાપૂર્વક ગુરુચરણસેવાનું સુમધુર ફળ પૂ. મુનિશ્રી મેળવવા લાગ્યા. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ-સમતા–સ્વાધ્યાય–સ તેષ–સાદાઈ–સરળતા વગેરે સુસંસ્કારોનું સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્નાદિકની કૃપાવથી પરિપ્લાવિત થઈ ગયા. તેથી જ તે, સહજ રીતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રતભક્તિ અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણી સંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થશે. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનજીવન આપ્યું. અને તેઓશ્રી પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મજ્ઞ અને આગમજ્ઞાતા બન્યા. પોતાના સુવિશાળ જ્ઞાન દ્વારા પ્રાકૃતમાં પાઈવ વિન્નણ કહા, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, સિરિજબૂરવામી ચર્ચાિ, સિરિ વિજયચંદ કેવલિ ચરિય, આરામસેહા કહા, સિરિ ઉસહનાહચરિયું તેમ જ સંસ્કૃતમાં પંચ નમસ્કાર સ્તવવૃત્તિ, સૂર્યસહસ્રનામમાળા, ચતુર્વિશતિ જિનસ્તવવૃત્તિ, અભિધાનચિંતામણિ કેષ, ચંદ્રોદયટીકા વગેરે અને ગુજરાતીમાં "પણ શ્રાવક ધર્મવિધાન, વિનયસૌરભ, પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ ૧-૨, સાતાપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વગેરે ૩૯ પુસ્તકોનું સંપાદન, સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી જ્ઞાનગંગાને પ્રજાને સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. વધુ નોંધપાત્ર અને આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે તેઓશ્રીને પિતાના પ્રારંભિક મુનિજીવનમાં એક દિવસની અધી ગાથા કરવામાં તનતોડ પરિશ્રમ કરવો પડતે તે ચ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249113
Book TitleVijay Kastursuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size144 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy