Book Title: Vijay Dharmsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શાસનપ્રભાવક શ્રાદ્ધ પ્રતિકમણ, વંદિતસૂત્ર આદિના સવિસ્તર અનુવાદો પણ કર્યા હતા. તેમને ભગવાન મહાવીરના પૂર્વભવોને આલેખતે મહાગ્રંથ “શ્રમણ ભગવાન મહાવીર’ તેમની ઉચ્ચ કેટિની લેખનશૈલીને પશ્ચિય આપે છે. આ ઉપરાંત, તેઓશ્રીએ આગમસૂત્રનું સુવર્ણાક્ષરે આલેખન કરાવેલ છે. સાધર્મિક ભક્તિ માટેની તેઓશ્રીની ઊંડી લાગણી જૈન સમાજ માટે આદર્શરૂપ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈ-ગોડીજીમાં સં. ૨૦૧૮માં શ્રી જૈન સાધર્મિક સેવા સંઘની સ્થાપના થઈ અને તેના દ્વારા પ્રતિમાસ પાંચેક હજારને ખર્ચ કરીને ૨૫૦ જૈન કુટુંબોની વ્યવસ્થિત ભક્તિ થઈ રહી છે. વળી, મુંબઈમાં જેને માટે ધર્મશાળાની અગવડ હતી તે લક્ષમાં લઈ પૂજ્યશ્રીએ સં. ૨૦૦૭માં પ્રવચન કરીને આ વાત જાહેરમાં મૂકી. સં. ૨૦૧૬ થી એ સ્વપ્ન સાકાર બનાવવા પુરુષાર્થ આદર્યો. અને સં. ૨૦૨૧માં ભૂલેશ્વર-લાલબાગમાં વિશાળ ધર્મશાળા, ભેજનશાળા અને દવાખાનાની આલીશાન ઇમારત નિર્માણ પામી. જૈન સમાજ ઉપરાંત જનસેવાની પ્રવૃત્તિઓમાં પણ પૂજ્યશ્રી પ્રસંગોપાત્ત યોગદાન આપતા રહ્યા હતા. સં. ૨૦૨૮-૨૦૨૯માં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે તેઓશ્રીની પ્રેરણાથી અનેક રાહતકાર્યો થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૮માં પિતાના વતન વઢવાણમાં ચાતુર્માસ કરેલું. તે પછી ૩૭ વર્ષે સં. ૨૦૩૫માં, વઢવાણ સંઘની ઘણું વિનંતિઓને અંતે ચાતુર્માસ પધાર્યા. વઢવાણ, સુરેન્દ્રનગર તેમ જ ઝાલાવાડ વિસ્તાર અને મુંબઈના ભાવિકોએ પૂજ્યશ્રીને અમૃત મહોત્સવ ઉજવવાની વિશાળ પાયે તૈયારીઓ કરી લાખોનું ફંડ એકત્રિત કર્યું. પરંતુ મહત્સવની ઉજવણી આરંભાય તે તે પહેલાં મચ્છુ ડેમની–મોરબીની હોનારત સર્જાઈ. પૂજ્યશ્રીએ સર્વ સંઘને બોલાવીને પિતાના અંતરની ભાવના જણાવી કે અમૃત મહોત્સવ ઊજવ બંધ અને એ સઘળા ફંડને ઉપગ હોનારતને ભેગ બનેલા માનવ સમાજ માટે કરે. આ ઘટનાથી પૂજ્યશ્રીની પ્રતિભા કાદર પામીને મહાન બની ગઈ. પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં દેશના આપી, ત્યાં ત્યાં કાયમી અને મહાન ધર્મ પ્રવૃત્તિઓ આરંભાઈ હતી. ગેડીજીના ઉપાશ્રય માટે રૂ. ૫,૫૦,૦૦૦-, ચેમ્બુર તીર્થ નિર્માણ માટે ૧૦ લાખ; મુંબઈ જૈનધર્મશાળા-ભોજનશાળા માટે ૨૦ લાખ, શ્રી શત્રુંજ્ય હોસ્પિટલ માટે ૨૫ લાખ, આરાધના માટે ધર્મવિહાર બાંધવા ૪ લાખ–આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી સદ્વ્યય માટે કરોડ રૂપિયાને દાનપ્રવાહ વહ્યો છે. શ્રમણી–વિહાર-પાલીતાણાના નામકરણ માટે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ પધાર્યા હતા. સં. ૨૦૩૧માં ચૈત્ર માસમાં મુંબઈ-ગોવાલિયા ટેન્કના ઓગસ્ટ કાંતિ મેદાનમાં પાંચ દિવસ સુધી મહાવીર ભગવાનની ૨૫મી નિર્વાણ શતાબ્દી અભૂતપૂર્વ ઉત્સવ દ્વારા ઊજવાઈ, તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા પ્રમુખ હતી. સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુજ્ય મહાતીર્થ પદયાત્રા સંધ અને સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનાર તીર્થ પદયાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. આ સર્વ કાર્યો પૂજ્યશ્રીની પ્રૌઢ પ્રતિભાનાં સીમાચિહ્નો છે. પૂજ્યશ્રી સંયમસાધના સાથે દૈનિક આવશ્યક ક્રિયાઓમાં ચુસ્ત હતા. પૂજ્યશ્રીએ જ્ઞાનપંચમી, નવપદજીની એળી, પિષ દશમી, વરસીતપ જેવી નાનીમોટી અનેક તપસ્યાઓ પણ કરી હતી. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર હાલ જિનશાસનમાં જ્યતે વર્તે છે. જેમાં સમર્થ શાસ્ત્રવેત્તા, અનુપમ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5