Book Title: Vijay Dharmsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249126/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ સેનાની શાહીથી તૈયાર કરાવ્યું હતું. પૂજ્યશ્રીને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું જ્ઞાન હતું. પિતાના સમયમાં તેઓશ્રી ઘણા જ પ્રભાવશાળી પુરુષ તરીકે પંકાયા હતા. એવા એ એકાંતિક, સંયમસાધક, જ્ઞાને પાક સૂરિદેવને શત વંદના ! પરમ જ્યોતિર્ધર, યુગદિવાકર, મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વંદનીય વિભૂતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના ઝળહળતા સિતારા, જૈન ધર્મસિદ્ધાંતના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સિદ્ધાંતનિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથના રચયિતા, લાખ પુણ્યાત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયના જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ ઉપાશ્ચયે, ધર્મશાળાઓ, આયંબિલ ભવન, પાઠશાળાઓ, ભેજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓ આદિના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન-ઉઘાપન-પદયાત્રાસંઘ, વિવિધ મહોત્સવ આદિના નિશ્રાદાતા, સાતેય સુપાત્ર ક્ષેત્રે અને શાળા-મહાશાળાઓનાં નિર્માણમાં પ્રેરણારૂપ તેમ જ અનેક સેનેટેરિયમ, દવાખાનાં આદિ ઊભાં કરવા માટે કરે રૂપિયાની દાનગંગાને વહાવવા માટે સફળ સધ આપનારા પરમ પ્રભાવી ગુરુભગવંત હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૧ને શુભ દિને સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયો હતો. પિતાનું નામ શાહ હીરાચંદ રધુભાઈ અને માતાનું નામ છબલબેન હતું. તેમનું સંસારી નામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા ધર્મમય જીવન ગાળતાં, તેથી બાળક પર પણ નાની વયે ધર્મની ઊંડી અસર થવા લાગી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં પણ ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં બે વાર સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા સ્વતંત્રપણે ગયા હતા. પોતાના વતનમાં ચાર ગુજરાતીને અભ્યાસ કરી, અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં ખૂબ ઝળક્યા શિક્ષક અને ગૃહપતિ તેમની અભ્યાસનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત રહેતા અને આગાહી કરતા કે આ બાળક ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે. તેમની માતાની પણ એવી જ અંતરેચ્છા હતી કે, પિતાનો બાળક ધર્મપરાયણત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭પમાં બેટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ રાણપુર પધાર્યા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતાં માતા છબલબેનને આંગણે પગલાં કર્યા અને ભાઈચંદની લલાટની ભવ્ય રેખાઓ જોઈ ને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે, એને શાસનને સમપ વો- અને 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ २२४ ત્યારથી, ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવનુ' શરણ સ્વીકાર્યું.... સ. ૧૯૭૬ના મહા સુદ ૧૧ના મગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણના મત્સવ ઊજવાયે! અને મુનિવર્ય શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મવિજયજી નામે ઘેષિત થયા. માતુશ્રી છબલબેન પણ રાત ગોપીચ ંદની જનનીની જેમ, પુત્રને સન્માર્ગે વાળવામાં સફળ થયાં અને પુત્રની દીક્ષા થયા પછી પાતે પણ સ. ૧૯૮૦માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, સાધ્વીશ્રી કુશળશ્રીજીના નામે સંયમસાધનામાં જોડાયાં અને ત્યાગમાગે જીવનને ઉજ્જવળ બનાવતાં બનાવતાં સં. ૧૯૯૭માં શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. શાસનપ્રભાવક મુનિશ્રી ધર્માં વિજયજીએ જેમના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યુ તે દાદાગુરુ પૂ. આચાર્ય દેવેશ શ્રા વિજયમે હનસૂરીશ્વરજી મહારાજ સમકાલીન આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા અને તેએશ્રીના શિષ્યરત્ન અને મુનિશ્રી ધર્મવિજયજીના ગુરુ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી હતા. આવા સમર્થ ગુરુદેવાની પ્રેરક નિશ્રામાં મુનિશ્રીના શાસ્ત્રાભ્યાસ દ્દનપ્રતિદિન વૃદ્ધિવંત બનવા લાગ્યા. ઉચ્ચ કેટિના વિનયગુણુ, ગુરુદેવાની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે વ્યાકરણ, ન્યાય, કાશ, સાહિત્ય આદિ વિષયે તેમ જ આગમા, પ્રકરણા, ક શાસ્ત્ર આદિના તલાવગાહી અભ્યાસ કર્યાં. ત્યાર બાદ પૂ. શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂશ્વરજી મહારાજના સમાગમ થતાં તેઓશ્રીની પાસે બૃહદ્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પાંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાસ્ત્રને વિશદ અભ્યાસ કર્યો. અમદાવાદમાં મર્ચંટ સાસાયટીથી ૬ માઈલને વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. શાસ્ત્રાના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે પૂજ્યશ્રી કાઁગ્રંથે, ક પ્રકૃતિ અને ક શાલેમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણુસમુદાયમાં તેએશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ વિદ્વાન તરીકે થવા લાગી. પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન--બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સ. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવ`કપદ અને તે પછી સં. ૧૯૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી આદિ યોગેન્દ્વહન કરાવી ગણિ—પંન્યાસપ૬ વધુ વિભૂષિત કર્યાં. સં. ૨૦૦૨માં કારતક વજ્રીજને દિવસે અમદાવાદમાં પૂ.શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં ઉપાધ્યાયપદે આરૂઢ કર્યો. ત્યાર બાદ સ. ૨૦૦૬માં મુંબઇ-ગોડીજીના ચાતુર્માંસ વખતે ભાયખલામાં ઉપધાન તપની માલારેપણને પ્રસ`ગ ઉપસ્થિત થતાં મુ ંબઈ મહાનગરના તમામ સ ંઘાની ભાવભરી વિન ંતિથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે આચાય પદવી અર્પણ કરવામાં આવી. વિશાળ માનવસમુદાય વચ્ચે મહામહોત્સવપૂર્વક ઊજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્યશ્રી વિજ્યધમ સૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સ. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ રર૫ મારે પણ પ્રસંગે મુંબઈના તમામ સંઘએ પૂજ્યશ્રીને “યુગદિવાકર ”નું બિરુદ અપૂર્વ સન્માનપૂર્વક અર્પણ કર્યું. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મહાન શાસનપ્રભાવનાનાં કાર્યો સતત થતાં રહ્યાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહ્યા, ત્યાં ત્યાં જપ-તપ-અનુષ્ઠાનથી વાતાવરણ આનંદિત અને મંગલમય બની જતું. પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાતા હતા. ભગવતીસૂત્ર વિશેનાં વ્યાખ્યામાં તેઓશ્રીની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. ભગવતીસૂત્રનાં પ્રવચને પર તેઓશ્રીને દળદાર ગ્રંથ એની સાક્ષી પૂરે છે. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી ઉપધાન તપ અવશ્ય કરાવે. તેઓશ્રીની નિશ્રામાં ૨૫ વાર ઉપધાન તપની આરાધના થઈ છે. આ પ્રસંગોએ પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાના બળે લાખ રૂપિયાની ઊપજ થતી, વિવિધ ફડ પણ થતા અને એ ફડામાંથી સુપાત્ર ક્ષેત્રો અને અનુકંપા ક્ષેત્રને ઘણું ઘણું પિષણ મળતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી આશરે ૨૫ જેટલાં ઉજમણું થયાં છે, તેમાં ખાસ કરીને સં. ૨૦૧૬-૧૭માં વાલકેશ્વરમાં પપ અને ૭૭ છોડનાં ઉજમણાં અને સં. ૨૦૧૮માં ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ગોડીજી ઉપાશ્રયમાં થયેલું ૧૦૮ છેડનું ભવ્ય ઉજમણું અવિસ્મરણીય રહેશે. પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો અને સમારેહે પણ ઊજવાતા રહ્યા. સં. ૨૦૧૮માં મુંબઈમાં શ્રી વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની જે ભવ્ય ઉજવણી થઈ તે અપૂર્વ હતી. આવા પ્રસંગોમાં પૂજ્યશ્રીના પ્રભાવને લીધે રાજકીય આગેવાને રાજ્યપાલે, પ્રધાન અને અધિકારી વર્ગ ઉપસ્થિતિ રહે. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનાલનાં નિર્માણ થયાં છે. ચેમ્બરમાં સં. ૨૦૨૦માં દસ લાખના ખર્ચે શ્રીં શ્રેષભદેવ ભગવાનનું જિનાલય અને ઘાટકોપરમાં સં. ૨૦૨૭માં પચીસ લાખના ખર્ચે શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું જિનાલય પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. આવાં ભવ્ય જિનાલના નિર્માણ અને એનાથી ય અદકા તેના પ્રતિષ્ઠા-મહોત્સવ મહારાષ્ટ્રની ભૂમિ પર અભૂતપૂર્વ રીતે ઊજવાયા છે. આ ઉપરાંત, તેઓશ્રીના હસ્તે સોએક જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયા છે. સમ્યજ્ઞાન-ધાર્મિક શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે પૂજ્યશ્રીએ ઘણું લક્ષ આપ્યું હતું. ચાતુર્માસ દરમિયાન અને શેષકાળમાં વિશાળ સંખ્યામાં સાધુસાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને કર્મગ્રંથાદિની વાચનાઓ આપતા. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ, જૈન એજ્યુકેશન બોર્ડ આદિના ઘણાં સંમેલને પણ તેઓશ્રીની નિશ્રામાં જાતા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈગેડીજીમાં જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી સંસકૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. તેના શિક્ષકે અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાયમી ફંડની વ્યવસ્થા થઈ. જેન સાહિત્યના નિર્માણ અને પ્રકાશનમાં પણ પૂજયશ્રી ઘણો રસ લેતા હતા. તેના પરિણામે, તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મુક્તિ કમલ-મોહન જૈન ગ્રંથમાળા દ્વારા અનેક ધાર્મિક પ્રકાશને થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૦માં સંસ્કૃત ભાષામાં છ હજાર લેકપ્રમાણ નવતત્વપ્રકરણ ઉપર સુમંગલા ટીકાનું સર્જન કર્યું હતું. જેને ભૂગળને મહાગ્રંથ લઘુક્ષેત્ર સમાસ, પંચમ (શતક) કર્મગ્રંથ, ષટત્રિશિકાચતુષ્ક-પ્રકરણ, પ્રશ્નોત્તર મેહનમાળા, શ્ર, ૨૯ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રાદ્ધ પ્રતિકમણ, વંદિતસૂત્ર આદિના સવિસ્તર અનુવાદો પણ કર્યા હતા. તેમને ભગવાન મહાવીરના પૂર્વભવોને આલેખતે મહાગ્રંથ “શ્રમણ ભગવાન મહાવીર’ તેમની ઉચ્ચ કેટિની લેખનશૈલીને પશ્ચિય આપે છે. આ ઉપરાંત, તેઓશ્રીએ આગમસૂત્રનું સુવર્ણાક્ષરે આલેખન કરાવેલ છે. સાધર્મિક ભક્તિ માટેની તેઓશ્રીની ઊંડી લાગણી જૈન સમાજ માટે આદર્શરૂપ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈ-ગોડીજીમાં સં. ૨૦૧૮માં શ્રી જૈન સાધર્મિક સેવા સંઘની સ્થાપના થઈ અને તેના દ્વારા પ્રતિમાસ પાંચેક હજારને ખર્ચ કરીને ૨૫૦ જૈન કુટુંબોની વ્યવસ્થિત ભક્તિ થઈ રહી છે. વળી, મુંબઈમાં જેને માટે ધર્મશાળાની અગવડ હતી તે લક્ષમાં લઈ પૂજ્યશ્રીએ સં. ૨૦૦૭માં પ્રવચન કરીને આ વાત જાહેરમાં મૂકી. સં. ૨૦૧૬ થી એ સ્વપ્ન સાકાર બનાવવા પુરુષાર્થ આદર્યો. અને સં. ૨૦૨૧માં ભૂલેશ્વર-લાલબાગમાં વિશાળ ધર્મશાળા, ભેજનશાળા અને દવાખાનાની આલીશાન ઇમારત નિર્માણ પામી. જૈન સમાજ ઉપરાંત જનસેવાની પ્રવૃત્તિઓમાં પણ પૂજ્યશ્રી પ્રસંગોપાત્ત યોગદાન આપતા રહ્યા હતા. સં. ૨૦૨૮-૨૦૨૯માં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે તેઓશ્રીની પ્રેરણાથી અનેક રાહતકાર્યો થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૮માં પિતાના વતન વઢવાણમાં ચાતુર્માસ કરેલું. તે પછી ૩૭ વર્ષે સં. ૨૦૩૫માં, વઢવાણ સંઘની ઘણું વિનંતિઓને અંતે ચાતુર્માસ પધાર્યા. વઢવાણ, સુરેન્દ્રનગર તેમ જ ઝાલાવાડ વિસ્તાર અને મુંબઈના ભાવિકોએ પૂજ્યશ્રીને અમૃત મહોત્સવ ઉજવવાની વિશાળ પાયે તૈયારીઓ કરી લાખોનું ફંડ એકત્રિત કર્યું. પરંતુ મહત્સવની ઉજવણી આરંભાય તે તે પહેલાં મચ્છુ ડેમની–મોરબીની હોનારત સર્જાઈ. પૂજ્યશ્રીએ સર્વ સંઘને બોલાવીને પિતાના અંતરની ભાવના જણાવી કે અમૃત મહોત્સવ ઊજવ બંધ અને એ સઘળા ફંડને ઉપગ હોનારતને ભેગ બનેલા માનવ સમાજ માટે કરે. આ ઘટનાથી પૂજ્યશ્રીની પ્રતિભા કાદર પામીને મહાન બની ગઈ. પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં દેશના આપી, ત્યાં ત્યાં કાયમી અને મહાન ધર્મ પ્રવૃત્તિઓ આરંભાઈ હતી. ગેડીજીના ઉપાશ્રય માટે રૂ. ૫,૫૦,૦૦૦-, ચેમ્બુર તીર્થ નિર્માણ માટે ૧૦ લાખ; મુંબઈ જૈનધર્મશાળા-ભોજનશાળા માટે ૨૦ લાખ, શ્રી શત્રુંજ્ય હોસ્પિટલ માટે ૨૫ લાખ, આરાધના માટે ધર્મવિહાર બાંધવા ૪ લાખ–આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી સદ્વ્યય માટે કરોડ રૂપિયાને દાનપ્રવાહ વહ્યો છે. શ્રમણી–વિહાર-પાલીતાણાના નામકરણ માટે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ પધાર્યા હતા. સં. ૨૦૩૧માં ચૈત્ર માસમાં મુંબઈ-ગોવાલિયા ટેન્કના ઓગસ્ટ કાંતિ મેદાનમાં પાંચ દિવસ સુધી મહાવીર ભગવાનની ૨૫મી નિર્વાણ શતાબ્દી અભૂતપૂર્વ ઉત્સવ દ્વારા ઊજવાઈ, તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા પ્રમુખ હતી. સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુજ્ય મહાતીર્થ પદયાત્રા સંધ અને સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનાર તીર્થ પદયાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. આ સર્વ કાર્યો પૂજ્યશ્રીની પ્રૌઢ પ્રતિભાનાં સીમાચિહ્નો છે. પૂજ્યશ્રી સંયમસાધના સાથે દૈનિક આવશ્યક ક્રિયાઓમાં ચુસ્ત હતા. પૂજ્યશ્રીએ જ્ઞાનપંચમી, નવપદજીની એળી, પિષ દશમી, વરસીતપ જેવી નાનીમોટી અનેક તપસ્યાઓ પણ કરી હતી. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર હાલ જિનશાસનમાં જ્યતે વર્તે છે. જેમાં સમર્થ શાસ્ત્રવેત્તા, અનુપમ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ રર૭ વક્તા, સાહિત્યકલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ શિષ્યની ભવ્ય પરંપરા નક્ષત્રોની જેમ ઝળહળી રહી છે- જેમાં શ્રી વિજયદેવસૂરિજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી વિજયકનકરત્નસૂરિજી, શ્રી વિજય મહાનંદસૂરિજી, શ્રી વિજયસૂર્યોદયસૂરિજીની મુખ્યતા છે. એવા એ અજોડ અનુપમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ વંદન! (સંકલન : શ્રી પી. કે. શાહના એક પ્રકાશિત લેખનું સંવર્ધન-સંકલન) આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, વિપુલ સાહિત્યકૃતિઓના સર્જક-સંપાદક, પરમ શાસન પ્રભાવક, સાહિત્ય કલારત્ન પૂ. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ અજોડ વ્યક્તિત્વ અને અનેરી પ્રતિભા ધરાવતા એક વિવિધરંગી જીવનનું એક અનોખું ભવ્ય દર્શન અત્યંત પ્રાચીન કાળથી ગુજરાતે એવાં માનવરત્નો નિપજાવ્યા છે કે જેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની સીમાની પેલે પાર કયાંય ને ક્યાંય સુધી વિસ્તરેલ હોવા ઉપરાંત, એમની સિદ્ધિઓને કાળ પણ કદી ગ્રસી શક્યો નથી, નામશેષ કરી શક્યો નથી. ઉપદેશરની તથા આચારસંહિતાની એમની મંજૂષ પાંડેના અક્ષયપત્રની જેમ ગમે તેટલી ખાલી કરવા છતાં એવી ને એવી સભર રહે છે. પુરાતન સમયમાં અને ઇતિહાસમાં એવા અનેક સાધક, સંત, સતીએ, શ્રેષ્ઠિઓ, અને રાજવીએ આ ભૂમિમાં થઈ ગયા કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતા જ રહ્યા. સેક સેકે અને ક્યારેક તે દસકે દસકે આવી ધર્મસૂર, કર્મચૂર અને સેવાપરાયણ વ્યક્તિએ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાકતી જ રહી અને માતા ગુર્જરીના કીર્તિમંદિરને વધુ ને વધુ શોભાભર્યું બનાવતી જ રહી. આજે અહીં એક એવી જ વિભૂતિને સંક્ષિપ્ત પરિચય આપતાં આનંદ અને ધન્યતા અનુભવાય છે. એ ત્યાગી છે, સંત છે, જ્ઞાનની સાક્ષાત્ ગંગા છે, નમ્રતા અને પ્રસન્નતાની પ્રેરક મૂતિ છે, સાહિત્ય અને કલાના પરમ ઉપાસક છે. એ સહુને સમતાથી નિહાળે છે, સહુના કલ્યાણની કામના કરે છે, એ વંદનીય વિભૂતિનું નામ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ. જન્મ અને બાલ્યાવસ્થા : જેની પાછળ અનેક રોમાંચક ઈતિહાસની ઘટના છપાઈ છે એવી સુપ્રસિદ્ધ પ્રાચીન નગરી દર્શાવતી (ડભોઈ) એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૭૨ના પિષ સુદ બીજ, તા. ૭-૧-૧૯૧૬ના મધ્યરાત્રિએ પિતા નાથાલાલ વીરચંદ અને 2010_04