SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ ત્યારથી, ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવનુ' શરણ સ્વીકાર્યું.... સ. ૧૯૭૬ના મહા સુદ ૧૧ના મગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણના મત્સવ ઊજવાયે! અને મુનિવર્ય શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મવિજયજી નામે ઘેષિત થયા. માતુશ્રી છબલબેન પણ રાત ગોપીચ ંદની જનનીની જેમ, પુત્રને સન્માર્ગે વાળવામાં સફળ થયાં અને પુત્રની દીક્ષા થયા પછી પાતે પણ સ. ૧૯૮૦માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, સાધ્વીશ્રી કુશળશ્રીજીના નામે સંયમસાધનામાં જોડાયાં અને ત્યાગમાગે જીવનને ઉજ્જવળ બનાવતાં બનાવતાં સં. ૧૯૯૭માં શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. શાસનપ્રભાવક મુનિશ્રી ધર્માં વિજયજીએ જેમના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યુ તે દાદાગુરુ પૂ. આચાર્ય દેવેશ શ્રા વિજયમે હનસૂરીશ્વરજી મહારાજ સમકાલીન આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા અને તેએશ્રીના શિષ્યરત્ન અને મુનિશ્રી ધર્મવિજયજીના ગુરુ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી હતા. આવા સમર્થ ગુરુદેવાની પ્રેરક નિશ્રામાં મુનિશ્રીના શાસ્ત્રાભ્યાસ દ્દનપ્રતિદિન વૃદ્ધિવંત બનવા લાગ્યા. ઉચ્ચ કેટિના વિનયગુણુ, ગુરુદેવાની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે વ્યાકરણ, ન્યાય, કાશ, સાહિત્ય આદિ વિષયે તેમ જ આગમા, પ્રકરણા, ક શાસ્ત્ર આદિના તલાવગાહી અભ્યાસ કર્યાં. ત્યાર બાદ પૂ. શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂશ્વરજી મહારાજના સમાગમ થતાં તેઓશ્રીની પાસે બૃહદ્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પાંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાસ્ત્રને વિશદ અભ્યાસ કર્યો. અમદાવાદમાં મર્ચંટ સાસાયટીથી ૬ માઈલને વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. શાસ્ત્રાના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે પૂજ્યશ્રી કાઁગ્રંથે, ક પ્રકૃતિ અને ક શાલેમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણુસમુદાયમાં તેએશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ વિદ્વાન તરીકે થવા લાગી. પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન--બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સ. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવ`કપદ અને તે પછી સં. ૧૯૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી આદિ યોગેન્દ્વહન કરાવી ગણિ—પંન્યાસપ૬ વધુ વિભૂષિત કર્યાં. સં. ૨૦૦૨માં કારતક વજ્રીજને દિવસે અમદાવાદમાં પૂ.શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં ઉપાધ્યાયપદે આરૂઢ કર્યો. ત્યાર બાદ સ. ૨૦૦૬માં મુંબઇ-ગોડીજીના ચાતુર્માંસ વખતે ભાયખલામાં ઉપધાન તપની માલારેપણને પ્રસ`ગ ઉપસ્થિત થતાં મુ ંબઈ મહાનગરના તમામ સ ંઘાની ભાવભરી વિન ંતિથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે આચાય પદવી અર્પણ કરવામાં આવી. વિશાળ માનવસમુદાય વચ્ચે મહામહોત્સવપૂર્વક ઊજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્યશ્રી વિજ્યધમ સૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સ. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249126
Book TitleVijay Dharmsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size168 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy