________________
શ્રમણભગવંતે-૨
રર૫ મારે પણ પ્રસંગે મુંબઈના તમામ સંઘએ પૂજ્યશ્રીને “યુગદિવાકર ”નું બિરુદ અપૂર્વ સન્માનપૂર્વક અર્પણ કર્યું.
પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મહાન શાસનપ્રભાવનાનાં કાર્યો સતત થતાં રહ્યાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહ્યા, ત્યાં ત્યાં જપ-તપ-અનુષ્ઠાનથી વાતાવરણ આનંદિત અને મંગલમય બની જતું. પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાતા હતા. ભગવતીસૂત્ર વિશેનાં વ્યાખ્યામાં તેઓશ્રીની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. ભગવતીસૂત્રનાં પ્રવચને પર તેઓશ્રીને દળદાર ગ્રંથ એની સાક્ષી પૂરે છે. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી ઉપધાન તપ અવશ્ય કરાવે. તેઓશ્રીની નિશ્રામાં ૨૫ વાર ઉપધાન તપની આરાધના થઈ છે. આ પ્રસંગોએ પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાના બળે લાખ રૂપિયાની ઊપજ થતી, વિવિધ ફડ પણ થતા અને એ ફડામાંથી સુપાત્ર ક્ષેત્રો અને અનુકંપા ક્ષેત્રને ઘણું ઘણું પિષણ મળતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી આશરે ૨૫ જેટલાં ઉજમણું થયાં છે, તેમાં ખાસ કરીને સં. ૨૦૧૬-૧૭માં વાલકેશ્વરમાં પપ અને ૭૭ છોડનાં ઉજમણાં અને સં. ૨૦૧૮માં ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ગોડીજી ઉપાશ્રયમાં થયેલું ૧૦૮ છેડનું ભવ્ય ઉજમણું અવિસ્મરણીય રહેશે. પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો અને સમારેહે પણ ઊજવાતા રહ્યા. સં. ૨૦૧૮માં મુંબઈમાં શ્રી વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની જે ભવ્ય ઉજવણી થઈ તે અપૂર્વ હતી. આવા પ્રસંગોમાં પૂજ્યશ્રીના પ્રભાવને લીધે રાજકીય આગેવાને રાજ્યપાલે, પ્રધાન અને અધિકારી વર્ગ ઉપસ્થિતિ રહે. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનાલનાં નિર્માણ થયાં છે. ચેમ્બરમાં સં. ૨૦૨૦માં દસ લાખના ખર્ચે શ્રીં શ્રેષભદેવ ભગવાનનું જિનાલય અને ઘાટકોપરમાં સં. ૨૦૨૭માં પચીસ લાખના ખર્ચે શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું જિનાલય પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. આવાં ભવ્ય જિનાલના નિર્માણ અને એનાથી ય અદકા તેના પ્રતિષ્ઠા-મહોત્સવ મહારાષ્ટ્રની ભૂમિ પર અભૂતપૂર્વ રીતે ઊજવાયા છે. આ ઉપરાંત, તેઓશ્રીના હસ્તે સોએક જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયા છે.
સમ્યજ્ઞાન-ધાર્મિક શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે પૂજ્યશ્રીએ ઘણું લક્ષ આપ્યું હતું. ચાતુર્માસ દરમિયાન અને શેષકાળમાં વિશાળ સંખ્યામાં સાધુસાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને કર્મગ્રંથાદિની વાચનાઓ આપતા. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ, જૈન એજ્યુકેશન બોર્ડ આદિના ઘણાં સંમેલને પણ તેઓશ્રીની નિશ્રામાં જાતા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી મુંબઈગેડીજીમાં જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી સંસકૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. તેના શિક્ષકે અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાયમી ફંડની વ્યવસ્થા થઈ. જેન સાહિત્યના નિર્માણ અને પ્રકાશનમાં પણ પૂજયશ્રી ઘણો રસ લેતા હતા. તેના પરિણામે, તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મુક્તિ કમલ-મોહન જૈન ગ્રંથમાળા દ્વારા અનેક ધાર્મિક પ્રકાશને થયાં હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૦માં સંસ્કૃત ભાષામાં છ હજાર લેકપ્રમાણ નવતત્વપ્રકરણ ઉપર સુમંગલા ટીકાનું સર્જન કર્યું હતું. જેને ભૂગળને મહાગ્રંથ લઘુક્ષેત્ર સમાસ, પંચમ (શતક) કર્મગ્રંથ, ષટત્રિશિકાચતુષ્ક-પ્રકરણ, પ્રશ્નોત્તર મેહનમાળા, શ્ર, ૨૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org