Book Title: Vidyavaridhi Champatrai Barister
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સર્વથા ત્યાગ કરી દીધો. એકાંતમાં મનન, વાંચન, સત્યની શોધ અને શાંતિમય જીવનની પ્રાપ્તિ એ જ તેમના જીવનનાં ધ્યેય બની ગયાં. જીવનની દિશાએ ૧૮૦ ડિગ્રીનો ફેરફાર અનુભવ્યો. આ સમયે તેમની ઉંમર લગભગ ૪૦-૪૨ વર્ષની હતી. જે જ્ઞાનથી પોતાને શાંતિનો અપૂર્વ લાભ થયો તે જ્ઞાનથી જગતના ઘણા મનુષ્યોને શાંતિનો અને સાચી જીવનદિશાનો લાભ થાઓ, તેવા મંગળમય હેતુથી તેઓ જિનવાણીના પ્રચાર-પ્રસારમાં અને સમાજ-સેવાનાં કાર્યોમાં લાગી ગયા. ધર્મ-સેવા અને સમાજ-રોવા : જીવનને ખરેખર સ્વ-પર માટે ઉપકારક બનાવવા તેમણે પ્રથમ પોતાના અંગત જીવનના શુદ્ધીકરણનો પ્રયોગ શરૂ કર્યો. અહિંસા, સત્ય આદિ અણુવ્રતોનું પાલન તો તેઓ પહેલેથી જ કરતા હતા, અચૌર્યવ્રતના પાલનમાં તેઓ એટલા સાવધાન રહેતા કે રેલવેની મુસાફરીમાં સામાન એક-બે કિલો વધારે હોય તો વજન કરાવી જે ભાડું થતું હોય તે આપી દેતા. જયારે તેમને બીજા લગ્ન માટે કે દત્તક પુત્ર લેવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો કે સંતતિ નહીં કર્મ દ્વારા જ માણસ ખરેખર મહાન થઈ યશને પ્રાપ્ત કરી શકે છે. પરિગ્રહ પરિમાણ બાબત તેઓએ પોતાની લગભગ બધી જ સંપત્તિ જ્ઞાન-પ્રચારના કાર્યો માટે વાપરી અને છેલ્લે જે ૨,૧૪,૭૮૫ રૂપિયા બચ્યા હતા તેને સત્સાહિત્યના પ્રચાર માટે વાપરવાના આશયથી એક ટ્રસ્ટ બનાવ્યું. પૈસા અને કીર્તિ માટે તેમણે મોહ રાખ્યો જ નહોતો અને જયારે સમાજ તરફથી “વિદ્યાવારિધિ” કે “જૈનદર્શન દિવાકર” તરીકે તેમનું સન્માન થયું ત્યારે પણ સમાજને ભવિષ્યમાં આવું આયોજન ન કરવા માટે જાહેરમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી. ઈ. સ. ૧૯૨૬ માં તેઓએ અર્થોપાર્જન કરવાની બધી જ પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કર્યો. આ પ્રમાણે પોતાના જીવનની શુદ્ધિ કરી તેઓએ સમાજસેવામાં પૂર્ણ યોગદાન આવ્યું. સન ૧૯૨૩માં દિગંબર જૈન મહાસભા જયારે ઉદાર નીતિઓ અને જમાનાને અનુરૂપ સુધારણાઓ સ્વીકારવા અસમર્થ બની ત્યારે અ.ભા.દિ. જૈન પરિષદની સ્થાપના થઈ અને તેની એક સંસ્થાપક અને આજીવન સંરક્ષક તરીકે તેઓએ કાર્ય કર્યું. તેમણે યુવકોને પણ તેમાં રસ લેતા કર્યા. શ્રી સમેતશિખર તીર્થની રક્ષાના સંબંધમાં વિશિષ્ટ યોગદાન, દિગંબર મુનિઓના વિહારને સંવિધાનની સંમતિ, જેન રથોને સરઘસાકારે જાહેરમાં કાઢવાની પરવાનગી, કુડચીના અત્યાચારો વિરુદ્ધ લાંડનની પાર્લમેન્ટ સુધી અવાજ પહોંચાડવો, જેને પુરાતત્ત્વ સંબંધી સંશોધન વગેરે અનેક બાબતોમાં સક્રિય રસ લઈને જૈનધર્મ અને સમાજ પ્રત્યેનો પોતાનો અંતરનો પ્રેમ તેઓએ વ્યક્ત કર્યો હતો. જૈન સાહિત્યના પરમ ઉપાસક અને પ્રચારક શ્રી ચંપતરાયજીનો જીવનસંદેશ નીચેના શબ્દો દ્વારા પ્રકટ થયો છે : “હે જેનો તમારો ધર્મ સર્વશ પ્રણીત હોવાથી પૂર્ણ વૈજ્ઞાનિક છે. તમો તમારાં શાસ્ત્રોને પરીક્ષા-પ્રધાન થઈ વાંચો અને વિચારો, તેમાં કહેલા સત્યશાશ્વત સિદ્ધાંતોનો અનુભવ કરો અને આધુનિક ઢબથી નિષ્પક્ષપણે તે ધર્મની રજૂઆત કરી. આથી સામાન્ય વ્યક્તિને પણ તેના તરફ રુચિ અને આકર્ષણ થશે.” For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 2 3 4 5