Book Title: Vidyavaridhi Champatrai Barister
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કરવાનો અધિકાર ૮. વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બેરિસ્ટર જેમણે પોતાનાં તન, મન અને ધન વગેરે બધી શક્તિઓનો વિદેશોમાં જૈનધર્મનો પ્રચાર કરવામાં સદુપયોગ કર્યો હતો તેવા બૅરિસ્ટર શ્રી રાંપતરાય, અર્વાચીન યુગના એક દૃઢનિશ્ચયી, ભેખધારી અને જૈનશાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા રાખનાર મહાન પુરુષ ગણાય છે. બાળપણ અને અભ્યાસ : ભારતના પાટનગર દિલ્હીમાં જૈનોનો વસવાટ ઘણા સૈકાઓથી છે. અહીં તેઓએ સ્વતંત્ર વેપારધાંધો ર્યો છે, અથવા રાજાઓ અને બાદશાહોના અંગત મંત્રીઓ, કારભારીઓ કે ઝવેરીઓ તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં દિલ્હીમાં આવેલી રૌનસુખદાસજીની હવેલીમાં, લાલા ચન્દ્રામલજી તથા માતા પાર્વતીદેવીને ઘેર શ્રી ચંપતરાયનો જન્મ ઈ. સ. ૧૮૭૨ ની આસપાસ થયો હતો. માતાપિતામાં પરંપરાથી જ જેનધર્મના સંસ્કારો દૃઢ હતા, જેથી દેવદર્શન, પૂજન, શાસ્ત્રવાંચન, રાત્રિભોજન ત્યાગ, પ્રતિજ્ઞાનું દઢ પાલન વગેરે ગુણો સહજ રીતે બાળકમાં પણ ઊતરી આવ્યા. પતરાયજીને ત્રણ મોટા ભાઈઓ હતા, પરંતુ બધા જ બે-ત્રણ વર્ષની ઉંમરમાં ગુજરી જવાથી તેઓને માતા-પિતાના એકમાત્ર ૬૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાવારિધિ શ્રી ચંપરાય બેરિસ્ટર સંતાન તરીકેનો સ્નેહ મળ્યો. પરંતુ છ વર્ષની ઉમર થતાં માતાનું અવસાન થયું અને સાત વર્ષની ઉંમરે તેમના બાપુજી (પિતાના મોટા ભાઈ) લાલા સોહનલાલ બાંકેલાલે તેમને દત્તક લઈ લીધા. તે વખતે લાલા સોહનલાલજી દિલ્હીના શ્રીમંતોમાં અગ્રગણ્ય ગણાતા હતા. કાલા મહલ” નામની પ્રાઇવેટ નિશાળમાં તેમની પ્રારંભિક શિક્ષા થઈ. પૂર્વપુણ્યથી તેમની શારીરિક સંપત્તિ અને દેહસૌંદર્ય અપૂર્વ હતાં. તેમની બુદ્ધિશક્તિ પણ તીવ્ર હતી. તેથી મૅટ્રિકની પરીક્ષા તેમણે પ્રથમ શ્રેણીમાં પાસ કરીને દિલ્હીની પ્રસિદ્ધ સેન્ટ સ્ટીફન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શિક્ષણની ઉચ્ચ કક્ષાની કારકિર્દીને ધ્યાનમાં લઈને તેમને ઈ. સ. ૧૮૯૨ માં બૅરિસ્ટરનું શિક્ષણ લેવા ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા, જ્યાંથી ઈ. સ. ૧૮૯૭ માં તેઓ બૅરિસ્ટર થઈને ભારત પાછા ફર્યા. કુટુંબજીવન અને વ્યવસાય : તે વખતના સામાજિક રિવાજો મુજબ ૧૩ વર્ષની ઉમરે તેમનો વિવાહ–સંબંધ, દિલહી બાર ઍસોસિયેશનના પ્રમુખ અને દિલહી જૈન સમાજના સરપંચ લાલા પ્યારેલાલજી(M.L.A.)ની સુપુત્રી સાથે થઈ ગયો હતો. પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા, જે બાલિકા સાથે તેમનો સંબંધ થયો હતો તે પાગલ નીકળી અને કયારેય સાસરે આવી જ નહીં. બીજા લગ્નનો પ્રસ્તાવ ચંપતરાયજીએ અમાન્ય કર્યો અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. બેરિસ્ટરના અભ્યાસ માટે ઇંગ્લેન્ડમાં પ્રથમ પાંચ વર્ષના વસવાટ દરમિયાન તેમના પર પાશ્ચાત્ય જીવનની ઘણી અસર થઈ ગઈ હતી. સ્વદેશ પાછા ફર્યા પછી પણ તેઓ પ્રારંભમાં પોતાને “ભણેલા-સુધરેલા-ઊંચા” માનતા હતા. મોટા અને સફળ વકીલ તરીકેની તેમની કારકિર્દીની સુવાસ થોડાં વર્ષોમાં જ સર્વત્ર પ્રસરી ગઈ અને તેઓ અવધની હાઈકોર્ટમાં ક્રિમિનલ વિભાગના મુખ્ય બૅરિસ્ટર બની ગયા. આવી સફળતા મળવા છતાં તેમણે પ્રમાણિકતા અને સચ્ચાઈ છોડી નહોતી. તેઓ થોડા જ કેસ લેતા અને કોઈ ખોટો કેસ આવે તો પહેલેથી જ ના કહી દેતા. જુનિયર વકીલોને તેઓ દરેક જાતનું પ્રોત્સાહન આપતા. તેઓ ત્યાં “Uncle Jain' (જેન ચાચા) તરીકે ઓળખાવા લાગ્યા હતા. જીવન-પરિવર્તનનો પ્રસંગ : તેમને તેમના કાકા સસરા લાલા રંગીલાલજી સાથે ખૂબ જ નિટનો સંબંધ હતો. રંગીલાલજીનું નાની વયમાં આકસ્મિક મૃત્યુ થયું, જેની ચંપતરાયજી પર અસાધારણ અસર થઈ. કોઈ ઉપાયથી તેમના મનનું સમાધાન થયું નહીં. સ્વામી રામતીર્થનું પણ થોડું સાહિત્ય તેમણે વાંચ્યું. પરંતુ આખરે આરા નિવાસી બાબુ દેવેન્દ્રકુમારજીએ જયારે ઈ. સ. ૧૯૧૩માં તેમને જેનધર્મના ગ્રંથો વાંચવા આપ્યા અને જયારે તેમણે તે ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું ત્યારે જ તેમને શાંતિ અને સમાધાનની પ્રાપ્તિ થઈ. આ શાંતિ અને સમાધાન જ તેમના જીવનનું આમૂલ પરિવર્તન કરનારી હકીકત સાબિત થઈ. એકાદ વર્ષની અંદર જ સૂટ–બૂટ-ટાઈનો વેષ ધારણ કરનારા આ બૅરિસ્ટર બદલાઈને એક ધાર્મિક પુરુષ–ધર્મપ્રચારક સંત-બની ગયા તેમજ તદ્દન સાદા કપડાં અને સાદા જીવનમાં આવી ગયા. એક દિવસમાં ૨૫ સિગારેટ પીનારે સિગારેટનો ૩ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સર્વથા ત્યાગ કરી દીધો. એકાંતમાં મનન, વાંચન, સત્યની શોધ અને શાંતિમય જીવનની પ્રાપ્તિ એ જ તેમના જીવનનાં ધ્યેય બની ગયાં. જીવનની દિશાએ ૧૮૦ ડિગ્રીનો ફેરફાર અનુભવ્યો. આ સમયે તેમની ઉંમર લગભગ ૪૦-૪૨ વર્ષની હતી. જે જ્ઞાનથી પોતાને શાંતિનો અપૂર્વ લાભ થયો તે જ્ઞાનથી જગતના ઘણા મનુષ્યોને શાંતિનો અને સાચી જીવનદિશાનો લાભ થાઓ, તેવા મંગળમય હેતુથી તેઓ જિનવાણીના પ્રચાર-પ્રસારમાં અને સમાજ-સેવાનાં કાર્યોમાં લાગી ગયા. ધર્મ-સેવા અને સમાજ-રોવા : જીવનને ખરેખર સ્વ-પર માટે ઉપકારક બનાવવા તેમણે પ્રથમ પોતાના અંગત જીવનના શુદ્ધીકરણનો પ્રયોગ શરૂ કર્યો. અહિંસા, સત્ય આદિ અણુવ્રતોનું પાલન તો તેઓ પહેલેથી જ કરતા હતા, અચૌર્યવ્રતના પાલનમાં તેઓ એટલા સાવધાન રહેતા કે રેલવેની મુસાફરીમાં સામાન એક-બે કિલો વધારે હોય તો વજન કરાવી જે ભાડું થતું હોય તે આપી દેતા. જયારે તેમને બીજા લગ્ન માટે કે દત્તક પુત્ર લેવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો કે સંતતિ નહીં કર્મ દ્વારા જ માણસ ખરેખર મહાન થઈ યશને પ્રાપ્ત કરી શકે છે. પરિગ્રહ પરિમાણ બાબત તેઓએ પોતાની લગભગ બધી જ સંપત્તિ જ્ઞાન-પ્રચારના કાર્યો માટે વાપરી અને છેલ્લે જે ૨,૧૪,૭૮૫ રૂપિયા બચ્યા હતા તેને સત્સાહિત્યના પ્રચાર માટે વાપરવાના આશયથી એક ટ્રસ્ટ બનાવ્યું. પૈસા અને કીર્તિ માટે તેમણે મોહ રાખ્યો જ નહોતો અને જયારે સમાજ તરફથી “વિદ્યાવારિધિ” કે “જૈનદર્શન દિવાકર” તરીકે તેમનું સન્માન થયું ત્યારે પણ સમાજને ભવિષ્યમાં આવું આયોજન ન કરવા માટે જાહેરમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી. ઈ. સ. ૧૯૨૬ માં તેઓએ અર્થોપાર્જન કરવાની બધી જ પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કર્યો. આ પ્રમાણે પોતાના જીવનની શુદ્ધિ કરી તેઓએ સમાજસેવામાં પૂર્ણ યોગદાન આવ્યું. સન ૧૯૨૩માં દિગંબર જૈન મહાસભા જયારે ઉદાર નીતિઓ અને જમાનાને અનુરૂપ સુધારણાઓ સ્વીકારવા અસમર્થ બની ત્યારે અ.ભા.દિ. જૈન પરિષદની સ્થાપના થઈ અને તેની એક સંસ્થાપક અને આજીવન સંરક્ષક તરીકે તેઓએ કાર્ય કર્યું. તેમણે યુવકોને પણ તેમાં રસ લેતા કર્યા. શ્રી સમેતશિખર તીર્થની રક્ષાના સંબંધમાં વિશિષ્ટ યોગદાન, દિગંબર મુનિઓના વિહારને સંવિધાનની સંમતિ, જેન રથોને સરઘસાકારે જાહેરમાં કાઢવાની પરવાનગી, કુડચીના અત્યાચારો વિરુદ્ધ લાંડનની પાર્લમેન્ટ સુધી અવાજ પહોંચાડવો, જેને પુરાતત્ત્વ સંબંધી સંશોધન વગેરે અનેક બાબતોમાં સક્રિય રસ લઈને જૈનધર્મ અને સમાજ પ્રત્યેનો પોતાનો અંતરનો પ્રેમ તેઓએ વ્યક્ત કર્યો હતો. જૈન સાહિત્યના પરમ ઉપાસક અને પ્રચારક શ્રી ચંપતરાયજીનો જીવનસંદેશ નીચેના શબ્દો દ્વારા પ્રકટ થયો છે : “હે જેનો તમારો ધર્મ સર્વશ પ્રણીત હોવાથી પૂર્ણ વૈજ્ઞાનિક છે. તમો તમારાં શાસ્ત્રોને પરીક્ષા-પ્રધાન થઈ વાંચો અને વિચારો, તેમાં કહેલા સત્યશાશ્વત સિદ્ધાંતોનો અનુભવ કરો અને આધુનિક ઢબથી નિષ્પક્ષપણે તે ધર્મની રજૂઆત કરી. આથી સામાન્ય વ્યક્તિને પણ તેના તરફ રુચિ અને આકર્ષણ થશે.” Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બૅરિસ્ટર આ કાર્ય કરવા માટે તમારે વિદ્વાન અને સદાચારી યુવકો તૈયાર કરવા પડશે, જેઓ દેશની વિવિધ ભાષાઓમાં અને અંગ્રેજીમાં ધર્મના સિદ્ધાંતો સમજવી શકે. ભાષા, વ્યાકરણ, ન્યાય, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને અધ્યાત્મ-સાધના વગેરે વિષયોના નિષ્ણાત તૈયાર કરવા માટે એક મધ્યસ્થ વિશ્વવિદ્યાલયની જરૂર છે અને તેના સુચારુ સંચાલન માટે પોતાની નાની નાની વ્યાવહારિક ક્રિયાઓ અને ઉપાસનાપદ્ધતિને ગૌણ સમજી મહાવીર પ્રભુની અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની મૂળ વાતો પર સહમત થવાનો સૌ જૈનોએ પ્રયત્ન કરવો પડશે; ત્યારે જ વિશ્વને જૈન ધર્મ વિશ્વધર્મ થવાની પાત્રતા ધરાવે છે તેની પ્રતીતિ થશે. જૈન ધર્મને તેઓ કોઈ અમુક જાતિ, જ્ઞાતિ કે કોમનો ધર્મ નહોતા માનતા પણ સાર્વજનિક અને સર્વકાલીન સત્યનું પ્રતિપાદન કરનારી એક વૈજ્ઞાનિક પદ્ધતિ માનતા હતા. યુરોપ અને અમેરિકામાં તેઓ ઘણાં વર્ષો સુધી રહ્યા. આધુનિક શૈલીમાં સાહિત્યની રચના કરી તેઓએ અનેક જૈન ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો. તેમની મુખ્ય-મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે : (1) Key To Knowledge (2) Confluence of Opposites (3) Fundamentals of Jainism (4) Householder's Dharma (5) Jainism and World-Problems (6) Cosmology : Old and New જૈન ધર્મના સિદ્ધાંતોને તેમણે પોતાની કૃતિઓમાં યથાર્થ રીતે અને આધુનિક શૈલીમાં રજુ કર્યા છે. ઉપરાંત, અન્ય દર્શનો સાથે તેમનું તુલનાત્મક અધ્યયન પણ રજૂ કર્યું છે, જેથી વિવિધ ધર્મ-દર્શનના અભ્યાસીઓ પણ તેમાં સારી રીતે રસ લઈ શકે. આવા વિશાળ અને ઊંડા અધ્યયનને લીધે જ કાશીના ધર્મ મહામંડળ તેમનું “વિદ્યાવારિધિ' તરીકે સન્માન કર્યું હતું, જે તેમની અગાધ વિદ્વત્તાનું સૂચક છે. જેને ધર્મનું સાહિત્ય વિદેશોમાં પણ ઉપલબ્ધ બની શકે તે હેતુથી તેમણે લંડનમાં જૈન પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને યુરોપનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં જૈન ગ્રંથો ભેટ રૂપે મોકલ્યા હતા. એકલવીરની અંતિમ યાત્રા : અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓમાં નિરંતર રોકાયેલા અને ભારતના અનેક પ્રદેશ તેમજ દેશવિદેશની ધર્મયાત્રાઓ કરતા શ્રી ચંપતરાયજી લગભગ ૬૦ વર્ષ ઉપર પહોંચી ગયા હતા. ઈ. સ. ૧૯૩૭થી તેમનું સ્વાસ્થય કથળવા લાગ્યું હતું. તેથી તેમણે ભારત આવવાનો અને અહીં જ રહીને શાંતિપૂર્વક દેહત્યાગ કરવાનો નિર્ણય લીધો. તેમના વિલાયતના મિત્રોએ બહુ સમજાવ્યા કે ક્ષયરોગનો ઇલાજ ઇંગ્લેન્ડમાં વધુ સારી રીતે થઈ શકશે પણ તેઓ માન્યા નહીં અને ભારત પાછા ફર્યા. અહીં થોડો વખત દિલહીમાં અને ત્યાર પછી મુંબઈમાં ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ પણ ઉપચાર સફળ થયો નહીં. Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો છેલ્લા થોડા સમય માટે તેઓ દવા કરાવવા કરાંચી ગયા. અહીં તેમને થોડા સમય માટે કંઈક ઠેક લાગ્યું પણ શરીરમાં રોગનાં ચિહનો વધતાં જ ગયાં અને આખરે દિનાંક 2-6-1942 ના દિવસે તેઓ આ ફાની દુનિયાને છોડીને કાયમ માટે પ્રયાણ કરી ગયા. આ સમાચાર સમસ્ત જૈન સમાજ માટે ઘણા જ આઘાતજનક હતા, કારણ કે જેનશાસનનો એક મહાન સેવક-નરબંકો અનંતની યાત્રાએ જતાં વિદેશમાં ધર્મપ્રચારનું કામ તત્કાળ નો ખોરંભે પડી ગયું. વિચારકણિકાઓ : (1) “જૈન ધર્મના ઉત્થાન માટે સ્વાર્થત્યાગ અને આમબલિદાનની નિકાન્ત આવશ્યકતા છે. અત્યાચારથી ડરવાની જરૂર નથી, પરંતુ ન્યાયની રક્ષા માટે—ધર્મરક્ષા માટે લડી લેવું જરૂરી છે. સીતાજીની રક્ષા માટે શ્રી રામચન્દ્રજીને પણ યુદ્ધ કરવું પડયું હતું. શ્રી રામ, સુગ્રીવ, હનુમાન સર્વ તદ્દભવ મોક્ષગામી મહાપુરુષો હતા. અહિંસા કાયરતા નહીં, પણ વીરતા પ્રદાન કરનારું ઉત્તમ શસ્ત્ર છે.” (2) “જૈનમંદિરોમાં લૌકિક આકાંક્ષાઓ માટે જવાની જરૂરી નથી. જૈનમંદિરો ભિક્ષુક ગૃહો નથી. તે તો મોક્ષાભિલાષીઓ, નિર્ગસ્થ પદના ઇછુકો અને વીતરાગી બનવાની અભિલાષા સેવનારાઓ માટેનાં પ્રેરણાસ્થાન છે.” (3) “જૈન ધર્મ તો પારસમણિ સમાન છે; જે લોઢા સમાન અશુદ્ધ સંસારી જીવને સુવર્ણતુલ્ય શુદ્ધ-સિદ્ધ બનાવી દે છે.”