________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો છેલ્લા થોડા સમય માટે તેઓ દવા કરાવવા કરાંચી ગયા. અહીં તેમને થોડા સમય માટે કંઈક ઠેક લાગ્યું પણ શરીરમાં રોગનાં ચિહનો વધતાં જ ગયાં અને આખરે દિનાંક 2-6-1942 ના દિવસે તેઓ આ ફાની દુનિયાને છોડીને કાયમ માટે પ્રયાણ કરી ગયા. આ સમાચાર સમસ્ત જૈન સમાજ માટે ઘણા જ આઘાતજનક હતા, કારણ કે જેનશાસનનો એક મહાન સેવક-નરબંકો અનંતની યાત્રાએ જતાં વિદેશમાં ધર્મપ્રચારનું કામ તત્કાળ નો ખોરંભે પડી ગયું. વિચારકણિકાઓ : (1) “જૈન ધર્મના ઉત્થાન માટે સ્વાર્થત્યાગ અને આમબલિદાનની નિકાન્ત આવશ્યકતા છે. અત્યાચારથી ડરવાની જરૂર નથી, પરંતુ ન્યાયની રક્ષા માટે—ધર્મરક્ષા માટે લડી લેવું જરૂરી છે. સીતાજીની રક્ષા માટે શ્રી રામચન્દ્રજીને પણ યુદ્ધ કરવું પડયું હતું. શ્રી રામ, સુગ્રીવ, હનુમાન સર્વ તદ્દભવ મોક્ષગામી મહાપુરુષો હતા. અહિંસા કાયરતા નહીં, પણ વીરતા પ્રદાન કરનારું ઉત્તમ શસ્ત્ર છે.” (2) “જૈનમંદિરોમાં લૌકિક આકાંક્ષાઓ માટે જવાની જરૂરી નથી. જૈનમંદિરો ભિક્ષુક ગૃહો નથી. તે તો મોક્ષાભિલાષીઓ, નિર્ગસ્થ પદના ઇછુકો અને વીતરાગી બનવાની અભિલાષા સેવનારાઓ માટેનાં પ્રેરણાસ્થાન છે.” (3) “જૈન ધર્મ તો પારસમણિ સમાન છે; જે લોઢા સમાન અશુદ્ધ સંસારી જીવને સુવર્ણતુલ્ય શુદ્ધ-સિદ્ધ બનાવી દે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org