Book Title: Vidyavaridhi Champatrai Barister Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ કરવાનો અધિકાર ૮. વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બેરિસ્ટર જેમણે પોતાનાં તન, મન અને ધન વગેરે બધી શક્તિઓનો વિદેશોમાં જૈનધર્મનો પ્રચાર કરવામાં સદુપયોગ કર્યો હતો તેવા બૅરિસ્ટર શ્રી રાંપતરાય, અર્વાચીન યુગના એક દૃઢનિશ્ચયી, ભેખધારી અને જૈનશાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા રાખનાર મહાન પુરુષ ગણાય છે. બાળપણ અને અભ્યાસ : ભારતના પાટનગર દિલ્હીમાં જૈનોનો વસવાટ ઘણા સૈકાઓથી છે. અહીં તેઓએ સ્વતંત્ર વેપારધાંધો ર્યો છે, અથવા રાજાઓ અને બાદશાહોના અંગત મંત્રીઓ, કારભારીઓ કે ઝવેરીઓ તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં દિલ્હીમાં આવેલી રૌનસુખદાસજીની હવેલીમાં, લાલા ચન્દ્રામલજી તથા માતા પાર્વતીદેવીને ઘેર શ્રી ચંપતરાયનો જન્મ ઈ. સ. ૧૮૭૨ ની આસપાસ થયો હતો. માતાપિતામાં પરંપરાથી જ જેનધર્મના સંસ્કારો દૃઢ હતા, જેથી દેવદર્શન, પૂજન, શાસ્ત્રવાંચન, રાત્રિભોજન ત્યાગ, પ્રતિજ્ઞાનું દઢ પાલન વગેરે ગુણો સહજ રીતે બાળકમાં પણ ઊતરી આવ્યા. પતરાયજીને ત્રણ મોટા ભાઈઓ હતા, પરંતુ બધા જ બે-ત્રણ વર્ષની ઉંમરમાં ગુજરી જવાથી તેઓને માતા-પિતાના એકમાત્ર ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5