________________
વિદ્યાવારિધિ શ્રી ચંપરાય બેરિસ્ટર
સંતાન તરીકેનો સ્નેહ મળ્યો. પરંતુ છ વર્ષની ઉમર થતાં માતાનું અવસાન થયું અને સાત વર્ષની ઉંમરે તેમના બાપુજી (પિતાના મોટા ભાઈ) લાલા સોહનલાલ બાંકેલાલે તેમને દત્તક લઈ લીધા. તે વખતે લાલા સોહનલાલજી દિલ્હીના શ્રીમંતોમાં અગ્રગણ્ય ગણાતા હતા.
કાલા મહલ” નામની પ્રાઇવેટ નિશાળમાં તેમની પ્રારંભિક શિક્ષા થઈ. પૂર્વપુણ્યથી તેમની શારીરિક સંપત્તિ અને દેહસૌંદર્ય અપૂર્વ હતાં. તેમની બુદ્ધિશક્તિ પણ તીવ્ર હતી. તેથી મૅટ્રિકની પરીક્ષા તેમણે પ્રથમ શ્રેણીમાં પાસ કરીને દિલ્હીની પ્રસિદ્ધ સેન્ટ સ્ટીફન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શિક્ષણની ઉચ્ચ કક્ષાની કારકિર્દીને ધ્યાનમાં લઈને તેમને ઈ. સ. ૧૮૯૨ માં બૅરિસ્ટરનું શિક્ષણ લેવા ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા, જ્યાંથી ઈ. સ. ૧૮૯૭ માં તેઓ બૅરિસ્ટર થઈને ભારત પાછા ફર્યા.
કુટુંબજીવન અને વ્યવસાય : તે વખતના સામાજિક રિવાજો મુજબ ૧૩ વર્ષની ઉમરે તેમનો વિવાહ–સંબંધ, દિલહી બાર ઍસોસિયેશનના પ્રમુખ અને દિલહી જૈન સમાજના સરપંચ લાલા પ્યારેલાલજી(M.L.A.)ની સુપુત્રી સાથે થઈ ગયો હતો. પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા, જે બાલિકા સાથે તેમનો સંબંધ થયો હતો તે પાગલ નીકળી અને કયારેય સાસરે આવી જ નહીં. બીજા લગ્નનો પ્રસ્તાવ ચંપતરાયજીએ અમાન્ય કર્યો અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું.
બેરિસ્ટરના અભ્યાસ માટે ઇંગ્લેન્ડમાં પ્રથમ પાંચ વર્ષના વસવાટ દરમિયાન તેમના પર પાશ્ચાત્ય જીવનની ઘણી અસર થઈ ગઈ હતી. સ્વદેશ પાછા ફર્યા પછી પણ તેઓ પ્રારંભમાં પોતાને “ભણેલા-સુધરેલા-ઊંચા” માનતા હતા. મોટા અને સફળ વકીલ તરીકેની તેમની કારકિર્દીની સુવાસ થોડાં વર્ષોમાં જ સર્વત્ર પ્રસરી ગઈ અને તેઓ અવધની હાઈકોર્ટમાં ક્રિમિનલ વિભાગના મુખ્ય બૅરિસ્ટર બની ગયા. આવી સફળતા મળવા છતાં તેમણે પ્રમાણિકતા અને સચ્ચાઈ છોડી નહોતી. તેઓ થોડા જ કેસ લેતા અને કોઈ ખોટો કેસ આવે તો પહેલેથી જ ના કહી દેતા. જુનિયર વકીલોને તેઓ દરેક જાતનું પ્રોત્સાહન આપતા. તેઓ ત્યાં “Uncle Jain' (જેન ચાચા) તરીકે ઓળખાવા લાગ્યા હતા.
જીવન-પરિવર્તનનો પ્રસંગ : તેમને તેમના કાકા સસરા લાલા રંગીલાલજી સાથે ખૂબ જ નિટનો સંબંધ હતો. રંગીલાલજીનું નાની વયમાં આકસ્મિક મૃત્યુ થયું, જેની ચંપતરાયજી પર અસાધારણ અસર થઈ. કોઈ ઉપાયથી તેમના મનનું સમાધાન થયું નહીં. સ્વામી રામતીર્થનું પણ થોડું સાહિત્ય તેમણે વાંચ્યું. પરંતુ આખરે આરા નિવાસી બાબુ દેવેન્દ્રકુમારજીએ જયારે ઈ. સ. ૧૯૧૩માં તેમને જેનધર્મના ગ્રંથો વાંચવા આપ્યા અને જયારે તેમણે તે ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું ત્યારે જ તેમને શાંતિ અને સમાધાનની પ્રાપ્તિ થઈ. આ શાંતિ અને સમાધાન જ તેમના જીવનનું આમૂલ પરિવર્તન કરનારી હકીકત સાબિત થઈ. એકાદ વર્ષની અંદર જ સૂટ–બૂટ-ટાઈનો વેષ ધારણ કરનારા આ બૅરિસ્ટર બદલાઈને એક ધાર્મિક પુરુષ–ધર્મપ્રચારક સંત-બની ગયા તેમજ તદ્દન સાદા કપડાં અને સાદા જીવનમાં આવી ગયા. એક દિવસમાં ૨૫ સિગારેટ પીનારે સિગારેટનો
૩ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org