Book Title: Vairotyadevi stava tatha Upsargahara Stotrano Rachnakal Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 3
________________ આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ' તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨૧૧ મળતું નથી. ૫. છઠ્ઠા પદ્યમાં વીંછી આદિ ઝેરી જંતુઓ, જાનવરો, રાની પશુઓ તેમ જ વ્યંતરાદિ અગોચર સૃષ્ટિનાં મલિન સત્ત્વો (એના પ્રતાપથી) નાસી જતા હોવાની વાત કરી છે, જે પણ સ્તોત્ર પ્રાઝ્મધ્યકાળથી વિશેષ પ્રાચીન માનવામાં રુકાવટ ઊભી કરે છે. ૬, એ જ રીતે પદ્ય ૧૮થી લઈ ૨૮ સુધીમાં ભૂજગ, રાક્ષસ, યાકિની, શાકિની, ડાકિની, ચોર, (વ્યાકર), હિંસ, (મૂષક?"), (મુગર?), ગુહ્યકાદિથી બચવાની વાત છે, જે પરથી તો તે માનતુંગ સૂરિના પ્રસિદ્ધ ભક્તામરસ્તોત્ર(આ ઈસ્વી. ૬ઠ્ઠા-૭મા સૈકા)થી પણ પછીની રચના હોવાનું ભાસે છે. ૭. અને પદ્ય ૮ અને ૯ તો ઉઘાડી રીતે તાંત્રિક છે : हुंकारंतं च विसं अविसट्ट विसट्टपल्लवे चर। पारस नाम श्रीं ह्रीँ पउमावइ धरणराएणं ॥८॥ सप्प ! विसप्प सरीसव ! धरणिं गच्छाहि जाहि रे तुरिअं। जंभिणि थंभिणि बंधणि मोहणि हुं फुट्टकारेणं ॥९॥ આ પઘો જોતાં તો તેને આઠમા-નવમા સૈકાથી તો પ્રાચીન માની શકાય તેવી સ્થિતિ રહેતી નથી. બીજી બાજુ પદ્માવતીનો શ્વેતાંબર સંપ્રદાયમાં સ્વીકાર દશમા શતક પૂર્વે હોવાનું . ન સાહિત્યમાં, ન શિલ્પમાં પ્રમાણ છે. સ્તોત્રરચયિતા શ્વેતાંબર છે એટલે તે તથ્યનો પણ કાળનિર્ણય કરતે સમયે ધ્યાનમાં લેવો ઘટે. ઉપર્યુક્ત તમામ મુદ્દાઓ લક્ષમાં લેતાં પ્રસ્તુત સ્તવને કુષાણકાલીન આચાર્ય આર્ય નંદિક, આર્ય નંદિલ, વા આઈ નંદીની કૃતિ હોવાનું માની શકાય તેમ નથી. જૈનોમાં મંત્રવાદ જ નહીં, તંત્રવાદના પ્રવેશ પછીની જ એ રચના હોઈ શકે. પ્રભાવકચરિતકાર પ્રસ્તુત સ્તોત્રથી પરિચિત છે®; પણ તેમણે દીધેલા કથાનક માટેનું મૂળ સ્રોત તો પકડાય ત્યારે ખરું. ‘વરસ્યાસ્તવની વસ્તુતયા આજે તો પ્રસિદ્ધિ નથી અને ભૂતકાળમાં પણ આગમોની આજ્ઞાની ઉપેક્ષા કરનાર માંત્રિક જૈન જતિઓ દ્વારા થતી હશે તે ઉપાસના સિવાય એ કેટલું પ્રચારમાં હતું તે જાણવાને કોઈ સાધન ઉપસ્થિત નથી; પરંતુ “ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહરથોત્ત)” તો એક અતિ પ્રસિદ્ધ, અને નિર્ઝન્થોના શ્વેતાંબર-દિગંબર એમ બન્ને આમ્નાયોમાં પ્રચલિત, સ્તોત્રોમાંનું એક છે. કેવળ પાંચ જ ગાથામાં નિબદ્ધ આ સ્તોત્રના કર્તા, નંદયુગના અંતે અને મૌર્ય યુગના આરંભે થઈ ગયેલા, ચરમ શ્રુતકેવલી ભદ્રબાહુ હોવાનું શ્વેતાંબર સંપ્રદાયમાં પરંપરાથી મનાય છે; કંઈ નહીં તોયે પ્રબંધકારોનું એમ કહેવું છે. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7