Book Title: Vairotyadevi stava tatha Upsargahara Stotrano Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ’ તથા ‘ઉપસર્ગહરસ્તોત્ર’નો રચનાકાળ રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈ સ ૧૨૭૮) અંતર્ગત “આર્ય નંદિલ/રત”નો સમાવેશ છે. પ્રસ્તુત ‘ચરિત'ની (સ્વ) મુનિરાજ કલ્યાણવિજયજીએ આલોચના કરતાં લખ્યું છે કે આને “આર્ય નંદિલચરિત” કહેવાને બદલે “વૈરોટ્યારિત’ કહીએ તો ઠીક ! કેમકે તેમાં આર્યનંદિલ (વા આનંદિલ) વિષયે કશું જ કહ્યું નથી, સિવાય કે તેઓ આર્ય રક્ષિતના વંશજ હતા અને તેમના સદુપદેશથી શ્રેષ્ઠીપુત્ર ‘પદ્મ’ની ભાર્યા ‘વૈરાટ્યા’ મરીને નાગદેવી બની નાગરાજ ધરણેદ્રની મહિષી થઈર. કથાનક દેખતી રીતે જ કાલ્પનિક છે અને જનકથાઓમાં નાગપંચમી-માહાત્મ્યની પ્રચલિત દંતકથાઓમાંથી “દ્વૈતવ” કે હૈતુક” (motif) ઉઠાવી તેને ઘડી કાઢવામાં આવ્યું છે; અલબત્ત પ્રભાચંદ્રાચાર્યે જ તે ઉપજાવી કાઢ્યું હશે તેમ કહેવા માટે તો પ્રમાણ ઉપલબ્ધ નથી. આર્ય નંદિલને “આર્ય રક્ષિતવંશીય” કહ્યા છે; આથી તેઓ ઈસ્વીસની પહેલી શતાબ્દી પછી થયા હશે. દૃષ્યગણ-શિષ્ય દેવવાચકકૃત નંદિસૂત્ર (આ ઈ. સ. ૪૫૦) અંતર્ગત અપાયેલી વાચકવંશીય સ્થવિરાવલીમાં પુરાણા વાચકોની સૂચિમાં અન્નનલિ(આર્યાડડનંદિલ)ને સ્થાન મળ્યું છે, જે તેમના સમયની ઉત્તરસીમા નિર્ણીત કરે છે. સંભવ છે કે તેઓ ઈસ્વીસન્ની બીજી (યા ત્રીજી) શતાબ્દીમાં, કુષાણયુગમાં, થયા હોય. અને ‘આર્ય નંદિલ’ને બદલે ‘આર્યાનંદિલ’ (આર્ય આન્દિલ) અભિધાન વિશેષ સાચું હોય. (આ ધારણાને આધારે શીર્ષકમાં ‘આર્યાનંદિલ' અભિધાન કલ્યાણવિજયજી એવં પુણ્યવિજય દ્વારા સ્વીકારાયેલું છે.) દાક્ષિણાત્ય નિર્પ્રન્થ પરંપરાના, પુષ્પદંત-ભૂતબલિષ્કૃત ષટ્કણ્ડાગમ (પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૦૦) પરની પંચસ્તૂપાન્વયના દિગંબરાચાર્ય સ્વામી વીરસેનની ધવલા-ટીકા(ઈ૰ સ ૮૧૬)માં બે સ્થળે મહાવાચક આર્યનંદીને લગતાં અવતરણો જોવા મળે છે, અને પ્રસ્તુત આર્યનંદી સચેલક વા અર્ધચેલક પરંપરાના આર્યનંદિલ વા આર્યાનંદિલ જ હોવા વિષે મેં અન્યત્ર સવિસ્તર ચર્ચા કરી છે. આ આર્યાનંદિલની બનાવેલી મનાતી એક કૃતિ–વૈરોટ્યાદેવીસ્તવન—પાંચેક દાયકા ઉપર પ્રકટ થઈ છે. પ્રસ્તુત સ્તવનમાં ૧૩મા પદ્યમાં અજ્ઞાળવિજ્ઞેળ સંમ્નુિં સરખો ઉલ્લેખ મળતો હોઈ સ્તવના રચયિતા આર્યાનંદિલ હોવાનું ઉપલક દૃષ્ટિએ લાગે; પરંતુ તે ઈસ્વીસન્ની નિ ઐ ભા. ૧-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7