Page #1
--------------------------------------------------------------------------
________________
આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ’ તથા ‘ઉપસર્ગહરસ્તોત્ર’નો રચનાકાળ
રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈ સ ૧૨૭૮) અંતર્ગત “આર્ય નંદિલ/રત”નો સમાવેશ છે. પ્રસ્તુત ‘ચરિત'ની (સ્વ) મુનિરાજ કલ્યાણવિજયજીએ આલોચના કરતાં લખ્યું છે કે આને “આર્ય નંદિલચરિત” કહેવાને બદલે “વૈરોટ્યારિત’ કહીએ તો ઠીક ! કેમકે તેમાં આર્યનંદિલ (વા આનંદિલ) વિષયે કશું જ કહ્યું નથી, સિવાય કે તેઓ આર્ય રક્ષિતના વંશજ હતા અને તેમના સદુપદેશથી શ્રેષ્ઠીપુત્ર ‘પદ્મ’ની ભાર્યા ‘વૈરાટ્યા’ મરીને નાગદેવી બની નાગરાજ ધરણેદ્રની મહિષી થઈર. કથાનક દેખતી રીતે જ કાલ્પનિક છે અને જનકથાઓમાં નાગપંચમી-માહાત્મ્યની પ્રચલિત દંતકથાઓમાંથી “દ્વૈતવ” કે હૈતુક” (motif) ઉઠાવી તેને ઘડી કાઢવામાં આવ્યું છે; અલબત્ત પ્રભાચંદ્રાચાર્યે જ તે ઉપજાવી કાઢ્યું હશે તેમ કહેવા માટે તો પ્રમાણ ઉપલબ્ધ નથી.
આર્ય નંદિલને “આર્ય રક્ષિતવંશીય” કહ્યા છે; આથી તેઓ ઈસ્વીસની પહેલી શતાબ્દી પછી થયા હશે. દૃષ્યગણ-શિષ્ય દેવવાચકકૃત નંદિસૂત્ર (આ ઈ. સ. ૪૫૦) અંતર્ગત અપાયેલી વાચકવંશીય સ્થવિરાવલીમાં પુરાણા વાચકોની સૂચિમાં અન્નનલિ(આર્યાડડનંદિલ)ને સ્થાન મળ્યું છે, જે તેમના સમયની ઉત્તરસીમા નિર્ણીત કરે છે. સંભવ છે કે તેઓ ઈસ્વીસન્ની બીજી (યા ત્રીજી) શતાબ્દીમાં, કુષાણયુગમાં, થયા હોય. અને ‘આર્ય નંદિલ’ને બદલે ‘આર્યાનંદિલ’ (આર્ય આન્દિલ) અભિધાન વિશેષ સાચું હોય. (આ ધારણાને આધારે શીર્ષકમાં ‘આર્યાનંદિલ' અભિધાન કલ્યાણવિજયજી એવં પુણ્યવિજય દ્વારા સ્વીકારાયેલું છે.)
દાક્ષિણાત્ય નિર્પ્રન્થ પરંપરાના, પુષ્પદંત-ભૂતબલિષ્કૃત ષટ્કણ્ડાગમ (પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૦૦) પરની પંચસ્તૂપાન્વયના દિગંબરાચાર્ય સ્વામી વીરસેનની ધવલા-ટીકા(ઈ૰ સ ૮૧૬)માં બે સ્થળે મહાવાચક આર્યનંદીને લગતાં અવતરણો જોવા મળે છે, અને પ્રસ્તુત આર્યનંદી સચેલક વા અર્ધચેલક પરંપરાના આર્યનંદિલ વા આર્યાનંદિલ જ હોવા વિષે મેં અન્યત્ર સવિસ્તર ચર્ચા કરી છે.
આ આર્યાનંદિલની બનાવેલી મનાતી એક કૃતિ–વૈરોટ્યાદેવીસ્તવન—પાંચેક દાયકા ઉપર પ્રકટ થઈ છે. પ્રસ્તુત સ્તવનમાં ૧૩મા પદ્યમાં અજ્ઞાળવિજ્ઞેળ સંમ્નુિં સરખો ઉલ્લેખ મળતો હોઈ સ્તવના રચયિતા આર્યાનંદિલ હોવાનું ઉપલક દૃષ્ટિએ લાગે; પરંતુ તે ઈસ્વીસન્ની
નિ ઐ ભા. ૧-૨૭
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૧૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
બીજી શતાબ્દી જેટલું પુરાણું હોવા સામે તો સ્તવ જ અપવાદ કરે છે, જેનાં કારણો વિષે જોઈએ :
૧. સ્તવમાં વૈરોચ્યા તેમ જ પદ્માવતીને ધરણોરગ(ધરણંદ્ર)ની દેવીઓ રૂપે ઉલ્લેખ થયો છે : યથા :
जा धरणोरगदइआ देवी पउमावई य वइट्ठा । सप्पसहस्सेहि जुआ देवा किर किंकरा जाया ॥२॥
તથા
धरणिदपढमपत्ती बइरुहानाम नागिणी विज्जा ।
सप्पकरंडगहत्था सप्पाभरणा य जा निच्चं ॥४॥ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ઈ. સ. ૧૦૦-૩૦૦) અને સ્થાનાંગસૂત્ર (ઈ. સ. ૩પ૦ ૩૬૩)"માં નાગરાજ ધરણંદ્રની જે છ (કે ચાર મહિષીઓનાં નામ ગણાવ્યાં છે તેમાં ન તો વૈરોચ્યા કે ન તો પદ્માવતીનું નામ જોવા મળે છે. આથી પ્રસ્તુત કલ્પના અનાગમિક અને પશ્ચાત્કાલીન જણાય છે. (દિગંબર સંપ્રદાયના આગમવતુ વા આગમસ્થાનીય ગ્રંથ તિલોયપણસ્તી (પ્રજ્ઞા) (આ. ઈ. સ. ૫૫૦) ગ્રંથમાં પણ ધરણંદ્રના સંદર્ભમાં પ્રસ્તુત બન્ને નામો અનુપસ્થિત છે.)
૨. વૈરોચ્યા કે પદ્માવતીદેવીની ઉપલબ્ધ પ્રતિમાઓમાંથી એકેય છઠ્ઠા શતકથી પૂર્વે લઈ જઈ શકાય તેમ નથી. (સાહિત્યમાં અલબત્ત આનાથી થોડા કાળ પૂર્વે ઉપાસના-સૂચક સ્તોત્રો થઈ ગયાં હોઈ શકે. પદ્માવતીના, ઈસ્વી પ૭૫-૬૦૦માં કોરાયેલાં લયન મંદિરો અંતર્ગત, શિલ્પ હોળે અને બદામીમાં [દિગંબર સંપ્રદાયમાં મળે છે. આ સિવાય પદ્માવત્યાલયના ઉલ્લેખ કર્ણાટકમાં કદંબવંશીય તામ્રશાસનોમાં ઈસ્વી પમી ઉત્તરાર્ધ અને છકીના પૂર્વાર્ધ સુધીના મળી આવે છે.)
૩. સંદર્ભગત સ્તોત્રમાં પદ્ય ૩માં વૈરોચ્યાનું જે વર્ણન કર્યું છે તે પ્રાચીનને બદલે તેના પ્રતિમાવિધાનમાં પછીથી દેખાતાં લક્ષણોને આવરે છે યથા :
नागिणि नागारूढा नागकरा नागभूसियसरीरा ।
नागेहिं सिरमाला नागमुहा सा जए जयउ ॥३॥ ૪. ચોથા પદ્યમાં તેને “
વિજ્જા” (“વિદ્યા'= શક્તિ) કહી છે જે હકીકત પણ વૈરોચ્યા નિર્ઝન્ય-દર્શન અંતર્ગત બહુ પ્રાચીન દેવતા હોવાનું માનવામાં બાધા ઊભી કરે છે, આગમિક સંદર્ભોમાં ઠેકઠેકાણે આવતા લૌકિક યક્ષો અને યક્ષીઓના ઉલ્લેખોમાં વૈરોચ્યાનું નામ જોવા
Page #3
--------------------------------------------------------------------------
________________
આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ' તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ
૨૧૧
મળતું નથી.
૫. છઠ્ઠા પદ્યમાં વીંછી આદિ ઝેરી જંતુઓ, જાનવરો, રાની પશુઓ તેમ જ વ્યંતરાદિ અગોચર સૃષ્ટિનાં મલિન સત્ત્વો (એના પ્રતાપથી) નાસી જતા હોવાની વાત કરી છે, જે પણ સ્તોત્ર પ્રાઝ્મધ્યકાળથી વિશેષ પ્રાચીન માનવામાં રુકાવટ ઊભી કરે છે.
૬, એ જ રીતે પદ્ય ૧૮થી લઈ ૨૮ સુધીમાં ભૂજગ, રાક્ષસ, યાકિની, શાકિની, ડાકિની, ચોર, (વ્યાકર), હિંસ, (મૂષક?"), (મુગર?), ગુહ્યકાદિથી બચવાની વાત છે, જે પરથી તો તે માનતુંગ સૂરિના પ્રસિદ્ધ ભક્તામરસ્તોત્ર(આ ઈસ્વી. ૬ઠ્ઠા-૭મા સૈકા)થી પણ પછીની રચના હોવાનું ભાસે છે. ૭. અને પદ્ય ૮ અને ૯ તો ઉઘાડી રીતે તાંત્રિક છે :
हुंकारंतं च विसं अविसट्ट विसट्टपल्लवे चर। पारस नाम श्रीं ह्रीँ पउमावइ धरणराएणं ॥८॥ सप्प ! विसप्प सरीसव ! धरणिं गच्छाहि जाहि रे तुरिअं।
जंभिणि थंभिणि बंधणि मोहणि हुं फुट्टकारेणं ॥९॥ આ પઘો જોતાં તો તેને આઠમા-નવમા સૈકાથી તો પ્રાચીન માની શકાય તેવી સ્થિતિ રહેતી નથી. બીજી બાજુ પદ્માવતીનો શ્વેતાંબર સંપ્રદાયમાં સ્વીકાર દશમા શતક પૂર્વે હોવાનું . ન સાહિત્યમાં, ન શિલ્પમાં પ્રમાણ છે. સ્તોત્રરચયિતા શ્વેતાંબર છે એટલે તે તથ્યનો પણ કાળનિર્ણય કરતે સમયે ધ્યાનમાં લેવો ઘટે.
ઉપર્યુક્ત તમામ મુદ્દાઓ લક્ષમાં લેતાં પ્રસ્તુત સ્તવને કુષાણકાલીન આચાર્ય આર્ય નંદિક, આર્ય નંદિલ, વા આઈ નંદીની કૃતિ હોવાનું માની શકાય તેમ નથી. જૈનોમાં મંત્રવાદ જ નહીં, તંત્રવાદના પ્રવેશ પછીની જ એ રચના હોઈ શકે. પ્રભાવકચરિતકાર પ્રસ્તુત સ્તોત્રથી પરિચિત છે®; પણ તેમણે દીધેલા કથાનક માટેનું મૂળ સ્રોત તો પકડાય ત્યારે ખરું.
‘વરસ્યાસ્તવની વસ્તુતયા આજે તો પ્રસિદ્ધિ નથી અને ભૂતકાળમાં પણ આગમોની આજ્ઞાની ઉપેક્ષા કરનાર માંત્રિક જૈન જતિઓ દ્વારા થતી હશે તે ઉપાસના સિવાય એ કેટલું પ્રચારમાં હતું તે જાણવાને કોઈ સાધન ઉપસ્થિત નથી; પરંતુ “ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહરથોત્ત)” તો એક અતિ પ્રસિદ્ધ, અને નિર્ઝન્થોના શ્વેતાંબર-દિગંબર એમ બન્ને આમ્નાયોમાં પ્રચલિત, સ્તોત્રોમાંનું એક છે. કેવળ પાંચ જ ગાથામાં નિબદ્ધ આ સ્તોત્રના કર્તા, નંદયુગના અંતે અને મૌર્ય યુગના આરંભે થઈ ગયેલા, ચરમ શ્રુતકેવલી ભદ્રબાહુ હોવાનું શ્વેતાંબર સંપ્રદાયમાં પરંપરાથી મનાય છે; કંઈ નહીં તોયે પ્રબંધકારોનું એમ કહેવું છે. પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મૂળ સ્તોત્રમાં, કે તેની પાર્શ્વદેવગણિ વિરચિત વૃત્તિ (ઈસ્વીસનું ૧૨મું શતક) કે ચંદ્રાચાર્ય કારિત લઘુવૃત્તિ (ઈસ્વીસનો ૧૩મો સૈકો૯) અંતર્ગત, તેના કર્તા ભદ્રબાહુ (કે અન્ય કોઈ) હોવાનો જરા સરખો પણ ઇશારો નથી. સ્વ મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ પહેલાં તો પ્રસ્તુત કૃતિ ઉ૫૨કથિત ભદ્રબાહુસ્વામિ કારિત માનેલી એવો ભાસ થાય છે; પણ પછીથી મત બદલીને તેને જૈન કથાનકોમાં વરાહમિહિરના બંધુ મનાયેલ, પ્રથમથી ભિન્ન એવા, નિર્યુક્તિકાર ભદ્રબાહુ(દ્વિતીય)ને, તેના કર્તા માન્યા હોય તેમ લાગે છે . (સ્વ) મુનિવર્ય પુણ્યવિજયજી પણ એવી માન્યતા ધરાવતા હતા. પણ દ્વિતીય ભદ્રબાહુના અસ્તિત્વને સિદ્ધ કરે એવું એક પણ પ્રમાણ ઉપસ્થિત નથી. ચરિત-કથાનક-પ્રબંધાદિમાં એક તરફથી ભદ્રબાહુને ગુપ્તકાલીન વરાહમિહિરના ભાઈ, તો બીજી તરફથી વળી એમને મૌર્યકાલીન આર્ય યશોભદ્રના શિષ્ય અને આર્ય સ્થૂલભદ્રના ગુરુ બતાવ્યા છે ! આ ઘોર કાલાતિક્રમ અને વિસંવાદ, તેમ જ કથામાં કથેલ સામ્પ્રદાયિક તત્ત્વો પાછળ તથ્ય એટલું જ છે કે વરાહમિહિરથી ભદ્રબાહુની સરસાઈ જૈન કથાકારોને બતાવવી હતી; પણ તેથી તો કોઈ ઐતિહાસિક સચ્ચાઈ સિદ્ધ નથી થતી. હકીકતમાં નિર્યુક્તિઓના કર્તા કોણ હતા અને ઉપસર્ગહરસ્તોત્રના કર્તા કોણ હતા તેનો નિર્દેશ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત થયો નથી. પુણ્યવિજયજીની એટલી વાત તો સાચી લાગે છે કે નિર્યુક્તિઓ (કેટલેક અંશે ઉત્તર કુષાણ અને ગુપ્તકાલીન સંગ્રહણીઓને આધારે) જૈનાગમોની વાલભી દ્વિતીય વાચના (ઈ. સ. ૫૦૩/૫૧૬) પછી તુરતમાં થયેલી છે. (એને ઈ સ૰ ૫૨૫ના અરસાની રચના ગણી શકાય.) પણ એથી ઉપસર્ગહરસ્તોત્રના કર્તા અને કાળની સમસ્યાનો ઉકેલ થતો નથી.
૨૧૨
મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલ મૂળ સ્તોત્ર આ પ્રમાણે છે :
उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मंगलकल्लाण आवासं ॥१॥ विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ ! तस्सग्गहरोगमारी दुट्ठजरा जंति उवसामं ||२|| चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएस वि जीवा पावंति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मते लद्धे चिंतामणि कप्पपायवब्भहिए । पावंति अविग्घेणं जीवा अयरामरं ठाणं ||४||
इय संथुओ महायस ! भत्तिब्भरनिब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास ! जिणचंद ! ||५||
Page #5
--------------------------------------------------------------------------
________________
આર્યાનંદિલકૃત વૈરોટચાદેવીસ્તવ’ તથા ‘ઉપસર્ગહરસ્તોત્ર’નો રચનાકાળ
તેનો શબ્દાર્થ શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતમાં આપ્યો છે જેના આધારે ગુજરાતીમાં ભાવાર્થ નીચે મુજબ તારવી શકાય :
૧. ઉપસર્ગને હરનાર, વિષધરના વિષનો વિનાશ કરનાર (યક્ષ) પાર્શ્વને, તેમ જ કર્મઘનથી મુક્ત, મંગલ અને મંગલ-કલ્યાણના આવાસ રૂપ (જિન) પાર્શ્વને વંદું છું.
૨૧૩
૨. (આ) વિષધરસ્ફુલિંગમંત્રને જે મનુષ્ય સદા કંઠસ્થ રાખે તેને ગ્રહ દશાનું, રોગ, મરકી(ઇત્યાદિ)ના આવિર્ભાવનું, કે આકરા તાવનું ઉપશમન થાય.
૩. મંત્ર તો દૂર પણ આપના પ્રણામ માત્ર પણ બહુ ફળ આપનાર છે. આપને પ્રણામ કરનાર મનુષ્યો વા પ્રાણીઓ દુ:ખ કે દુર્ગતિને પ્રાપ્ત થતા નથી.
૪. આપને સમ્યક્ રીતે ગ્રહણ કરવાથી ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી (પ્રાપ્ત થાય તેનાથી) પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે, અને જીવો નિર્વિઘ્ને અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. ૫. હે મહાયશ, હે દેવ, હે ચંદ્ર સમાન પાર્શ્વજિન, ભક્તિથી પૂર્ણ ભરેલ હૃદયથી હું સંસ્તુતિ કરું છું કે ભવોભવ સંબોધિ દેજો !
આમ સ્તોત્ર મંત્રપૂત છે અને નાગવિષ ઉતારવા માટે, ગ્રહદશાના પ્રભાવથી મુક્ત થવા માટે, મહામારી સમાન રોગ-વિમોક્ષ, તથા જ્વરોપશમનના ઉદ્દેશથી કર્તાએ રચ્યું છે. દેખીતી રીતે જ આનો રચયિતા આગમ યુગનો નથી જ અને રચના-રીતિ અને ભાષા પણ પ્રાક્ર્મધ્યકાળ પૂર્વેનો કાળ બતાવતા હોવાનું ભાગ્યે જ માની શકાય.
પણ કાળનિર્ણયની ચાવી તો પહેલા જ પદ્યના પ્રથમ ચરણમાં છે. તેમાં ‘પાસ (પાર્શ્વ)' શબ્દ બે વાર આવે છે. ટીકાકારે પહેલા, ઉપસર્ગને હરનાર ‘પાસ’નો અર્થ ‘પાર્શ્વયક્ષ’ કર્યો છે, જ્યારે બીજા, કર્મ-વૃત્તિથી મુક્ત થવામાં નિમિત્ત બનનાર ‘પાસ’નો અર્થ ‘જિન પાર્શ્વ’ કર્યો છે ને તેના ઔચિત્ય વિષે કોઈ શંકાને કારણ નથી; કેમકે સિદ્ધાત્મા(વિમુક્ત-આત્મા)ને નિગ્રન્થદર્શન સર્વજ્ઞ-સર્વદર્શી તો માને છે પણ કર્તા રૂપે નહીં. આથી જિન પાર્શ્વ ઉપસર્ગને હરી ન શકે, પણ શાસન-દેવતા.આ કાર્ય કરી શકે; એથી ઉપસર્ગ હરવાની પ્રાર્થના પાર્શ્વજિનને નહીં, એમના નામેરી અને એમના જ શાસનદેવ, પાર્શ્વ-યક્ષને કરે છે૰. પણ પાર્શ્વયક્ષની કલ્પના પણ મોડેની જ માનવાની રહે છે. તીર્થંકરોના શાસન રક્ષકરૂપે યક્ષ-યક્ષીઓનો વિભાવ સાહિત્ય કે પ્રતિભા-સર્જનમાં નવમ શતક અંતિમ ચરણથી પૂર્વેનો નથી, એને લગતું કોઈ જ પ્રમાણ નથી. સમવાયાંગસૂત્રમાં ૨૪મા સ્થાનમાં યક્ષ-યક્ષીઓનો ઉલ્લેખ જ નથી. અને અનુગુપ્ત કાળ સુધીના આમિક કે અન્ય સાહિત્યમાં પણ તે નિર્દેશ મળતા નથી. શૈલીની દૃષ્ટિએ પણ સ્તોત્ર પાદલિપ્ત સૂરિ(દ્વિતીય) (પ્રાયઃ ઈસ્વી ૭૦૦-૭૨૫)ની “ગાહાજુહલેણ’” નામક બે જ ગાથામાં
Page #6
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
નિબદ્ધ વીરસ્તુતિને (જે સુવર્ણસિદ્ધિ-સ્તવ મનાય છે) અમુકાંશે મળતું આવે છે. જોકે દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર ભક્તામરસ્તોત્રકાર માનતુંગ સૂરિનું રચેલું મનાય છે; પણ માનતુંગસૂરિના પ્રાકૃત સ્તોત્ર—ભયહર–ની શૈલીથી આ સ્તોત્રની શૈલી જુદી પડી આવે છે : તેમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ વરતાય છે અને ‘માનતુંગ’નું મુદ્રરૂપેણ નામ પણ અંતિમ પદ્યમાં ઉપસ્થિત નથી. કોઈ મંત્ર-પરસ્ત ચૈત્યવાસી જતિની આ રચના છે. શૈલી અને વસ્તુને લક્ષમાં લેતાં ‘(ઉપસર્ગહરસ્તોત્ર’ને વહેલામાં વહેલું ઈસ્વીસના નવમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી
શકાય.
૨૧૪
ટિપ્પણો :
૧. સં. જિન વિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-લત્તા ૧૯૪૦,
૨. જુઓ શ્રીપ્રભાવકચરિત્ર (ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૧), ‘‘પ્રસ્તાવના,’ પૃ ૨૨.
૩. વૈરોટ્યાની મૂર્તિઓનાં અંકન દસમા શતક (કે બહુ બહુ તો પ્રાક્મધ્યકાળ) પહેલાં મળતાં નથી. એના સંબંધી આખીયે દંતકથા ચૈત્યવાસીઓએ ઉપજાવી કાઢેલી જણાય છે.
૪. સં. મુનિ પુણ્યવિજય, જૈન-આગમ ગ્રંથમાલા, ગ્રંથ ૧, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સૂત્ર ૬, ‘થેરાવલિચા,' પૃ. ૬.
५. गाणम्मि दंसणम्म य तव विणए णिच्चकालमुज्जुतं ।
अज्जानंदिलखमणं सिरसा वंदे पसण्णमणं ॥
—વિમૂત્ર ૬.૨૬
૬. નંદીસૂત્રમાં જે થેરાવલી છે તેમાં આર્ય ભદ્રબાહુ પછી આવતાં નામો ક્રમબદ્ધ નથી. અહીં જે સમયાંકન કર્યું છે તે આર્ય મંગુ (માધહસ્તી), આર્યનાગહસ્તી આદિનો સંભાવ્ય કાળ લક્ષમાં લઈ તેના આધારે આર્યનન્દિલની વિદ્યમાનતાનો કાળ પણ કુષાણયુગમાં માન્યો છે.
૭. જુઓ મારો લેખ, “Apropos of Mahāvācaka Ärya Nandi Ksamāśramana," Sri Dinesacandrika (Studies in Indology}, Eds. B. N. Mukherjee et al, Delhi 1983, pp. 141-147.
૮. જુઓ ‘‘વરોચનેવીસ્તવ,'' નૈનસ્તોત્રમંો, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારણગ્રંથાવલી, પ્રથમ ભાગ, સં ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૪૭-૩૫૦.
૯. એજન, પૃ. ૩૪૮.
૧૦. સં. પં. બેચરદાસ જીવરાજ દોશી, વિયા પળત્તિસુત્ત, દ્વિતીય ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૨), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, સૂ૰ ૧૩, પૃ. ૫૦૦.
૧૧. સં. મુનિ જંબૂવિજય, ઢાળંગપુખ્ત સમવાયંગસુત્ત વ્ર, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૩, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, તદંતર્ગત સ્થાનોંગસૂત્ર, ૪.૧ ૨૭૩, પૃ ૧૦૫,
Page #7
--------------------------------------------------------------------------
________________ આર્યાનંદિલકૃત ‘વૈરોટ્યાદેવીસ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ 215 12. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં “છ” નામ આપ્યાં છે અને સ્થાનાંગમાં “ચાર” નામ બતાવ્યાં છે. બન્નેનાં નામો બિલકુલ જુદાં છે. 13. વૈ૦ 0 0, ભાગ 1, પૃ. 347, 14. પ્રાચીન સ્તોત્રોમાં અષ્ટમહાભયાદિ દૂર થતા હોવાની તો વાત કહી છે; પણ અહીં કથિત ઝેરી જંતુઓ આદિની વાત નથી. આથી પણ સ્તોત્ર મધ્યકાલીન હોવાનું સંભવે છે. 15. ભાલકનો એક અર્થ “સર્પ સરખા સરિસૃપ સરખો થાય છે. 16, શબ્દ સ્પષ્ટ નથી એટલે અર્થ પણ સ્પષ્ટ નથી. 17. એજન. એમણે પ્રસ્તુત “ચરિત'માં તેનો ઉલ્લેખ કર્યો છે. જુઓ v0 20, પૃ. 21, ત્યાં સ્તોત્રની શરૂઆત મકા નિવાસ સ્તવ આર્યાનન્ટિલે બતાવ્યાનું કહ્યું છે, જયારે ઉપલબ્ધ પ્રકાશિત સ્તોત્રમાં તે મણ પાસનાé એવા શબ્દોથી પ્રારંભ કર્યો છે. 18. રાજશેખર કૃત પ્રબંધકોશ(ઈસ્વી ૧૩૪૯)ના “ભદ્રબાહુ-વરાહ પ્રબંધ”માં તેવો સ્પષ્ટ નિર્દેશ છે. જુઓ સંવ જિનવિજય, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 6, શાંતિનિકેતન 1935, પૃ. 2. આ સિવાય સંઘતિલકની સભ્યત્વેસલિકાવૃત્તિ ઈસ. 136 દ)માં પણ એવો જ ઉલ્લેખ છે. નોંધ માટે જુઓ સં. ચતુરવિજયમુનિ “પ્રસ્તાવના " મંત્રાધિરાજચિંતામણિ (જૈનસ્તોત્ર સંદોહ, દ્વિતીય વિભાગ), શ્રી પ્રાચીન જૈન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલી, ચતુર્થપુષ્પ, અમદાવાદ 1936, પૃ. 8. લધુવૃત્તિ માટે જુઓ જૈનસ્તોત્રસંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન ભજન) સાહિત્યોદ્ધારગ્રંથાવલી, પ્રથમ પુષ્પ, અમદાવાદ 1932, “ગ-પરિશિષ્ટ', પૃ. 67-76. 20. જુઓ “પ્રસ્તાવના” (સંસ્કૃત) જૈ. સ્તોસંત, 1, પૃ. 5-6. 21. જુઓ એમની ગુજરાતી “પ્રસ્તાવના” જૈ. સ્તો. સં, 2, પૃ. 3-12. 22. નિયુક્તિઓ પ્રથમ ભદ્રબાહુ પ્રાયઃ (ઈ. સ. પૂ. 325-290) દ્વારા રચાયેલી હોવાની જે માન્યતા ઈસ્વી છઠ્ઠી સદીથી ચાલી આવી છે તેને પ્રસ્તુત કૃતિઓની ભાષા, છંદ, અને આંતરિક વસ્તુથી જરાયે સમર્થન મળતું નથી. આ વિશે (સ્વ) મુનિવર પુણ્યવિજયજી, જર્મન વિદ્વાનો, અને આ ક્ષેત્રના અન્ય ભારતીય વિદ્વાનો દ્વારા ઊહાપોહ થઈ ચૂક્યો છે. 23. આ કથન ટીકાકારોનું છે. પંદરેક વર્ષ પૂર્વે બનારસમાં મારે ઘેર પં. દલસુખભાઈ માલવણિયા તથા સાગરમલ જૈનને મેં કહેલું કે ઉપસર્ગહરસ્તોત્ર એ પ્રથમ ભદ્રબાહુનું તો નથી જ પરંતુ કહેવાતા દ્વિતીય ભદ્રબાહ(વરાહમિહિરના મનાતા બંધુ)નું પણ હોઈ ન શકે, કેમકે તીર્થકરો સાથે સંબદ્ધ 24 યક્ષયક્ષીઓની કલ્પનાનો નવમી શતાબ્દી પૂર્વે ન તો શિલ્યમાં કે ન તો સાહિત્યમાં સગડ મળે છે. પછીથી, મોટે ભાગે શ્રમણના એક અંકમાં, તે હકીકત સાગરમલ જૈનના લેખમાં (એમની પોતાની શોધરૂપે) પ્રગટ થઈ હોવાનું સ્મરણ છે.