________________
આર્યાનંદિલકૃત વૈરોટચાદેવીસ્તવ’ તથા ‘ઉપસર્ગહરસ્તોત્ર’નો રચનાકાળ
તેનો શબ્દાર્થ શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતમાં આપ્યો છે જેના આધારે ગુજરાતીમાં ભાવાર્થ નીચે મુજબ તારવી શકાય :
૧. ઉપસર્ગને હરનાર, વિષધરના વિષનો વિનાશ કરનાર (યક્ષ) પાર્શ્વને, તેમ જ કર્મઘનથી મુક્ત, મંગલ અને મંગલ-કલ્યાણના આવાસ રૂપ (જિન) પાર્શ્વને વંદું છું.
૨૧૩
૨. (આ) વિષધરસ્ફુલિંગમંત્રને જે મનુષ્ય સદા કંઠસ્થ રાખે તેને ગ્રહ દશાનું, રોગ, મરકી(ઇત્યાદિ)ના આવિર્ભાવનું, કે આકરા તાવનું ઉપશમન થાય.
૩. મંત્ર તો દૂર પણ આપના પ્રણામ માત્ર પણ બહુ ફળ આપનાર છે. આપને પ્રણામ કરનાર મનુષ્યો વા પ્રાણીઓ દુ:ખ કે દુર્ગતિને પ્રાપ્ત થતા નથી.
૪. આપને સમ્યક્ રીતે ગ્રહણ કરવાથી ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી (પ્રાપ્ત થાય તેનાથી) પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે, અને જીવો નિર્વિઘ્ને અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. ૫. હે મહાયશ, હે દેવ, હે ચંદ્ર સમાન પાર્શ્વજિન, ભક્તિથી પૂર્ણ ભરેલ હૃદયથી હું સંસ્તુતિ કરું છું કે ભવોભવ સંબોધિ દેજો !
આમ સ્તોત્ર મંત્રપૂત છે અને નાગવિષ ઉતારવા માટે, ગ્રહદશાના પ્રભાવથી મુક્ત થવા માટે, મહામારી સમાન રોગ-વિમોક્ષ, તથા જ્વરોપશમનના ઉદ્દેશથી કર્તાએ રચ્યું છે. દેખીતી રીતે જ આનો રચયિતા આગમ યુગનો નથી જ અને રચના-રીતિ અને ભાષા પણ પ્રાક્ર્મધ્યકાળ પૂર્વેનો કાળ બતાવતા હોવાનું ભાગ્યે જ માની શકાય.
પણ કાળનિર્ણયની ચાવી તો પહેલા જ પદ્યના પ્રથમ ચરણમાં છે. તેમાં ‘પાસ (પાર્શ્વ)' શબ્દ બે વાર આવે છે. ટીકાકારે પહેલા, ઉપસર્ગને હરનાર ‘પાસ’નો અર્થ ‘પાર્શ્વયક્ષ’ કર્યો છે, જ્યારે બીજા, કર્મ-વૃત્તિથી મુક્ત થવામાં નિમિત્ત બનનાર ‘પાસ’નો અર્થ ‘જિન પાર્શ્વ’ કર્યો છે ને તેના ઔચિત્ય વિષે કોઈ શંકાને કારણ નથી; કેમકે સિદ્ધાત્મા(વિમુક્ત-આત્મા)ને નિગ્રન્થદર્શન સર્વજ્ઞ-સર્વદર્શી તો માને છે પણ કર્તા રૂપે નહીં. આથી જિન પાર્શ્વ ઉપસર્ગને હરી ન શકે, પણ શાસન-દેવતા.આ કાર્ય કરી શકે; એથી ઉપસર્ગ હરવાની પ્રાર્થના પાર્શ્વજિનને નહીં, એમના નામેરી અને એમના જ શાસનદેવ, પાર્શ્વ-યક્ષને કરે છે૰. પણ પાર્શ્વયક્ષની કલ્પના પણ મોડેની જ માનવાની રહે છે. તીર્થંકરોના શાસન રક્ષકરૂપે યક્ષ-યક્ષીઓનો વિભાવ સાહિત્ય કે પ્રતિભા-સર્જનમાં નવમ શતક અંતિમ ચરણથી પૂર્વેનો નથી, એને લગતું કોઈ જ પ્રમાણ નથી. સમવાયાંગસૂત્રમાં ૨૪મા સ્થાનમાં યક્ષ-યક્ષીઓનો ઉલ્લેખ જ નથી. અને અનુગુપ્ત કાળ સુધીના આમિક કે અન્ય સાહિત્યમાં પણ તે નિર્દેશ મળતા નથી. શૈલીની દૃષ્ટિએ પણ સ્તોત્ર પાદલિપ્ત સૂરિ(દ્વિતીય) (પ્રાયઃ ઈસ્વી ૭૦૦-૭૨૫)ની “ગાહાજુહલેણ’” નામક બે જ ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org