SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બીજી શતાબ્દી જેટલું પુરાણું હોવા સામે તો સ્તવ જ અપવાદ કરે છે, જેનાં કારણો વિષે જોઈએ : ૧. સ્તવમાં વૈરોચ્યા તેમ જ પદ્માવતીને ધરણોરગ(ધરણંદ્ર)ની દેવીઓ રૂપે ઉલ્લેખ થયો છે : યથા : जा धरणोरगदइआ देवी पउमावई य वइट्ठा । सप्पसहस्सेहि जुआ देवा किर किंकरा जाया ॥२॥ તથા धरणिदपढमपत्ती बइरुहानाम नागिणी विज्जा । सप्पकरंडगहत्था सप्पाभरणा य जा निच्चं ॥४॥ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ઈ. સ. ૧૦૦-૩૦૦) અને સ્થાનાંગસૂત્ર (ઈ. સ. ૩પ૦ ૩૬૩)"માં નાગરાજ ધરણંદ્રની જે છ (કે ચાર મહિષીઓનાં નામ ગણાવ્યાં છે તેમાં ન તો વૈરોચ્યા કે ન તો પદ્માવતીનું નામ જોવા મળે છે. આથી પ્રસ્તુત કલ્પના અનાગમિક અને પશ્ચાત્કાલીન જણાય છે. (દિગંબર સંપ્રદાયના આગમવતુ વા આગમસ્થાનીય ગ્રંથ તિલોયપણસ્તી (પ્રજ્ઞા) (આ. ઈ. સ. ૫૫૦) ગ્રંથમાં પણ ધરણંદ્રના સંદર્ભમાં પ્રસ્તુત બન્ને નામો અનુપસ્થિત છે.) ૨. વૈરોચ્યા કે પદ્માવતીદેવીની ઉપલબ્ધ પ્રતિમાઓમાંથી એકેય છઠ્ઠા શતકથી પૂર્વે લઈ જઈ શકાય તેમ નથી. (સાહિત્યમાં અલબત્ત આનાથી થોડા કાળ પૂર્વે ઉપાસના-સૂચક સ્તોત્રો થઈ ગયાં હોઈ શકે. પદ્માવતીના, ઈસ્વી પ૭૫-૬૦૦માં કોરાયેલાં લયન મંદિરો અંતર્ગત, શિલ્પ હોળે અને બદામીમાં [દિગંબર સંપ્રદાયમાં મળે છે. આ સિવાય પદ્માવત્યાલયના ઉલ્લેખ કર્ણાટકમાં કદંબવંશીય તામ્રશાસનોમાં ઈસ્વી પમી ઉત્તરાર્ધ અને છકીના પૂર્વાર્ધ સુધીના મળી આવે છે.) ૩. સંદર્ભગત સ્તોત્રમાં પદ્ય ૩માં વૈરોચ્યાનું જે વર્ણન કર્યું છે તે પ્રાચીનને બદલે તેના પ્રતિમાવિધાનમાં પછીથી દેખાતાં લક્ષણોને આવરે છે યથા : नागिणि नागारूढा नागकरा नागभूसियसरीरा । नागेहिं सिरमाला नागमुहा सा जए जयउ ॥३॥ ૪. ચોથા પદ્યમાં તેને “ વિજ્જા” (“વિદ્યા'= શક્તિ) કહી છે જે હકીકત પણ વૈરોચ્યા નિર્ઝન્ય-દર્શન અંતર્ગત બહુ પ્રાચીન દેવતા હોવાનું માનવામાં બાધા ઊભી કરે છે, આગમિક સંદર્ભોમાં ઠેકઠેકાણે આવતા લૌકિક યક્ષો અને યક્ષીઓના ઉલ્લેખોમાં વૈરોચ્યાનું નામ જોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249371
Book TitleVairotyadevi stava tatha Upsargahara Stotrano Rachnakal
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy