Book Title: Vadindra Mallavadi Kshama shraman no Samaya Author(s): Jitendra B Shah Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 4
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha જિનયશને આ અલ્લભૂપની સભાના વાદી શ્રી નન્દક ગ્રંથ રચવાની પ્રેરણા કેવી રીતે કરી શકે તે સમજાતું નથી”. અહીં મલ્લવાદીના કથાનકમાં મલ્લવાદીનો અલ્લરાજાની સાથે સંબંધ જોડવા જતાં મલ્લવાદી દસમી સદીમાં થયાનું પુરવાર થાય અને આ સમય અનેક દૃષ્ટિએ અનુયુકત જણાય છે જેની ચર્ચા હવે પછી કરવામાં આવશે. માટે એ કાળે કોઈ બીજા મલવાદી થયા હોવાનું અનુમાન અનિવાર્ય બને છે. બીજ મલ્લવાદી થયા હોવાનું મનિશ્રી કલ્યાણવિજયજી, ઉપરાન્ત મુનિશ્રી ત્રિપુટી મહારાજ, મોહનલાલ દલીચંદ દેશાઈ, પં. દલસુખ માલવણિયા આદિ વિદ્વાનો માને છે. જૈન ભંડારોમાં પ્રાપ્ત થતી અને અદ્યાવધિ અપ્રકાશિત લઘુધર્મોત્તરટિપ્પણક નામની હસ્તલિખિત પોથીને આધારે અનુમાનવામાં આવે છે કે ઉકત ગ્રંથના રચયિતા એ આ બીજા મલ્લવાદી હોવા જોઈએ, કારણ કે બૌદ્રાચાર્ય ધર્મોત્તરે ન્યાયબિન્દુ ગ્રંથ રચ્યો છે અને તેના ઉપર લઘુ ધર્મોત્તરે(વિ. સં. ૦૪ | ઈ. સ. ૮૪૮)માં ટીકા કરી છે. આ ટીકા ઉપર વૃત્તિ રચનાર મલવાદી દસમી સદીના અંતમાં થયા હશે. અને આ પ્રમાણે મલવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામાયિક સિદ્ધ થઈ શકે છે*. ત્રિપટિ મહારાજ જૈન પરંપરાનો ઇતિહાસમાં નોંધે છે : “આ જિનયશ આ યક્ષ અને આ મલ્લ એ દશમી સદીના આચાર્ય છે... બીજા મલ્લવાદીએ ધર્મોત્તર ટિપ્પનક બનાવ્યું છે. આ જિનશે પ્રમાણશાસ્ત્ર તથા વિશ્રાંતિવિદ્યાધર વ્યાકરણ પર ન્યાસ બનાવ્યો છે અને આયક્ષે યક્ષસંહિતા રચી છે. આ જિનયરો પોતાનું પ્રમાણશાસ્ત્ર આ નમ્નસૂરિની આજ્ઞા થવાથી મેવાડના રાણા અલ્લટની સભામાં વાંચી સંભળાવ્યું હતું. આમ ત્રિપુટી મહારાજ દ્વિતીય મલ્લવાદીને વિક્રમની દસમી સદી(ઉત્તરાર્ધ)માં મૂકે છે. પ્રથમ મલ્લવાદીનો સંબંધ વલભી સાથે છે, જ્યારે અલ્લરાજા, નન્નસૂરિ, અને નન્દક ગુર, આદિનો રાજસ્થાન સાથે છે અને તે સૌ દસમી સદીમાં થયેલ છે : આથી ઉકત રાજા સાથે સંબંધ ધરાવનાર મલવાદી દ્વિતીય મલ્લવાદી છે. તૃતીય મલવાદી દિલ્હીના લાલા હજારીગલ રામચંદજીના ચૈત્યમાં એક ધાતુપ્રતિમા પર મળી આવેલ પ્રતિમાલેખમાં મલવાદી ગચ્છનો ઉલ્લેખ છે. આ મલવાદી નાગેન્દ્રગચ્છના આચાર્ય છે અને તેમનાથી મલ્લવાદી ગચ્છ ચાલ્યાનું અનુમાની શકાય. પ્રભાવકચરિતમાં અભયદેવ પ્રબંધમાં મલવાદીશિષ્યના શ્રાવકોએ ચૈત્ય કરાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે*. આ તૃતીય પલ્લવાદી છે. આ અંગે ત્રિપુટી મહારાજ નોંધે છે કે, તેઓ વિક્રમની તેરમી સદી લગભગમાં થયા છે. તેઓ નાગેન્દ્રગચ્છના હતા અને તભન-પાર્શ્વનાથનું થાંભણાતીર્થ તેમને આધીન હશે. મંત્રી વસ્તુપાલે પણ તેમના ગ્રંથની પ્રશંસા કરી હતી. ચતુર્થ મલ્યવાદી તેઓ દિગમ્બર ના અચેલ-ક્ષપણક પરમ્પરામાં લાટમાં ઈસ્વીસનની આઠમી-નવમી સદીમાં થઈ ગયા હોવાનું રાષ્ટકૂટ સમયના તામ્રશાસન પરથી સૂચિત છે. પણ એમનાથી તો શ્વેતામ્બર પરમ્પરા બિલકુલ અજાણ હોઈ એમના સંબંધમાં ચર્ચા અસ્થાને છે. નિરૈન્ય પરંપરામાં થઈ ગયેલ ઉકત મલ્લવાદીઓમાંથી નયચક્રકાર પ્રથમ મલ્લવાદી ક્ષમામણનો સમય નિર્ધારિત કરવા માટે શ્વેતામ્બર તથા દિગમ્બર વિદ્વાનોએ સમયે સમયે ઊહાપોહ કર્યો છે. (સ્વ) નાથુરામ પ્રેમીએ નયચક્રકારના સમય વિશે નોંધ્યું છે કે : “आचार्य हरिभद्र ने अपने अनेकान्त जयपताका नामक ग्रंथमें वादिमुख्य मल्लवादि कृत सन्मतिटीका के कई Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org .Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11