Page #1
--------------------------------------------------------------------------
________________
વાદીન્દ્ર મલ્યવાદી ક્ષમાક્ષમણનો સમય
જિતેન્દ્ર શાહ
ઉત્તર ભારતની નિરૈન્ય પરંપરામાં થઈ ગયેલી પ્રકાશમાન દાર્શનિક વિભૂતિઓમાં સિદ્ધસેન દિવાકર, મલ્લવાદી ક્ષમાક્ષમણ, અને જિનભદ્રગણિ ક્ષમાક્ષમણ મોખરે છે. મહાતાર્કિક સિદ્ધસેન દિવાકરે કાવ્યબદ્ધ દાર્શનિક કૃતિઓની રચના કરી છે. તેમનાથી નિર્ગસ્થ પરંપરામાં દાર્શનિક યુગનો પ્રારંભ થાય છે. શ્વેતામ્બર પરંપરામાં સિદ્ધસેન દિવાકર આદ્ય સ્તુતિકાર અને મહાવાદી તરીકે પ્રસિદ્ધ છે. તેમનો સમય ગુપ્તકાળમાં પાંચમી સદીના પૂર્વાર્ધમાં હોવાનું મનાય છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (પ્રાય: ઈસ્વી પ૫૦-૫૯૪) આગમિક પરંપરાના દાર્શનિક વિદ્વાનું છે. તેમણે વિશેષાવશ્યક-ભાષ્ય આદિ ગ્રન્થોની રચના કરી છે. મલ્લવાદી અગ્રિમ હરોળના દાર્શનિક છે : તેમણે રચેલ દ્વાદશાર-નયચક્રમાં તત્કાલીન ભારતનાં સમસ્ત દર્શનોની ચર્ચા દ્વારા અનેકાન્તવાદની સ્થાપના કરી છે. મલવાદીન. સમય વિશે વિદ્વાનોમાં નોખા નોખા મત પ્રવર્તે છે. તેમને વિક્રમના પાંચમા શતકના પૂર્વાર્ધથી લઈ વિક્રમની દસમી સદીના અંત સુધી થયાનું અનુમાનવામાં આવે છે. પ્રસ્તુત સમયાવધિ અનિશ્ચિતતા-દર્શક હોવા ઉપરાંત કોળની દષ્ટિએ વધુ વ્યાપક હોવાને કારણે આ અંગે વિશેષ ઊહાપોહ થવો જરૂરી છે. આથી સાંપ્રત લેખમાં મલ્લવાદીના સમય અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે.
તાર્કિક-ચૂડામણિ મલ્લવાદીએ દ્વાદશાર-નયચક્ર', સન્મતિપ્રકરણટીકા', અને પદ્મચરિત નામક ત્રણ ગ્રંથોની રચના કરી હતી તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યે આજે તેમનો ચેલો એક પણ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી; પરંતુ ભિન્ન ભિન્ન કાળમાં થયેલ આચાર્યોએ પોતાના ગ્રંથોમાં તેમના સ્તુતિપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેના આધારે એમ જરૂર કહી શકાય કે તેઓ શ્રેષ્ઠવાદી હતા. આચાર્ય હેમચંદ્ર સિદ્ધહેમ-બ્રહવૃત્તિમાં મલ્લવાદીને શ્રેષ્ઠ તાર્કિક તરીકે બિરદાવે છે, નયચક્રના ટીકાકાર સિંહજૂર મલ્લવાદીની સ્તુતિ કરતાં જણાવે છે કે નયચક્ર રૂપી ચક્ર દ્વારા જેમણે સમસ્ત સ્યાદ્વાદ વિરોધીઓને પરાસ્ત કર્યા છે એવા જિનવચન રૂપી આકાશમાં સૂર્ય સમાન આચાર્ય મલવાદી વિજયવંત છે. તદુપરાંત પ્રાફમધ્યકાળમાં અને મધ્યકાળમાં થઈ ગયેલા અનેક જૈનાચાર્યોએ પોતાના ગ્રંથમાં મલવાદી ક્ષમાક્ષમણનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે, વાદીન્દ્ર તરીકે સ્તુતિ કરી છે, તેમ જ તેમની દર્શનપ્રભાવક કૃતિ નયચકનો ઉલ્લેખ પણ કર્યો છે. આચાર્ય હરિભદ્રે અનેકાન્તજયપતાકામાં તથા તેની સ્વપજ્ઞ વૃત્તિમાં મલ્લાદીના એક વાકયને ટાંકતાં ‘વાદી મુખ્ય તરીકે બિરદાવ્યા છે. (ગા પ્રાઝં, ખં. ૧, પૃ. ૫૮,૧૧૬). દસમી સદીમાં થયેલ રાજગછીય અભયદેવસૂરિએ સન્મતિપ્રકરણટીકામાં મલવાદીનો ઉલ્લેખ કર્યો છે. મધ્યકાલીન જિનેશ્વરસૂરિએ પ્રમાલમ (વિ. સં૧૮૦ | ઈ. સ. ૧૦૨૪) નામક ન્યાયગ્રન્થમાં મલ્લવાદી તથા તેમના નયચક્રનો ઉલ્લેખ કર્યો છે. થારાપદ્રગથ્વીય વાદીવેતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદવૃત્તિ(પ્રાય: ઈ. સ. ૧૦૪૦ પહેલા)માં નયચકનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પૂર્ણતલ્લગચ્છીય શાત્યાચાર્યું ન્યાયાવતારવાર્તિક(પ્રાય: ઈસ્વી ૧૧૦૪)માં મલવાદીનો નિર્દેશ કયો છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહથી સન્માનિત થયેલ માલધારી હેમચંદ્રસૂરિએ અનુયોગદ્વારસૂત્રવૃત્તિ(ઈસ્વી ૧૧૧૯ પહેલાં)માં દ્વાદશાર-નયચક્રનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રસેન સૂરિએ ઉત્પાદાદિસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) નામક ગ્રંથમાં મલ્લવાદીના નયચકની પ્રથમ કારિકા ટાંકી વિશેષાર્થ માટે મૂળ ગ્રંથ જેવાની ભલામણ કરી છે. કુમારપાળ ભૂપાલના સમકાલીન અને પ્રસિદ્ધ વ્યાખ્યાકાર મલયગિરિ(ઈસ્વી ૧૨મી સદી બીજી-ત્રીજું ચરણ)એ ધર્મસંગ્રહણીવૃત્તિમાં આચાર્ય મલ્લવાદીનું સ્મરણ કર્યું છે. આમ અનેક આચાર્યોએ તેમની તથા તેમના પ્રસિદ્ધ ગ્રંથ નયચક્રની પ્રશંસા કરી છે. મલવાદી વાદમાં અને દાર્શનિક ચર્ચામાં અજેય પ્રતિપાદક રહ્યા હશે. સંભવત: એ કારણથી તેમના પછી થયેલ મલ્લવાદી નામ ધરાવતા અન્ય મુનિઓના જીવનની ઉકત નયચક્રકાર મલ્યવાદીના જીવન ચરિત્ર સાથે ભેળસેળ થઈ ગયેલી જોવા મળે છે. નિર્ગસ્થ પરંપરામાં ઓછામાં ઓછા ચારેક મલવાદી થયા છે. (આ અંગે
Page #2
--------------------------------------------------------------------------
________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha
વિશેષ ચર્ચા અહીં આગળ કરીશું. અને તે સૌના સમય વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. ઉપર જોઈ ગયા તેમ મલવાદી અને તેમના નયચક્ર અંગે અનેક ગ્રંથોમાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, પરંતુ મૂળ નયચક અને મલવાદીની અન્ય કૃતિઓ (સન્મતિતટીકા તથા પદ્મચરિત્ર) ઉપલબ્ધ થતી ન હોવાને કારણે તેમનાં પ્રદાનો અંગે પૂર્ણરૂપે કહેવું દુષ્કર છે. નયચક્રટીકાને આધારે પુનર્ગઠન કરવામાં આવેલ ગ્રંથમાં, તથા ટીકાકાર સિંહર મલ્લાદીના સમય સંબંધમાં તથા જીવન અંગે કોઈ ઉલ્લેખનીય નોંધ આપતા નથી કે જેના આધારે સમય નિર્ધારણ કે જીવન ઘટનાઓના સન્દર્ભો અંગે ચોકકસપણે કહી શકાય. આવી પરિસ્થિતિમાં ગ્રંથબાહ્ય પ્રમાણોનો તથા ગ્રંથાન્તર્ગત આવતા ઉલ્લેખોની સહાય લેવી જરૂરી બને છે. સમય નિર્ધારણ અંગે ચર્ચા કરતાં પહેલાં તેમના જીવનની ઘટનાઓ પ્રસંગો અંગે ચર્ચા કરવી જરૂરી બને છે : કેમકે નામસામ્યને કારણે ઓછામાં ઓછું એક અન્ય મલ્લવાદીની જીવનઘટનાઓનું મિશ્રણ થઈ ગયું છે. મલવાદીના જીવન અંગે પ્રબંધોમાં તથા કથાગ્રંથોમાં કથાનકો-ચરિતો મળે છે. ભદ્રેશ્વર સૂરિકૃત કહાવલિમાં", આમ્રદેવ રચિત આખ્યાનકમણિકોશવૃત્તિમાં, અજ્ઞાતકરૂંક પ્રબંધચતુષ્ટય(ઈ. સ. ૧૨૩૪ પહેલાં)માં, પ્રભાચંદ્રસૂરિ કૃત પ્રભાવકચરિત(વિ. સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૪)માં“, આચાર્ય મેરતંગકર્જક પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૮૧ | ઈસ્વી ૧૩૦૫)માં, રાજશેખર સૂરિ વિરચિત પ્રબંધકોશ(વિ. સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૪૯)માં, અને સંઘતિલકાચાર્ય કૃત સમ્યકત્વસMતિવૃત્તિ(વિ. સં. ૧૪૨૨ ઈ. સ. ૧૩૬૬)માં મલ્લાદીના જીવનની કથા વર્ણવવામાં આવી છે. ઉપરોકત ગ્રંથોમાં વર્ણવેલ ચરિત્રના આધારે મલવાદીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર આ પ્રમાણે છે. પ્રથમ મલ્યવાદી
મલવાદીની માતાનું નામ દુર્લભદેવી હતું. એમનાં ત્રણ સંતાનો, નામે જિનયશ, યક્ષ, અને મલ્લ હતાં. તેઓ સૌ વલભીમાં વસેલાં હતાં. દુર્લભદેવીના ભાઈ જિનાનંદ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા અને આચાર્ય બન્યા હતા. એક વખત ભરૂચમાં બૌદ્ધ પંડિત બૌદ્ધાનંદ વા બદ્ધાનંદ સાથે તેમનો વાદ થયો હતો. (જિનાનંદ અને વૃદ્ધાનંદ નામો અલબત્ત કાલ્પનિક લાગે છે. જૈન ધર્મના આચાર્યને જિનાનંદ અને બૌદ્ધધર્મનાને બુદ્ધાનંદ એવું નામ આપવામાં આવ્યું હોય તેમ લાગે છે.) વાદમાં જે હારે તેણે ભરૂચ છોડી ચાલ્યા જવું તેવું નકકી થયું હતું. બાદમાં જિનાનંદસૂરિનો પરાજય થતાં તેમને ભરૂચ છોડવું પડ્યું અને તેઓ વલભી આવ્યા. ત્યાં તેમણે તેમની બહેન દુર્લભદેવી તથા તેમના ત્રણ પુત્રોએ જિનપ્રણીત પ્રવ્રજ્યા ધારણ કરી. ત્રણેય પુત્રોમાં મલ્લ વિશેષ મેધાવી અને કુશાગ્રબુદ્ધિ ધરાવતાં હતા. તેણે ટૂંક સમયમાં બધાં જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને દર્શનોના પારંગત વિદ્વાન બની ગયા. એક વાર ગુરુની આજ્ઞા વગર કોઈ ગ્રંથનો એક શ્લોક વાંચ્યો અને તે એક શ્લોકના આધારે તેણે નૂતન નયચકની રચના કરી. પ્રસ્તુત નૂતન ગ્રંથનું અવલોકન કરતા તેમના ગુરુ આશ્ચર્યચકિત થયા અને તેમને આચાર્યપદ પર આરૂઢ કર્યા. આચાર્ય મલ્લને પૂર્વે ભરૂચમાં થયેલા વાદ અને ગુરુના પરાજયની જાણ થતાં તેઓ ભરૂચ ગયા અને ત્યાં બુદ્ધાનંદ સાથે વાદ કરી તેમને હરાવ્યા. આથી તેમને ‘વાદી” બિરુદ પ્રાપ્ત થયું.
પ્રબન્ધો કથિત મલ્લવાદીના જીવન સાથે કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ જોડાયેલી છે જે અને સ્વાભાવિક રીતે જ છોડી દીધી છે. પ્રસ્તુત ઘટનાઓના આધારે એવી કલ્પના કરી શકાય કે તેઓ તપ:નિષ્ઠ અને તત્કાલીન સર્વદર્શન પારગામી વિદ્વાન હતા, અજોડ સ્મરણશકિત ધરાવનાર વ્યકિતવિશેષ હતા. તત્કાલીન તર્ક-મહારથી બૌદ્ધોને પણ હરાવી શકે તેવા સમર્થ દાર્શનિક પંડિત હતા.
તેમની ત્રણ રચનાઓમાંથી વાદશાર-નયચક મૂળરૂપે તો પ્રભાવકચરિતમાં મળતા ઉલ્લેખોને આધારે તેરમી સદીમાં ઉપલબ્ધ નહોતો તેમ જણાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
Vol. 1.1995
વાદન્દ્ર મલ્યવાદી અમાક્ષમણનો સમય
નયચક ઉપર સિંહઘેરે એક ટીકા (પ્રાય: ઈ. સ. ૬૭૫-૬૦) લખી છે. ઉપલબ્ધ ટીકાને આધારે નયચક્ર ગ્રંથનું વર્તમાને પુનર્ગઠન કરવાનું કાર્ય પ્રથમ તો આચાર્ય વિજયલબ્ધિસરિએ કર્યું. જે ચાર ભાગમાં પ્રક છે. ત્યાર બાદ નવપ્રાપ્ત હસ્તલિખિત પોથીને આધારે, તથા પૂર્વપક્ષ રૂપે ઉપયોગમાં લેવામાં આવેલ બદ્ધાદિ ગ્રંથોના આધારે મુનિરાજ જંબૂવિજયજીએ બીજી વારનું પુનર્ગઠન કરેલું છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે, જેનો પાઠ પૂર્વપ્રકાશિત ગ્રંથ કરતાં વધુ વિશ્વસ્ત અને એથી વિશેષ પ્રમાણભૂત છે. (આમાં નયચક્રનો પ્રાય: ૮૦ ટકા જેટલો મૂળ સ્વરૂપે પુનર્ગઠિત થયો છે.) હરિભદ્ર સૂરિ વિરચિત અનેકાનજ્યપતાકાની સ્વપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે, "
उक्तं च मल्लवादिना सम्मतौ इत्यादिना ॥ આ પ્રકારના સોદ્ધરણ ઉલ્લેખ બે જુદા જુદા સ્થળે કરેલા છે જેના આધારે નિશ્ચિતપણે કહી શકાય કે તેમણે સિદ્ધસેન દિવાકર રચિત સન્મતિપ્રકરણ ઉપર ટીકા રચી હશે. આ વિષે બીજો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. બ્રહટિપ્પનિકા(ઈ. સ.૧૫૦૫)માં પ્રાચીન ગ્રંથોની યાદી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે,
सन्मतिसूत्रं सिद्धसेनदिवाकर कृतम् ० १७०
સતિવૃત્તિત્તાવાતિવૃતાં આમાં સન્મતિપ્રકરણ પર મલ્લવાદીકૃત વૃત્તિ (૭૦ શ્લોક પ્રમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા રાજગચ્છીય અભયદેવસૂરિ રચિત સન્મતિવૃત્તિમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન અંગે મલ્લવાદી યુગપતવાદમાં માનતા હોવાનું જણાવ્યું છે. વર્તમાનકાળે પ્રાપ્ત નયચકમાં તો કયાંય કેવળજ્ઞાન અને કેવળદર્શનની ચર્ચા જોવા મળતી નથી; આથી એવું અનુમાની શકાય કે અનુપલબ્ધ સન્મતિટીકામાં મલ્લવાદીએ ઉકત ચર્ચા કરી હશે,
એક ત્રીજો ગ્રંથ પદ્મચરિત્ર પણ મલ્લવાદી રચિત હોવાનું મનાય છે. આ ગ્રંથમાં રામનું ચરિત્ર હશે, ઉકત મલ્લવાદી તો દાર્શનિક અને મહાતાર્કિક છે એટલે તેમણે આવો કથાગ્રંથ રચ્યો હોય તે આમ તો સંભવતું નથી; કેમકે આ અંગે વિશ્વસનીય અન્ય કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. (આ પછીના અન્ય મલવાદીની કૃતિ હશે ?) દ્વિતીય મલ્યવાદી
મધ્યયુગીન પ્રબંધકારોએ મલવાદીના ચરિત્રમાં કયાંય નયચકારથી ભિન્ન અન્ય મલવાદી થયા હોવાનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રાચાર્ય મલ્લવાદીના ગુરભ્રાતા જિનયશનો સંબંધ અલ્લરાજાની સભાના વાદી નન્દક ગુરુ સાથે સાંકળે છે*. તેમણે જણાવ્યું છે કે અલ્લરાજાની સભાના વાદી નંદક ગુરુના કહેવાથી મલ્લવાદીના જ્યેષ્ઠબંધુ જિનયશે એક પ્રમાણ ગ્રંથ બનાવ્યો, પરંતુ અહીં દર્શાવેલ અલ્લરાજા અને નન્દક ગર કોણ હતા તે અંગે કશી નોંધ દર્શાવી નથી. આ પ્રસંગની સમાલોચના કરતા મુનિશ્રી કલ્યાણ વિજયજીએ પ્રબંધ પર્યાલોચનમાં જણાવ્યું છે :
“પ્રભાવક ચરિતના અભયદેવ પ્રબંધ ઉપરથી જણાય છે કે શ્રી વર્ધમાનસૂરિના સમયમાં કૂર્યપુર (કચેરા-મારવાડ)માં અલભૂપાલ પુત્ર ત્રિભવનપાલ રાજા રાજ્ય કરતો હતો. આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે વર્ધમાન સૂરિ કાલીન ભુવનપાલનો પિતા અલ્લરાજા વિક્રમની દસમી સદીના અંતમાં વિદ્યમાન હોવો જોઈએ. વળી એ જ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિ ન્યાયમહાર્ણવકાર અભયદેવસૂરિના ગુરુ પ્રદ્યુમ્નસૂરિએ અલુરાજાની સભામાં દિગમ્બરાચાર્યને જીત્યાનો ઉલ્લેખ છે. આ અલૂ અને અલ્લ એક જ વ્યકિતનાં નામો છે. અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલ્લભૂપનું અસ્તિત્વ વિક્રમની દસમી સદીમાં જ સિદ્ધ થાય છે. પણ મલવાદીના ભાઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha
જિનયશને આ અલ્લભૂપની સભાના વાદી શ્રી નન્દક ગ્રંથ રચવાની પ્રેરણા કેવી રીતે કરી શકે તે સમજાતું નથી”. અહીં મલ્લવાદીના કથાનકમાં મલ્લવાદીનો અલ્લરાજાની સાથે સંબંધ જોડવા જતાં મલ્લવાદી દસમી સદીમાં થયાનું પુરવાર થાય અને આ સમય અનેક દૃષ્ટિએ અનુયુકત જણાય છે જેની ચર્ચા હવે પછી કરવામાં આવશે. માટે એ કાળે કોઈ બીજા મલવાદી થયા હોવાનું અનુમાન અનિવાર્ય બને છે. બીજ મલ્લવાદી થયા હોવાનું મનિશ્રી કલ્યાણવિજયજી, ઉપરાન્ત મુનિશ્રી ત્રિપુટી મહારાજ, મોહનલાલ દલીચંદ દેશાઈ, પં. દલસુખ માલવણિયા આદિ વિદ્વાનો માને છે. જૈન ભંડારોમાં પ્રાપ્ત થતી અને અદ્યાવધિ અપ્રકાશિત લઘુધર્મોત્તરટિપ્પણક નામની હસ્તલિખિત પોથીને આધારે અનુમાનવામાં આવે છે કે ઉકત ગ્રંથના રચયિતા એ આ બીજા મલ્લવાદી હોવા જોઈએ, કારણ કે બૌદ્રાચાર્ય ધર્મોત્તરે ન્યાયબિન્દુ ગ્રંથ રચ્યો છે અને તેના ઉપર લઘુ ધર્મોત્તરે(વિ. સં. ૦૪ | ઈ. સ. ૮૪૮)માં ટીકા કરી છે. આ ટીકા ઉપર વૃત્તિ રચનાર મલવાદી દસમી સદીના અંતમાં થયા હશે. અને આ પ્રમાણે મલવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામાયિક સિદ્ધ થઈ શકે છે*.
ત્રિપટિ મહારાજ જૈન પરંપરાનો ઇતિહાસમાં નોંધે છે : “આ જિનયશ આ યક્ષ અને આ મલ્લ એ દશમી સદીના આચાર્ય છે... બીજા મલ્લવાદીએ ધર્મોત્તર ટિપ્પનક બનાવ્યું છે. આ જિનશે પ્રમાણશાસ્ત્ર તથા વિશ્રાંતિવિદ્યાધર વ્યાકરણ પર ન્યાસ બનાવ્યો છે અને આયક્ષે યક્ષસંહિતા રચી છે. આ જિનયરો પોતાનું પ્રમાણશાસ્ત્ર આ નમ્નસૂરિની આજ્ઞા થવાથી મેવાડના રાણા અલ્લટની સભામાં વાંચી સંભળાવ્યું હતું. આમ ત્રિપુટી મહારાજ દ્વિતીય મલ્લવાદીને વિક્રમની દસમી સદી(ઉત્તરાર્ધ)માં મૂકે છે.
પ્રથમ મલ્લવાદીનો સંબંધ વલભી સાથે છે, જ્યારે અલ્લરાજા, નન્નસૂરિ, અને નન્દક ગુર, આદિનો રાજસ્થાન સાથે છે અને તે સૌ દસમી સદીમાં થયેલ છે : આથી ઉકત રાજા સાથે સંબંધ ધરાવનાર મલવાદી દ્વિતીય મલ્લવાદી છે. તૃતીય મલવાદી
દિલ્હીના લાલા હજારીગલ રામચંદજીના ચૈત્યમાં એક ધાતુપ્રતિમા પર મળી આવેલ પ્રતિમાલેખમાં મલવાદી ગચ્છનો ઉલ્લેખ છે. આ મલવાદી નાગેન્દ્રગચ્છના આચાર્ય છે અને તેમનાથી મલ્લવાદી ગચ્છ ચાલ્યાનું અનુમાની શકાય. પ્રભાવકચરિતમાં અભયદેવ પ્રબંધમાં મલવાદીશિષ્યના શ્રાવકોએ ચૈત્ય કરાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે*. આ તૃતીય પલ્લવાદી છે. આ અંગે ત્રિપુટી મહારાજ નોંધે છે કે, તેઓ વિક્રમની તેરમી સદી લગભગમાં થયા છે. તેઓ નાગેન્દ્રગચ્છના હતા અને તભન-પાર્શ્વનાથનું થાંભણાતીર્થ તેમને આધીન હશે. મંત્રી વસ્તુપાલે પણ તેમના ગ્રંથની પ્રશંસા કરી હતી. ચતુર્થ મલ્યવાદી
તેઓ દિગમ્બર ના અચેલ-ક્ષપણક પરમ્પરામાં લાટમાં ઈસ્વીસનની આઠમી-નવમી સદીમાં થઈ ગયા હોવાનું રાષ્ટકૂટ સમયના તામ્રશાસન પરથી સૂચિત છે. પણ એમનાથી તો શ્વેતામ્બર પરમ્પરા બિલકુલ અજાણ હોઈ એમના સંબંધમાં ચર્ચા અસ્થાને છે.
નિરૈન્ય પરંપરામાં થઈ ગયેલ ઉકત મલ્લવાદીઓમાંથી નયચક્રકાર પ્રથમ મલ્લવાદી ક્ષમામણનો સમય નિર્ધારિત કરવા માટે શ્વેતામ્બર તથા દિગમ્બર વિદ્વાનોએ સમયે સમયે ઊહાપોહ કર્યો છે. (સ્વ) નાથુરામ પ્રેમીએ નયચક્રકારના સમય વિશે નોંધ્યું છે કે :
“आचार्य हरिभद्र ने अपने अनेकान्त जयपताका नामक ग्रंथमें वादिमुख्य मल्लवादि कृत सन्मतिटीका के कई
For Private & Personal use only
.
Page #5
--------------------------------------------------------------------------
________________
વાર્થીન્દ્ર મલ્લવાદી ક્ષમાક્ષમણનો સમય
अवतरण दिए है और श्रद्धेय मुनिश्री जिनविजयजी ने अनेकानेक प्रमाणों से हरिभद्र का समय वि० सं० ७५७ से ८२७ तक सिद्ध किया है। अतः आचार्य मल्लवादी विक्रम की आठवीं शताब्दि के पहले के विद्वान् है यह निश्चय है.. tro
Vol. 1.1995
ઉકત કથનમાં પં૰ નાથૂરામ પ્રેમી નયચક્રકાર મલ્લવાદીની ઉત્તરાધિ અંગે તો નિર્દેશ દે છે પરંતુ પૂર્વવિધિ અંગે કશી નોંધ કરતા નથી. આ અંગે વિશેષ સંશોધન કરી પં૰ દલસુખભાઈ માલવણિયાએ આવાર્ય મનવાડી ા નયન' નામના લેખમાં જણાવ્યું છે કે :
૫
"नयचक्र की उत्तरावधि तो निश्चित हो ही सकती है और पूर्वावधि भी । एक ओर दिग्नाग है जिनका उल्लेख नयचक्र में है और दूसरी ओर कुमारिल और धर्मकीर्ति के उल्लेखों का अभाव है जो नयचक्र मूल तो क्या, किन्तु उनकी संग्रहणि कृत वृत्ति से भी सिद्ध होता है ।.... आचार्य सिद्धसेन का उल्लेख दोनों में है। यह भी नयचक्र के समय-निर्धारण में उपयोगी है।
आचार्य दिग्नाग का समय विद्वानोंने ई० ३४५-४२५ के आसपास माना है अर्थात् विक्रम सं० ४०२-४८२ है । आचार्य सिंहगणि जो नयचक्र के टीकाकार है अपोहवाद के समर्थक बौद्ध विद्वानों के लिए अद्यतन बौद्ध विशेषण का प्रयोग करते है। उससे सिद्ध होता है कि दिग्नाग जैसे विद्वान् सिर्फ मल्लवादी के ही नहीं, किन्तु सिंहगणि के भी समकालीन કૈં।' આગળ તેઓ જણાવે છે :
"विजयसिंहसूरि प्रबंध में एक गाथा में लिखा है कि वीर सं० ८८४ में मल्लवादीने बौद्धों को हराया । अर्थात् विक्रम सं० ४१४ में यह घटना घटी। इससे इतना तो अनुमान हो सकता है कि विक्रम ४१४ में मल्लवादी विद्यमान थे । .... अत एव दिग्नाग के समय विक्रम ४०२-४८२ के साथ जैन परंपरा द्वारा संमत मल्लवादी के समय का कोई विरोध नहीं है और इस दृष्टिसे मल्लवादी वृद्ध और दिग्नाग युवा इस कल्पनामें भी विरोध की संभावना नहीं । १४२
આમ પં માલવણિયા નયચક્રકાર મલ્લવાદીનો સમય વિક્રમની પાંચમી શતાબ્દીમાં મૂકે છે. વિક્રમની ૧૧મી સદીના આચાર્ય અભયદેવની સન્મતિટીકામાં યુગપત્, અયુગપત્, અને અભેદવાદના પુરસ્કર્તાઓનાં નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ક્રમવાદના પુરસ્કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. યુગપાદના પુરસ્કર્તા આ મલ્લવાદી છે, તથા અભેદવાદના પુરસ્કર્તાના રૂપે આ સિદ્ધસેન દિવાકરના નામનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પં. સુખલાલજીનું કહેવું છે કે અમે તે સંપૂર્ણ સટીક નયચક્રનું અવલોકન કરીને જોયું તો તેમાં કયાંય પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સંબંધી પ્રચલિતવાદો પર થોડી પણ ચર્ચા મળી નથી. એ વાત તો સાચી છે કે નયચક્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના ક્રમવાદ, યુગપાદ, તથા અભેદવાદ પર કોઈ ચર્ચા નથી, તેથી તેના આધારે મલ્લવાદીનો સમય નિર્ધારિત કરવો કઠણ છે : પરંતુ મલ્લવાદીએ કેવલીના ઉપયોગ સંબંધી આ વાદોની કોઈક ચર્ચા કરી હતી જે અભયદેવની સામે રહી હશે. તે કોઈ અન્ય ગ્રન્થમાં હશે અથવા નષ્ટ થયેલા નયચક્રના ભાગમાં ઉપલબ્ધ હશે. (મોટે ભાગે તો મલ્લવાદીની લુપ્ત થયેલ સન્મતિની ટીકામાં આ ચર્ચા હોવી જોઈએ.) આ કારણે પં. સુખલાલજીએ કલ્પના કરી છે કે મલ્લવાદીનો કોઈ અન્ય યુગપાદ સમર્થક નાનો-મોટો ગ્રંથ અભયદેવની સામે હશે". દિગમ્બર વિદ્વાન્ પંડિત જુગલકિશોર મુખ્તારજી ઉપરોકત બંને વિદ્વાનોના મતની ચર્ચા કરતાં જણાવે છે કે મલ્લવાદીનું જિનભદ્રથી પહેલાં હોવું પ્રથમ તો સિદ્ધ નથી, જો સિદ્ધ હોત તો તેમને જિનભદ્રના સમકાલીન વૃદ્ધ માનીને અથવા ૨૫ કે ૫૦ વર્ષ પહેલાં માનીને પણ તેમના પ્રાચીનત્વને સિદ્ધ કરી શકાય. સાથે સાથે તેઓ અભયદેવનું મલ્લવાદીને યુગપાદના પુરસ્કર્તા જણાવવું ખોટું સમજે છે'. તદુપરાન્ત નયચક્રમાં ભર્તૃહરિનો નામોલ્લેખ અને ઇત્સિંગના યાત્રા-વિવરણમાં ભર્તૃહરિ ઉલ્લેખના આધારે નયચક્રનો સમય ઇ. સન્ ૬૦ થી ૬૫૦ (વિક્રમ સંવત ૬૫૭ થી ૭૦૭) પછી જ માને છે. આગળ તેઓ કહે છે કે જ્યારે ઇત્સિંગે ઈ. સન્ ૬૯૧માં પોતાની યાત્રાનો વૃત્તાંત લખ્યો
Page #6
--------------------------------------------------------------------------
________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha
ત્યારે ભર્તૃહરિનું દેહાવસાન થયે ૪૦ વર્ષ વીતી ચૂકયા હતાં. અને તે સમયની દષ્ટિએ તે (મલ્લવાદી) વિક્રમની લગભગ આઠમી-નવમી શતાબ્દીના વિદ્વાન્ હોઈ શકે છે, અને તેમનું એકત્વ ન્યાયબિંદુની ધર્મોત્તર ટીકા પર ટિપ્પણ લખવાવાળા મલ્લવાદીની સાથે થઈ શકે”. પં૰ મુખ્તાર પોતાના મતની પુષ્ટિ માટે વિશેષમાં કહે છે કે વિક્રમની ૧૪મી સદીના વિદ્વાન્ પ્રભાચન્દ્રે પોતાના પ્રભાવકચરિતના વિજયસિંહસૂરિ પ્રબંધમાં બૌદ્ધો અને તેમના વ્યંતરોને વાદમાં જીતવાનો જે સમય મલ્લવાદીના વીરવત્સરથી ૮૮૪ વર્ષ પછીનો અર્થાત્ વિ. સં. ૪૧૪ આપ્યો છે. તેમાં ચોકકસ કોઈ ભૂલ થઈ છે. ડૉ. પી. એલ. વૈધે ન્યાયાવતારની પ્રસ્તાવનામાં આ ભૂલનું કારણ શ્રી વીર વિક્રમાતાની જગ્યાએ શ્રી વીરસંવત્સરાત પાઠાંતરનું થવું જણાવ્યું છે. આ પ્રસ્તાવ અનુસાર પંડિત મુખ્તાર મલ્લવાદીનો સમય વિ. સં. ૮૮૪ સુધી લઈ જાય છે.
ઉપરોકત ચર્ચામાં પં૰ મુખ્તારે જે નિષ્કર્ષ કાઢ્યો છે તેનો સ્વીકાર કરવાથી અનેક વિસંવાદો ઊભા થાય છે. મલ્લવાદીને નવમી સદીના વિદ્વાન્ માનવાથી ટીકાકાર સિંહસૂરિ તથા હરિભદ્રસૂરિ આદિનો સમય નિર્ધારિત કરવામાં અનેકાનેક પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે. પી એલ વૈધે જે સૂચન કર્યું છે તે પણ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે કોઈપણ પ્રતમાં (હસ્તલિખિત) શ્રી વીરસંવત્સરાના સ્થાને શ્રી વીરવિક્રમાતું એવો પાઠ ઉપલબ્ધ નથી થતો અને જો મળી પણ જાય તો પણ અન્ય ઉપલબ્ધ પાઠ અને ગ્રંથમાં ચર્ચાયેલા વાદોના આધારે આપણે એમ કહી શકીએ કે શ્રી વીર વિક્રમાત્ વાળો પાઠ સ્વીકાર કરવા યોગ્ય નથી. આ રીતે મલ્લવાદીને નવમી સદી સુધી લઈ જવા કોઈ રીતે યોગ્ય નથી.
નયચક્રના વિદ્વાન્ સંપાદક મુનિ જંબૂવિજયનો મત છે કે મલ્લવાદીના સમયની બાબતમાં જે ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં વિજયસિંહસૂરિ પ્રબંધમાં પ્રાપ્ત થાય છે કે મલ્લવાદીએ વીર સંવત્ ૮૮૪(અર્થાત્ વિ. સં. ૪૨૪)માં બૌદ્ધોને પરાજિત કર્યા છે તે યોગ્ય છે. તદુપરાંત મુનિજીએ એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે તે એ છે કે નયચક્રમાં જયાં જ્યાં આગમ પાઠો ઉદ્ધૃત કર્યાં છે, તેમાં આજના પ્રચલિત પાઠોથી કેટલીક ભિન્નતા મળે છે; એટલું જ નહીં પરંતુ કેટલાક પાઠ તો પ્રચલિત આગમ પરંપરામાં છે જ નહીં. તેમના કથન અનુસાર વર્તમાન પ્રચલિત પાઠ પરંપરા ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સંકલિત કરી હતી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીર નિર્વાણ ૯૮૦(વિ સં. ૫૯૦)માં વલભીમાં સંકલના કરી હતી. જ્યારે મલ્લવાદી વીર નિર્વાણ સં. ૮૮૪(વિ સં૰ ૪૧૪)માં હતા. આથી - પાઠભેદનું કારણ પણ સહજ છે. આ રીતે તેઓ મલ્લવાદીનો સમય વિ૰ સં૰ ૪૧૪ સુધી સ્થિર કરે છે.
પં. માલવણિયા પણ ઉપરોકત સમયને સ્વીકારતા કહે છે કે નયચક્રમાં એક બાજુ દિગ્બાગના પ્રમાણસમુચ્ચયનો ઉલ્લેખ છે અને બીજી બાજુ કુમારિલ, ધર્મકીર્તિ, આદિના ઉલ્લેખોનો અભાવ છે, જે મૂળ નયચક્રથી તો શું ટીકાથી પણ સિદ્ધ થાય છે. આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ મૂળ અને ટીકા બંનેમાં છે. આચાર્ય દિગ્નાગનો સમય ઇ. સન્ ૩૪૫-૪૨૫ (વિ. સં. ૪૦૨-૪૮૨) સુધી મનાય છે. આચાર્ય સિંહગણિએ નયચક્રટીકામાં અપોહવાદ સમર્થક બૌદ્ધ વિદ્વાનો માટે ‘અદ્યતન બૌદ્ધ’ વિશેષણનો પ્રયોગ કર્યો છે. એનાથી એમ સૂચિત થાય છે કે દિગ્વાગ જેવા બૌદ્ઘ વિદ્વાન માત્ર મલ્લવાદીના જ નહીં, પરંતુ સિંહગણિના પણ સમકાલીન છે. પ્રભાવકચરિતના એ શ્લોકના આધારે એ સિદ્ધ થાય છે કે મલ્લવાદી વિ સં૦ ૪૧૪માં હૈયાત હતા. આથી દિગ્નાગના સમય વિક્રમ સંવત્ ૪૦૨-૪૮૨ની સાથે જૈન પરંપરા દ્વારા સંમત મલ્લવાદીના સમયનો કોઈ વિરોધ નથી, અને આ દૃષ્ટિએ મલ્લવાદી વૃદ્ધ અને દિગ્બાગ યુવાન એ કલ્પનામાં પણ વિરોધની સંભાવના નથી, આચાર્ય સિદ્ધસેનની ઉત્તરાવધિ વિક્રમની પાંચમી શતાબ્દી માનવામાં આવે છે. વિશેષમાં મલ્લવાદીએ આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ કર્યો છે. આથી બંને આચાર્યોને પણ સમકાલીન માનવામાં આવે તો પણ વિસંગતિ નથી. આ પ્રકારે પં માણવણિયા, શ્રી મલ્લવાદીનો સમય વિ. સંવત્ ૪૧૪ જ નિશ્ચિત કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
Vol. 1.1995
વાદીન્દ્ર મલવાદી ક્રમાક્ષમાગનો સમય
મુનિશ્રી જંબૂવિજયજી ભર્તુહરિ અને દિગ્ગાગના પૂર્વાપર્ય અંગે સૂક્ષ્મ અધ્યયન કરી જણાવ્યું છે કે, પ્રમાણસમુચ્ચયના પાંચમા પરિચ્છેદમાં દિગ્ગાગે ભર્તૃહરિના વાકયપદીય ગ્રંથની બે કારિકાઓનો ઉલ્લેખ કર્યો છે. સૈકાવ્ય પરીક્ષા નામના ગ્રંથની રચના પણ દિગ્ગાગે ભર્તૃહરિના વાદ્યપદીયના પ્રકીર્ણ કાંડને સામે રાખીને કરી છે. આ રીતે ભર્તુહરિ દિગ્ગાગના પૂર્વવર્તી છે, તથા ઈલિંગનું કથન, કે જેના આધારે પંમુખ્તારે સમય નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે, તે પણ યોગ્ય નથી; કારણ કે ઈસિંગે કહ્યું છે કે ભર્તુહરિ નામના એક શૂન્યતાવાદી મહાન બૌદ્ધ પંડિત હતા એ વાત માનવા યોગ્ય નથી. કારણ કે વાકયપદીય ગ્રંથમાં વૈદિક અને અદ્વૈતવાદની જ પ્રસ્થાપના કરવામાં આવી છે, અને ભર્તૃહરિના ધર્મ પરિવર્તનના વિષયમાં કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. આથી ઈન્સિંગના કથન અનુસાર ભતૃહરિનો સમય નિર્ધારણ યોગ્ય બંધબેસતું નથી. ઈન્સિંગ દ્વારા ઉલિખિત ભર્તુહરિ કોઈ અન્ય ભર્તુહરિ હોવાની શકયતા છે. આ રીતે ઉપરોકત ચર્ચાના આધારે નયચક્રકાર મલ્લવાદીનો સમય વીર નિર્વાણ સંવત ૮૮૪ અર્થાત વિ. સં. ૪૧૪ જ રહ્યો હશે એમ જબૂવિજયજી ઠરાવે છે.
ઉપરોકત ચર્ચાને આધારે મલ્લવાદીના સમયની ઉત્તરસીમાં વિક્રમની નવમી સદીના અંતિમ ચરણ (વિ સં. ૮૮૪) અને પૂર્વ સીમા વિક્રમની પાંચમી સદીના પ્રથમ ચરણ(વિ. સં. ૪૧૪)ની માનવામાં આવે છે. પરન્તુ સમયગાળા અંગે પ્રાપ્ત થતી કેટલીક અન્ય પણ મહત્ત્વપૂર્ણ માહિતીને આધારે પુનઃ ચર્ચા આવશ્યક છે, અને તેના આધારે સમય-નિર્ધારણ કરવું જરૂરી બની રહે છે. વસ્તુતયા ઉપર જણાવેલ બને સમયસીમા વિશ્વસનીય નથી. આ અંગે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય છે : (૧) આ હરિભદ્રસૂરિ અનેકાન્તજયપતાકામાં તથા તેની સ્વોપલ્લવૃત્તિમાં વાદીમુખ્ય મલવાદીનો બે સ્થળે ઉલ્લેખ
કરે છે. આ હરિભદ્રનો સમય આઠમી સદીના ઉત્તરાર્ધ (પ્રાય: ઈ. સ. ૭૭૫ વા ૪૫) નિર્ધારિત થયેલો છે,
માટે ઉત્તરસીમાં આઠમી સદી માનવામાં આવે તો કોઈ વાંધો આવે તેમ નથી. (૨) વાદીન્દ્ર મલવાદી રચિત કાદશાર-નયચક ઉપર આ૦ સિંહજૂરે ટીકા રચી છે, અને સિંહજૂરની ટીકા સમય
અંગે ઈતિહાસવિદ્દ પ્રા. ઢાંકીએ અન્યત્ર ચર્ચા કરી છે અને તેમનો સમય ઈસ્વીસનૂની સાતમી સદીના અંતિમ ચરણ (પ્રાય: ઈ. સ. ૬૭૫-૬૦) નિર્ધાય છે. આથી નિશ્ચિતરૂપે પુરવાર થઈ જાય છે કે મલ્લવાદી ઈ.
સ. ૬૭૫ પહેલાં થયેલા છે. (૩) વાદીચૂડામણિ સલવાદીનો સંબંધ ઇતિહાસ પ્રસિદ્ધ વલભી નગરી સાથે છે. અને તેઓ વલભીમાં રહેતા
હતા. વલભીનો ભંગ (ઈ. સ. ૭૮૮)ના અરસામાં થયેલો. આ હકીકતોને આધારે સ્પષ્ટરૂપે કહી શકાય કે પં મુખ્તારનો મત સર્વથા અસત્ય કરે છે. (એમ લાગે છે કે તેમણે સાંપ્રદાયિક અભિનિવેશને કારણે મલ્લવાદીને અર્વાચીન ઠરાવવાનો પ્રયાસ કર્યો છે.) પંડિતવર્ય ઉપરોકત બાબતો અંગે વિશેષ વિચાર કર્યો હોત તો એમણે
પોતાનો મત બદલ્યો હોત, આમ ઉત્તરાધિ ઈ. સ. ૬૭૫ પૂર્વની નિર્ધારિત કરી શકાય. પૂર્વ સીમા :(1) મલવાદી ક્ષમાશ્રમણે દ્વાદશાર-નયચક્રમાં શ્રી ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્રનો તથા તેમના સ્વપજ્ઞ ભાગનો
ઉપયોગ કર્યો છે. એટલે તેઓ ઉમાસ્વાતિ (પ્રાય: ઈ. સ. ૩૫૦) પછી થઈ ગયા છે : (૨) મલ્લવાદી સિદ્ધસેન દિવાકરના સમકાલીન ન હોઈ શકે, કેમકે દ્વાદશાર-નયચક્રની શૈલી સિદ્ધસેનની શૈલી કરતાં
વધુ પરિષ્કૃત અને વિકસિત છે. દ્વાદશાર-નયચક્રમાં આધસ્તુતિકાર સિદ્ધસેન દિવાકરની કારિકા ઉદ્ધત કરી. છે”. વળી હરિભદ્રસૂરિએ ઉદ્ધત કરેલ અંશો આધારે તેમણે સિદ્ધસેન દિવાકરના સન્મતિત ઉપર ટીકા રચેલી
Page #8
--------------------------------------------------------------------------
________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha
હોવાથી તેઓ સિદ્ધસેન દિવાકરના ઉત્તરવર્તે છે : (૩) કાદશાર-નયચકમાં દિગ્ગાગના મતનું ખંડન કરવામાં આવ્યું છે. છેલ્લી શોધોને આધારે પાશ્ચાત્ય વિદ્વાનોએ દિગ્ગાગનો સમય ઈ. સ. ૪૮૦-૫૪૦ના અરસાનો સુનિશ્ચિત કર્યો છે. જાપાની વિદ્વાનો પણ અન્ય રસ્તે અને વિશેષ પ્રમાણો અન્વયે એ જ નિર્ણય પર પહોંચ્યા છે. આથી કહી શકાય કે મલ્લવાદીએ બાદશા-નયચક
ઈ. સ. ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધ પૂર્વે રચ્યું ન હોઈ શકે : (૪) મલ્લવાદી દ્વાદશાર-નયચકના દશમા નિયમવિધ્યરમાં આવશ્યક-નિર્યુક્તિની ગાથા ટાંકે છે : યથા :
वत्थूणं संकमणं होति अवत्थूणये समभिरूढ। (आव० नि० ७५७) આવશયક-નિર્યુકિતની રચના પ્રાય: ઈ. સ. પર૫ ના અરસામાં થઈ હોવાનું હવે મનાય છે. એટલે દ્વાદશાર-નયચક્રની રચના ત્યાર પછી થયેલ હોવી જોઇએ. (૫) દ્વાદશાર-નયચક્ર મૂળ પાઠ અંતર્ગત બૃહત્કલ્પનિયુકિત વા બૃહત્કલ્પભાષ્યની બૃહત્કલ્પની એક ગાથા ઉદ્દત કરવામાં આવી છે:
णिच्छयतो सव्वलहुं सव्वगुरुं वा ण विजएदव्वं । ववहारतो तु जुज्जति बायरखंधेसु ण इतरेसु ॥
(વૃદત્તાત્પ૦ )'' વર્તમાને ઉપલબ્ધ ભાષ્યમાં નિયુક્તિ મળી ગઈ છે. આ ગાથા નિયુકિતની છે કે ભાષ્યની તેનો નિર્ણય થવો ઘટે. મુનિશ્રી જંબૂવિજયજી આ ગાથાને નિયંતિકાર ભદ્રબાહુની માને છે, જ્યારે મુદ્રિત બૃહત્ક૫માં આ ગાથાને ભાષ્યભાથા તરીકે મૂકી છે. વિજયલબ્ધિસૂરિ પણ પ્રસ્તુત ગાથાને ભાષ્ય ગાથા માને છે. ભાષ્યના કર્તા સંઘદાસગણિ છે, જેમનો સમય છઠ્ઠી સદીના મધ્યનો માનવામાં આવે છે. આમ મલવાદીનું દ્વાદશાર-નયચક્ર
ઈ. સ. ૫૫૦ પછીનું હોઈ શકે. (૬) એક અન્ય મહત્ત્વની વાત એ છે કે મલ્લવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના પ્રસિદ્ધ વિશેષાવશ્યકભાગમાંથી
કોઈ ઉદ્ધરણ લેતા નથી કે જિનભદ્રમણિક્ષમાશ્રમણની અન્ય કોઈ કૃતિમાંથી પણ ઉદ્ધરણ ટાંકતા નથી. આથી પહેલી દષ્ટિએ એમ લાગે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાથમણ(પ્રાય: ઈ. સ. ૫૫૦ થી ૫૯૪)ની પહેલાં થઈ ગયા હોય, પણ બીજી બાજુ જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ પણ મલ્લવાદીનું નામ કે તેમની કૃતિઓ દ્વાદશાર-નયચક્રનો યા સન્મતિવૃત્તિનો – પોતાની જ કોઈ જ કૃતિમાં ઉલ્લેખ કરતા નથી. તેમની વિરુ આ૦ ભાગ પરની અપૂર્ણ સંસ્કૃત સ્વોપજ્ઞ ટીકામાં પણ નહીં : આથી સંભવ તો એવો જણાય છે કે આ બન્ને મહાપુરુષો – મલ્લવાદી ક્ષમાશ્રમણ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ – સમકાલીન છે, અને બન્નેએ એક-બીજાની કતિ જોઈ નથી. જિનભદ્રમણિ ક્ષમાશ્રમણનું કાર્યક્ષેત્ર લાટ પંથક હતું અને મલ્લવાદીનું કાર્યક્ષેત્ર વલભી પ્રદેશ રહ્યો હતો.
આમ સમગ્ર દષ્ટિએ જોતાં મેલવાદી ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં, એટલે કે ઉમાસ્વાતિના વૃદ્ધ સમકાલીન નહીં પણ ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, દિગ્ગાગ, નિયુક્તિકાર, અને બૃહત્કલ્પભાષ્યકાર (સંઘદાસગણિ : ઈ. સ, પર૫-૫૦) પછી, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમકાલીન, એટલે કે ઈસ્વીસનની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધના કરે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
Vol. I-1995
વાદીન્દ્ર મવાદી ામાક્ષભણનો સમય
ટિપ્પણો :
૧. સોળવ્યવએલ દ્વાત્રિંશિષ્ઠા, ચામંગો, અનુ૰ મુનિશ્રી અજિતશેખર વિજયજી, જૈન સંઘ, ગુન્ટૂર સંવત્ ૨૦૪૮, પૃ૦ ૩૩૨.
૨. સિદ્ધસેનના સમય અંગે વિસ્તારપૂર્વક ચર્ચા અમારા શ્રી બૃહનિÁન્થ સ્તુતિમણિમંજુપાની પ્રસ્તાવનામાં થનાર છે.
૩. ''મન્નચિત્ત afini '' rumahin, પુન: માં શ્રી મુક્તિપ્રભવિજય ગતિ, પ્રાચ્ય સાહિત્ય પુન: પ્રકાશન શ્રેષ્ઠિ ગ્રંથાંક- ૨, શ્રી શ્રીપાલનગર જૈન શ્રેષ્ઠ મૂત્ર દેરાસર ટ્રસ્ટ, મુંબઈ (સાર અમુદ્રિત),ો સં ૬૧
૪. ‘બૃહદૃષ્ટિપનિકા'', જૈન સાહિત્ય સંશોધક, પુસ્તક પ્રથમ, અંક ૨, જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય, પૂના સંવત્ ૧૯૭૭, પરિશિષ્ટ, પૃ ૧૦.
૫. સિદ્ધહેમશાનુશાસનમ્, સં૰ પંૠક્ષવિજય ગણિ, શ્રી દક્ષજ્યોત પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ સં૦ ૨૦૩૫, ૨.૨.૩૯
૬. દ્વવશારે નવચળમ્, પ્રથમ ભાગ, સં. મુનિ જમ્બવિજય, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા નં. ૯૨, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૯૬૬, પૃ ૧.
છે. અનેકાન્તજયપતાકા, પ્રથમ ભાગ, સં૰ હિરાલાલ કાપડિયા, G.O.S. Oriental lnstitute, Baroda 1940, પૃ॰ ૫૮, ૧૧૬.
૮. સંમતિત-પ્રામ્, ભાગ-૪, સં૰ પં સુખલાલ સંઘવી અને પં બેચરદાસ દોશી, પુરાતત્ત્વ મંદિર, પુન: પ્રકાશન શ્રી લાલબાગ મોતિયા ચેરિટી ટ્રસ્ટ, મુંબઈ (સાલ મૂર્ત્તિત), કાંડ-૨, ગાથા-૧૦, પૃ f
૯. પ્રજ્ઞસ્તક્ષળમ્, સંપાદક આદિનો ઉલ્લેખ નથી. લા૦ ૬૦ વિધામંદિરના પુસ્તકાલયમાં ક્રમાંક ૧૫૮૯૦, પૃ૦ ૮૯.
૧૦. ઉત્તરાધ્યયનાતિ, પ્રથમ માળ, શ્રી શાન્ત્યાચાર્ય વિદિત શિષ્યદિતાણ્યવૃત્તિયુ, સં૰ નો ઉલ્લેખ નથી, આગમ પ્રકાશનમાળા-૭, શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ સંવત્ ૨૦૪૬, પૃ॰ ૬૮.
૧૧. ન્યાયાવનારવાર્ત્તિવૃત્તિ, સં પે શ્રી દલસુખ માલવણિયા, સિંધી જૈન ગ્રંથમાળા વધાક-૨૦, ભારતીય વિદ્યાભવન, મુંબઈ ૧૯૪૯, પૃ ૧૦૮, ૧૨૫.
૧૨. શ્રી અનુપયોગ મૂન્ગ્યુ, શ્રી મનધારીલેમાં
માલા-૩, શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ વિ॰ સં ૨૦૪૫, પૃ૦ ૨૪૭,
રચિત કે ધમ, સં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શ્રી જિનાગમ પ્રકાશન
૧૩. ઉત્પાદાદિસિદ્ધિ, સંપાદકનો ઉલ્લેખ નથી, શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ સંવત્ ૨૦૪૫, પૃ૦ ૨૨૨.
૧૪. ધર્મસંક્રાણિ ભાગ-૨, અનુ. અજિતરોર વિજય, શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, બેંગલોર સંવત્ પર, પૃ ૧૭, ૧૫. રદશારે નાચામ, ભાગ-૩, સં યુનિશ્રી જૈવિયા, શ્રી માત્માનંદ જૈન ગ્રન્યરત્નમાળા સંધાંક-૯૫, શ્રી જૈન આત્માનંદ, ભાવનગર ૧૯૮૯, પૃ ૯૦૪-૯૦૬.
૧૧. આખ્યાનકર્ણિકોશ વૃત્તિ, સં. મુનિ પુણ્યવિજય, પ્રાકૃત ગ્રન્થ પરિષદ, વારાણસી ૧૯૬૨, પૃ ૧૭૨-૭૪.
૧૭. અજ્ઞાતકર્તૃકપ્રબન્ધચતુષ્ટય, સં૰ રમણીક મ શાહ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિસંસ્કાર - શિક્ષણ નિધિ, અમદાવાદ ૧૯૯૪, પૃ૦ ૩૨-૩૭.
૧૮. પ્રભાવાચરિત્ર અને પ્રબંધકોશ, પુન: સં૰ શ્રી મુક્તિપ્રભવિજય મણિ, પ્રાગ્ય સાહિત્ય પુન: પ્રકાશન શ્રેષ્ઠિ સંચાંક-૨, શ્રી શ્રીપાલનગર જૈન શ્વે૰ ભૂ૰ દેરાસર ટ્રસ્ટ, મુંબઈ (પ્રકાશન વર્ષ અમુદ્રિત), પૃ॰ ૭૭-૭૯.
૧૯. પ્રબંધચિંતામણિ, ભાગ-૧, સંત જિનવિજય કુર્નિ, સિંધી જૈન જ્ઞાનપી, શાન્તિનિકેતન ૧૯૩૩, પૃ ૧૪૭,
૨૦. પ્રબંધકોશ, ભાગ-૧, સં જિનવિજય, સિંધી જૈન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ૦ ૨૧-૨૩.
૨૧. પ્રસ્તાવના, વારં નયમ્, પ્રથમ ભાગ, સં પં લાલચંદ ભગવાનદાસ, G.O.S. Vol.I I6, Oriental Institutc, Baroda 1952, pp. 11-17.
૨૨. વિદ્ધપતિ, પૃષ્ઠ ૯, સ્ત્રી ૭૨, ૭૩,
૨૩. ઢાવશાĆ નવશ્વમ્, સં૰ જંબૂવિજયજી. (જુઓ એના ત્રણે ભાગો, જેની વિગતો ઉપરની નોંધોમાં આવી ગઈ છે.
૨૪. શારે ગવાત્, બ ૧-૪, સં. આચાર્યશ્રી વિજયલબ્ધિ મૂરીયા, શ્રી લબ્ધિનીપર જૈન ગ્રન્થમાળા, છાણી ૧૯૬૦
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
જિતેન્દ્ર શાહ
Nargrantha
૨૫. વા નથaph૫, ભા. ૧-૩, સં. મુનિ શ્રી જંબૂવિજ્યજી, શ્રી આત્માનંદ જૈન ગ્રન્થ રત્નમાલા - ૯૨, ૯૩, ૯૫, શ્રી જૈન
આત્માનંદ સભા, ભાવનગર ૧૯૬૬, ૧૯૭૭, ૧૯૮૮. ૨૬. અનેકાન્ત જયપતાકા, ભા. ૧, સંત એચ. આર. કાપડિયા, 6.0.S., Oriental Institute, Baroda 1940, pp. 58-116. ૨૭. “બૃહટિપ્પનિકા,” જૈન સાહિત્ય સંશોધક, પુસ્તક પ્રથમ, અંક ૨, જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય, પૂના, સંવત-૧૯૭૭, પરિશિષ્ટ, | પૃ૦ ૧૦. ૨૮. સંમતિતપ્રકરણમ, ભા. ૪, સંપંસુખલાલ સંઘવી અને પંબેચરદાસ દોશી, પુરાતત્વ મંદિર, પુન: પ્રકાશન શ્રી લાલબાગ
મોતિશા ચેરીટી ટ્રસ્ટ, મુંબઈ (પ્રકાશન વર્ષ અમુદ્રિત), કાંડ-૨, ગાથા-૧૦, પૃ. ૬૮. ૨૯. પ્રભાવકચરિત, પ્રથમ ભાગ, સં. જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાળા, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, “લોક ૩૭, પૃ. ૮. ૩૦. મુનિશ્રી કલ્યાણવિજયજી, “પ્રબન્ધ પર્યાલોચન," શ્રી પ્રભાવક ચરિત્ર, ગુજરાતી અનુવાદ, શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા-૬૩,
શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર સં. ૧૮૭, પૃ૦ ૫૬. ૩૧. એજન. પૃ૦ ૫૬-૫૭. ૩૨. મુનિશ્રી દનવિજય, જ્ઞાનવિજય, ન્યાયવિજય (ત્રિપુટી), જૈનપરંપરાનો ઇતિહાસ, ભા. ૧, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા, ગંઠ ૫૧,
અમદાવાદ ૧૯૫૨, પૃ ૮૦, ૫૬. ૩૩. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, શ્રી જૈન એ કોંન્ફરન્સ ઑફિસ, મુંબઈ ૧૯૩૩, પૃ ૧૩૬. ४. "प्रस्तावना", धर्मोत्तर प्रदीप, सं० दलसुख मालवणिया, के० पी० जायस्वाल रिसर्च इन्स्टिट्यूट, पटना १९७१. ૩૫. એજન. ૩૬. ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો ઇતિહાસ, ભા૧, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા નં. ૫૧, અમદાવાદ ૧૯૫૨, પૃ.૩૮૦. ૩૭. એજન. પૃ. ૩૭૯. ૮. પ્રભાવકચરિત, ભા૧, સં. મુનિ જિનવિજય, સિંધી જૈન ગ્રંથમાલા, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ ૧૬૬. ૩૯. ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો, ભા. ૧, પૃ. ૩૭૯. ૪૦. નાથુરામ પ્રેમી, “રેવસેન ! ન#', નર સાહિત્ય ગૌર તિદાસ પંધિત સત્યતા , છંદ , નૈન ગ્રંથ રત્ના ( )
તિરેડ, ૬ ૧૨૬૬, પૃ. ૨૬૮-૨૬૨. ૪૧. ૫૦ દલસુખ માલવણિયા, “કાવાર્થ મન્નવાહ વ ન#', શ્રીમદ્ જપૂ , શ્રી ધર્મવૃત્તપાછા ગેન શ્વેતાના
સંય, માદો-વી ૬૬૧૭, પૃ. ૨૦૬-૨૨૦. ૪૨. એજન. પૃ૦ ૨૧૦. ૪૭. સંપત્તિન-વUTE, ભા૪. સંત પંસુખલાલ સંઘવી અને પં. બેચરદાસ દોશી, પુન: પ્રકાશન શ્રી લાલબાગ મોતિશા ચેરીટી
ટ્રસ્ટ, મુંબઈ (પ્રકાશન વર્ષ અમુદ્રિત), કાંડ-૨, ગાથા-૧૦, પૃ. ૬૦૮. ૪૪. “પ્રસ્તાવના", જ્ઞાનબિન્દુ, સં. જયસુંદર વિજય, અંઘેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ, વિ. સં. ૨૦૪૩, પૃ. ૬૧. ૪૫ એજન, પૃ૦ ૬૧. ४६. जुगल किशोर मुख्तार, जैन साहित्य और इतिहास पर विशद प्रकाश, श्री वीर शासन संघ, कलकत्ता १९५५, पृ. ५५०. ૪૭. એજન, પૃ૫૫૧. ૪૮. એજન, પૃ૦ ૫૫૩. ૪૯. પ્રસ્તાવને, દૂર નથઇY, થર માન, સં. મુનિશ્રી જંબૂવિજયજી, શ્રી આત્માનંદ જૈન ગ્રન્થરત્નમાલા, નં. ૯ર, શ્રી જૈન
આત્માનંદ સભા, ભાવનગર ૧૯૬૬, પૃ. ૪૯. ૫૦. એજન, પૃ. ૫૦, ૬૧. ૫૧. એજન, પૃ૦ ૫૦. પર, પં. દલસુખ માલવણિયા, “વાર્ય મ7 T૦', . ૨૦.
Education International
Page #11
--------------------------------------------------------------------------
________________ Vol. I-1995 વાર્દી મલ્વવાદી માથમાગનો સમય 53. “પ્રસ્તાવના”, તાવાર પર, બ, મુનિ શ્રી જંબૂવિજયજી, પૃ. 49. 54. મુનિ શ્રી જખ્ખવિજયજી, “જૈનાચાર્યશ્રી મલવાદી અને ભતૃહરિનો સમય," બુદ્ધિપ્રકાશ (રૈમાસિક) 50 8, અંક 11, ગુજરાત - વર્નાકુલર સોસાયટી, અમદાવાદ 1951, પૃ. 332. 55. અને જયપતા, T-1, સં. હિરાલાલ કાપડિયા, પૃ.૫૮, 116. 56. અપ્રકાશિત લેખ અને મખિક ચર્ચાને આધારે 57. શrt af, પૃ.૫૯૬. 58. એજન, પૃ૩૫. 59. જુઓ પાદટીપ નં. 55. 60. દ્વિશતાવ, પૃ. 89. 61. એજન, પૃ. 301. 62. વૃદન્જન્ય ફૂ૫, સં. મુનિશ્રી ચતુરવિજય તથા પુણ્યવિજયજી, શ્રી આત્માનંદ જૈન ગ્રન્થ રત્નમાલા 82, શ્રી જૈન આત્માનંદ - સભા, ભાવનગર 1933, પૃ૦ 22. 63. “પ્રસ્તાવના”, દ્રવિનિયમ્-૪, સં. આચાર્ય વિજયલબ્ધિસૂરિ, લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા-૪૪, છાણી 1960, પૃ. 32.