________________
Vol. 1.1995
વાદીન્દ્ર મલવાદી ક્રમાક્ષમાગનો સમય
મુનિશ્રી જંબૂવિજયજી ભર્તુહરિ અને દિગ્ગાગના પૂર્વાપર્ય અંગે સૂક્ષ્મ અધ્યયન કરી જણાવ્યું છે કે, પ્રમાણસમુચ્ચયના પાંચમા પરિચ્છેદમાં દિગ્ગાગે ભર્તૃહરિના વાકયપદીય ગ્રંથની બે કારિકાઓનો ઉલ્લેખ કર્યો છે. સૈકાવ્ય પરીક્ષા નામના ગ્રંથની રચના પણ દિગ્ગાગે ભર્તૃહરિના વાદ્યપદીયના પ્રકીર્ણ કાંડને સામે રાખીને કરી છે. આ રીતે ભર્તુહરિ દિગ્ગાગના પૂર્વવર્તી છે, તથા ઈલિંગનું કથન, કે જેના આધારે પંમુખ્તારે સમય નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે, તે પણ યોગ્ય નથી; કારણ કે ઈસિંગે કહ્યું છે કે ભર્તુહરિ નામના એક શૂન્યતાવાદી મહાન બૌદ્ધ પંડિત હતા એ વાત માનવા યોગ્ય નથી. કારણ કે વાકયપદીય ગ્રંથમાં વૈદિક અને અદ્વૈતવાદની જ પ્રસ્થાપના કરવામાં આવી છે, અને ભર્તૃહરિના ધર્મ પરિવર્તનના વિષયમાં કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. આથી ઈન્સિંગના કથન અનુસાર ભતૃહરિનો સમય નિર્ધારણ યોગ્ય બંધબેસતું નથી. ઈન્સિંગ દ્વારા ઉલિખિત ભર્તુહરિ કોઈ અન્ય ભર્તુહરિ હોવાની શકયતા છે. આ રીતે ઉપરોકત ચર્ચાના આધારે નયચક્રકાર મલ્લવાદીનો સમય વીર નિર્વાણ સંવત ૮૮૪ અર્થાત વિ. સં. ૪૧૪ જ રહ્યો હશે એમ જબૂવિજયજી ઠરાવે છે.
ઉપરોકત ચર્ચાને આધારે મલ્લવાદીના સમયની ઉત્તરસીમાં વિક્રમની નવમી સદીના અંતિમ ચરણ (વિ સં. ૮૮૪) અને પૂર્વ સીમા વિક્રમની પાંચમી સદીના પ્રથમ ચરણ(વિ. સં. ૪૧૪)ની માનવામાં આવે છે. પરન્તુ સમયગાળા અંગે પ્રાપ્ત થતી કેટલીક અન્ય પણ મહત્ત્વપૂર્ણ માહિતીને આધારે પુનઃ ચર્ચા આવશ્યક છે, અને તેના આધારે સમય-નિર્ધારણ કરવું જરૂરી બની રહે છે. વસ્તુતયા ઉપર જણાવેલ બને સમયસીમા વિશ્વસનીય નથી. આ અંગે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય છે : (૧) આ હરિભદ્રસૂરિ અનેકાન્તજયપતાકામાં તથા તેની સ્વોપલ્લવૃત્તિમાં વાદીમુખ્ય મલવાદીનો બે સ્થળે ઉલ્લેખ
કરે છે. આ હરિભદ્રનો સમય આઠમી સદીના ઉત્તરાર્ધ (પ્રાય: ઈ. સ. ૭૭૫ વા ૪૫) નિર્ધારિત થયેલો છે,
માટે ઉત્તરસીમાં આઠમી સદી માનવામાં આવે તો કોઈ વાંધો આવે તેમ નથી. (૨) વાદીન્દ્ર મલવાદી રચિત કાદશાર-નયચક ઉપર આ૦ સિંહજૂરે ટીકા રચી છે, અને સિંહજૂરની ટીકા સમય
અંગે ઈતિહાસવિદ્દ પ્રા. ઢાંકીએ અન્યત્ર ચર્ચા કરી છે અને તેમનો સમય ઈસ્વીસનૂની સાતમી સદીના અંતિમ ચરણ (પ્રાય: ઈ. સ. ૬૭૫-૬૦) નિર્ધાય છે. આથી નિશ્ચિતરૂપે પુરવાર થઈ જાય છે કે મલ્લવાદી ઈ.
સ. ૬૭૫ પહેલાં થયેલા છે. (૩) વાદીચૂડામણિ સલવાદીનો સંબંધ ઇતિહાસ પ્રસિદ્ધ વલભી નગરી સાથે છે. અને તેઓ વલભીમાં રહેતા
હતા. વલભીનો ભંગ (ઈ. સ. ૭૮૮)ના અરસામાં થયેલો. આ હકીકતોને આધારે સ્પષ્ટરૂપે કહી શકાય કે પં મુખ્તારનો મત સર્વથા અસત્ય કરે છે. (એમ લાગે છે કે તેમણે સાંપ્રદાયિક અભિનિવેશને કારણે મલ્લવાદીને અર્વાચીન ઠરાવવાનો પ્રયાસ કર્યો છે.) પંડિતવર્ય ઉપરોકત બાબતો અંગે વિશેષ વિચાર કર્યો હોત તો એમણે
પોતાનો મત બદલ્યો હોત, આમ ઉત્તરાધિ ઈ. સ. ૬૭૫ પૂર્વની નિર્ધારિત કરી શકાય. પૂર્વ સીમા :(1) મલવાદી ક્ષમાશ્રમણે દ્વાદશાર-નયચક્રમાં શ્રી ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્રનો તથા તેમના સ્વપજ્ઞ ભાગનો
ઉપયોગ કર્યો છે. એટલે તેઓ ઉમાસ્વાતિ (પ્રાય: ઈ. સ. ૩૫૦) પછી થઈ ગયા છે : (૨) મલ્લવાદી સિદ્ધસેન દિવાકરના સમકાલીન ન હોઈ શકે, કેમકે દ્વાદશાર-નયચક્રની શૈલી સિદ્ધસેનની શૈલી કરતાં
વધુ પરિષ્કૃત અને વિકસિત છે. દ્વાદશાર-નયચક્રમાં આધસ્તુતિકાર સિદ્ધસેન દિવાકરની કારિકા ઉદ્ધત કરી. છે”. વળી હરિભદ્રસૂરિએ ઉદ્ધત કરેલ અંશો આધારે તેમણે સિદ્ધસેન દિવાકરના સન્મતિત ઉપર ટીકા રચેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org