Book Title: Vadindra Mallavadi Kshama shraman no Samaya Author(s): Jitendra B Shah Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 8
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha હોવાથી તેઓ સિદ્ધસેન દિવાકરના ઉત્તરવર્તે છે : (૩) કાદશાર-નયચકમાં દિગ્ગાગના મતનું ખંડન કરવામાં આવ્યું છે. છેલ્લી શોધોને આધારે પાશ્ચાત્ય વિદ્વાનોએ દિગ્ગાગનો સમય ઈ. સ. ૪૮૦-૫૪૦ના અરસાનો સુનિશ્ચિત કર્યો છે. જાપાની વિદ્વાનો પણ અન્ય રસ્તે અને વિશેષ પ્રમાણો અન્વયે એ જ નિર્ણય પર પહોંચ્યા છે. આથી કહી શકાય કે મલ્લવાદીએ બાદશા-નયચક ઈ. સ. ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધ પૂર્વે રચ્યું ન હોઈ શકે : (૪) મલ્લવાદી દ્વાદશાર-નયચકના દશમા નિયમવિધ્યરમાં આવશ્યક-નિર્યુક્તિની ગાથા ટાંકે છે : યથા : वत्थूणं संकमणं होति अवत्थूणये समभिरूढ। (आव० नि० ७५७) આવશયક-નિર્યુકિતની રચના પ્રાય: ઈ. સ. પર૫ ના અરસામાં થઈ હોવાનું હવે મનાય છે. એટલે દ્વાદશાર-નયચક્રની રચના ત્યાર પછી થયેલ હોવી જોઇએ. (૫) દ્વાદશાર-નયચક્ર મૂળ પાઠ અંતર્ગત બૃહત્કલ્પનિયુકિત વા બૃહત્કલ્પભાષ્યની બૃહત્કલ્પની એક ગાથા ઉદ્દત કરવામાં આવી છે: णिच्छयतो सव्वलहुं सव्वगुरुं वा ण विजएदव्वं । ववहारतो तु जुज्जति बायरखंधेसु ण इतरेसु ॥ (વૃદત્તાત્પ૦ )'' વર્તમાને ઉપલબ્ધ ભાષ્યમાં નિયુક્તિ મળી ગઈ છે. આ ગાથા નિયુકિતની છે કે ભાષ્યની તેનો નિર્ણય થવો ઘટે. મુનિશ્રી જંબૂવિજયજી આ ગાથાને નિયંતિકાર ભદ્રબાહુની માને છે, જ્યારે મુદ્રિત બૃહત્ક૫માં આ ગાથાને ભાષ્યભાથા તરીકે મૂકી છે. વિજયલબ્ધિસૂરિ પણ પ્રસ્તુત ગાથાને ભાષ્ય ગાથા માને છે. ભાષ્યના કર્તા સંઘદાસગણિ છે, જેમનો સમય છઠ્ઠી સદીના મધ્યનો માનવામાં આવે છે. આમ મલવાદીનું દ્વાદશાર-નયચક્ર ઈ. સ. ૫૫૦ પછીનું હોઈ શકે. (૬) એક અન્ય મહત્ત્વની વાત એ છે કે મલ્લવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના પ્રસિદ્ધ વિશેષાવશ્યકભાગમાંથી કોઈ ઉદ્ધરણ લેતા નથી કે જિનભદ્રમણિક્ષમાશ્રમણની અન્ય કોઈ કૃતિમાંથી પણ ઉદ્ધરણ ટાંકતા નથી. આથી પહેલી દષ્ટિએ એમ લાગે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાથમણ(પ્રાય: ઈ. સ. ૫૫૦ થી ૫૯૪)ની પહેલાં થઈ ગયા હોય, પણ બીજી બાજુ જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ પણ મલ્લવાદીનું નામ કે તેમની કૃતિઓ દ્વાદશાર-નયચક્રનો યા સન્મતિવૃત્તિનો – પોતાની જ કોઈ જ કૃતિમાં ઉલ્લેખ કરતા નથી. તેમની વિરુ આ૦ ભાગ પરની અપૂર્ણ સંસ્કૃત સ્વોપજ્ઞ ટીકામાં પણ નહીં : આથી સંભવ તો એવો જણાય છે કે આ બન્ને મહાપુરુષો – મલ્લવાદી ક્ષમાશ્રમણ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ – સમકાલીન છે, અને બન્નેએ એક-બીજાની કતિ જોઈ નથી. જિનભદ્રમણિ ક્ષમાશ્રમણનું કાર્યક્ષેત્ર લાટ પંથક હતું અને મલ્લવાદીનું કાર્યક્ષેત્ર વલભી પ્રદેશ રહ્યો હતો. આમ સમગ્ર દષ્ટિએ જોતાં મેલવાદી ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં, એટલે કે ઉમાસ્વાતિના વૃદ્ધ સમકાલીન નહીં પણ ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, દિગ્ગાગ, નિયુક્તિકાર, અને બૃહત્કલ્પભાષ્યકાર (સંઘદાસગણિ : ઈ. સ, પર૫-૫૦) પછી, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમકાલીન, એટલે કે ઈસ્વીસનની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11