Book Title: Uttaradhyayana Sutra Chitravali Author(s): Sarabhai Manilal Nawab Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 2
________________ ચિત્ર પરિચય ' Jain Education Int WWE WWEWE ચિત્ર ૧ : વિનય શ્રુત નામનું અધ્યયન ૧ લું આ ચિત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં તીર્થંકરની મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની બાજુમાં ગુરુ મહારાજ પોતાના જમણા હાથ ઉંચા કરીને, સામે ઊભા રહેલા બંને સાધુઓને ઉપદેશ આપતા બેઠેલા છે. મધ્ય ભાગમાં સ્થાપનાચાર્ય છે. બીજા ભાગમાં પાટ ઉપર બેઠેલા ગુરુ મહારાજ સામે ઊભેલા શિષ્યને ઉપદેશ આપે છે. શિષ્યની બાજુમાં કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે, તેની પાસે ઊભેલે એક ગૃહસ્થ પોતાના હાથ ઉંચા કરીને કાંઈક કહેતા દેખાય છે. ત્રીજા ભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભેલા એક સાધુ છે. સાધુની બાજુમાં એક ઝાડ છે, તે ઝાડની બાજુમાં હાથ ઉંચા કરીને બેઠેલા એક સાધુ છે. તે સાધુની બાજુમાં જમશે। હાથ ઉંચા કરીને ઊભા રહેલા એક ગૃહસ્થ છે. તે ગૃહસ્થની બાજુમાં બે ઝાડ છે, અને તે બંને ઝાડની વચમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભેલા એક સાધુ છે. ચેાથા વિભાગમાં એક સાધુ બે હાથ જોડીને ઊભેલા છે. સાધુની બાજુમાં એક વૃક્ષ છે. તે વૃક્ષની બાજીમાં કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે. તેએશ્રીની પાસે એક અગ્નિકુંડ સળગતા છે. તે અગ્નિકુંડની બાજુમાં ગોદાહાસને બેઠેલા એક સાધુ છે. ચિત્રની પૃષ્ઠભૂમિ રાતા રંગની છે. આ ચિત્ર પ્રસંગ પહેલા વિનયશ્રુત અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. For Private & Personal Use Only P મ nelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 76