________________ પ્રાસ્તાવિક : પદયાથી પતાનું કભી અંધારામાં એક સિદ્ધર્ષિ समस्तवस्तुविस्तारविचारासारगोचरम्। वचो जैनेश्वरं वंदे सुदितारिबलकल्मषम् // .. ઉપમિતિ ભવપ્રપંચ કથા” પૂ. સિદ્ધષિ ગણિની અપૂર્વ રચના છે. “સવિ જીવ કરૂં શાસનરસી ની ભાવના તેના પદે પદમાં પ્રાદુર્ભાવ પામે છે. જૈન શાસન પિતાને મળ્યું અને તેનાથી પિતાનું કલ્યાણ થયું. આ કલ્યાણકારી શાસનદીપ હોવા છતાં જગતું શા માટે અંધારામાં અટવાય છે! અને દુઃખી થાય છે! તે અપાર કરુણાની ભાવનાથી પૂ. સિદ્ધષિ ગણિએ આ ગ્રંથની રચના કરી છે. उपन्ने इ वा विगमे इ वा धुवे इ वा . તીર્થંકર પરમાત્મા પાસેથી આ ત્રણ પદ પામી ગણધર ભગવંતેએ દૂવાદશાંગીની રચના કરી. આ ત્રિપદી બધાને એક પણ રચના સૌની જુદી આ દુવાદશાંગીના રચયિતા ચૌદ પૂર્વધર છદ્મસ્થ છતાં જિનસદાસર્વજ્ઞસંકાશ. આ ગણધર ભગવતેએ તેને ચરિતાર્થ કરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિચારણામાં ઊંડા ઊતરી આ ત્રિપદીને વિસ્તારી. દ્રવ્ય–સમગ્ર વિશ્વના પદાર્થો, ક્ષેત્ર-સમગ્ર વિશ્વ અલેક લેક. કાળ-અનંતે કાળ. દરેક પદાર્થના ભાવ. આ બધામાં તે ત્રિપદીને ઘટાવી. જગતને કઈ પદાર્થ કે ભાવ બાકી ન રહ્યો કે જે આ જ્ઞાનમાં ન સમાય. આથી ગણધરભગવંતે છદ્રસ્થ છતાં કેવલિસદશ કહેવાય છે. - ભગવાન મહાવીર પરમાત્માના અગીઆરે ગણધરભગવતેએ દુવાદશાંગીની રચના કરી પરંતુ દીર્ધાયુષી સુધર્માસ્વામી ભગવંતની દુવાદશાંગી પ્રવાહમાં ચાલી. આ સમગ્ર કૃતસાગર કાળ બળે ઝીલ અશક્ય બન્યું. ઘટતાં ઘટતાં પૂર્વધરને કાળ ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી એક હજાર વર્ષ ચાલ્યો. ત્યારપછી પણ ઘટતું ઘટતું જે શ્રત આજે આપણી પાસે આવ્યું તે શ્રતજ્ઞાન પણ દુષમકાળનું ઝેર નિવારવા માટે સમર્થ અને અપાર છે. આ સમગ્ર શ્રુતજ્ઞાન ચાર અનુગમાં વહેંચાયેલ છે. દ્રવ્યાનુયોગ,ગણિતાનુયોગ, ચરણુકરણાનુગ અને કથાનુગ. આ બધાય અનુગ અધિકારીને અનુસરી ઉપકારક છે. દ્રવ્યાનુયોગમાં પ્રમાણ, નય, સપ્તભંગી, આત્મા, કર્મ, મોક્ષ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ, કાળ વિગેરે તત્ત્વવાદની સમજ છે. વિમળાલેક અંજન આ દ્રવ્યાનુગ છે. જૈનધર્મની ખરી ખુબી દ્રવ્યાનુયેગમાં છે. જગતના કઈ પણ તત્ત્વવાદને કે ધર્મવાદને ન સુ હોય તે વસ્તુની વિચારણા માટે તેણે સ્યાદ્વાદ–પ્રમાણુ વાદ અને નયવાદ રજુ કર્યો છે. આ સાપેક્ષવાદ–સ્વાદુવાદને સ્વીકારનાર કેઈ પણ દિવસ હઠાગ્રહ, અજ્ઞાન, અહંભાવ કે દૈન્યને પામતા નથી. તેની પાસે ઉપરની અને નીચેની બન્ને સાપેક્ષદષ્ટિ હોય છે. સુખ અને દુઃખની કલ્પનામાં તે મત કે દીન બનતું નથી. ચૌદ રાજલકની વ્યવસ્થા, વિશ્વની સમગ્ર રચના, તેનું પ્રમાણ વિગેરે ગણિતાનુગમાં સમાય છે. ધર્માનુષ્ઠાનના વિધિ વિધાન, આધ્યાત્મિક જીવન વિકાસ, ક્રમ, આચારની પ્રણાલિકા વિગેરે ચરણકરણનુગ છે. ' ચરિત્ર, વાર્તા, કથા, પ્રબંધ, રાસ વિગેરે કથાનુગ છે. આચાર અને વિચારરૂપ ધર્મનું દર્શન આ ચાર અનુગમાં છે. " આ ચારે અનુયેગની રચના અપાર કરુણાઅધિથી જગતના જીની કલ્યાણબુદ્ધિથી થયેલી છે. - આ ઉપમિતિ ભવપ્રપંચ કથાના નામથી અંક્તિ હેવાથી મુખ્યત્વે કથાનુગના સાહિત્યને ગ્રંથ છે. છતાં આમાં ચારે અનુયોગનું નિરૂપણ છે. આ ગ્રંથમાં કર્મ, કાળ, સ્વભાવ, નિયતિ, પુણ્ય, પાપ, નય વિગેરેના વર્ણનથી દ્રવ્યાનુગ આવે છે. દેવગતિ, નરકગતિ આદિનું વર્ણન અને તેના પ્રમાણથી ગણિતાનુગ છે. સાધુધર્મ, શ્રાવકધર્મ, અષ્ટપ્રવચનમાતાવિગેરેના વર્ણનથી ચરણ-કરણાનુગ છે.