Book Title: Updeshprasad Part 5
Author(s): Vijaylakshmisuri,
Publisher: Jain Book Depo Ahmedabad
View full book text
________________
૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫
[સ્તંભ ૨૩ ભાવાર્થ-“જ્યારે માતા જ પુત્રને વિષ આપે, પિતા જ તેને વેચે, અને રાજા જ સર્વસ્વ હરી લે, ત્યારે તેનો શો ઇલાજ? કાંઈ જ નહીં.”
પછી શ્રેષ્ઠીએ ઘેર આવીને પોતાના પુત્રને કહ્યું કે “વત્સ! આપણા ઘરમાં છ લાખ દ્રવ્ય છે. તેમાંથી સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને હું જાઉં છું. તે કોઈ બળવાન રાજાને સેવીને તે રાજાના બળથી તારી માતાને હું છોડાવીશ.” એમ કહીને શ્રેષ્ઠી તેટલું ઘન લઈ કોઈ દિશામાં ચાલ્યો. શ્રીદત્ત ઘરે રહ્યો. તેને કેટલેક કાળે એક પુત્રી થઈ. તે વખતે તેણે વિચાર કર્યો કે “માતા-પિતાનો વિરહ, ઘનનો નાશ, પુત્રીનો જન્મ અને ગામનો રાજા વિરુદ્ધ-અહો દૈવ! અવળું હોય ત્યારે શું શું ન થાય?” પછી પુત્રી જ્યારે દશ દિવસની થઈ ત્યારે શ્રીદત્ત શંખદત્ત નામના મિત્રની સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસીને પરદેશ ચાલ્યો.
ક્રમે કરીને બન્ને મિત્રો સિંહલદ્વીપ આવ્યા. ત્યાં નવ વર્ષ સુધી વેપાર કરીને વિશેષ લાભની ઇચ્છાથી તે બન્ને મિત્રો કટાહદ્વીપે ગયા. ત્યાં પણ બે વર્ષ રહ્યા. એકંદર આઠ કરોડ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘણી જાતનાં કરિયાણાં, હાથી, ઘોડા વગેરે લઈને પોતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં એક વખત તે બન્ને મિત્રો વહાણની ઉપલી ભૂમિ પર બેઠા બેઠા સમુદ્રની શોભા જોતા હતા, તેવામાં સમુદ્રના જળમાં તરતી એક પેટી તેમણે જોઈ. તે જોઈને બન્ને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પોતાના સેવકો પાસે પેટી કઢાવીને ઉઘાડી, તો તેમાં લીંબડાનાં પાંદડાંમાં ભરેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીઠી. તેને જોઈને “આ શું!” એમ સર્વે બોલ્યા. ત્યારે શંખદત્તે કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ઘારીને કોઈએ પેટીમાં નાંખી સમુદ્રમાં મૂકી દીધી છે, પણ જુઓ! હું તેને હમણા જ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટ્યું કે તરત જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વગેરે ઉપચારો કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્તે શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બોલ નહીં, એમાં આપણા બન્નેનો ભાગ છે; માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તો હું જ પરણીશ. મેં તો તેને જીવિત દાન આપ્યું છે, માટે તું તો તેનો પિતાતુલ્ય થયો.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે
હ! નાર્યો નિર્મિતાન, સિદ્ધિસ્વા : હg !
यत्र स्खलन्ति ते मूढाः, सुरा अपि नरा अपि ॥१॥ ભાવાર્થ-“અહો! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કોણે બનાવી હશે કે જ્યાં દેવતાઓ અને માણસો પણ મૂર્ખ બનીને અલનાને પામે છે? અર્થાત્ ભાન ભૂલી જાય છે.”
તે બન્નેનો વિવાદ જોઈને વહાણના માલિકે કહ્યું કે “હે શેઠિયાઓ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસો તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી તમે ઝઘડો બંધ રાખો.” તે સાંભળીને બન્ને જણ મૌન રહ્યા. પછી શ્રીદત્તે વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે, માટે લોકો તો તેને જ તે કન્યા આપવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272