Book Title: Updeshprasad Part 5
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 255
________________ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ એકદા શ્રેણિક રાજા ત્યાં આવ્યા, ત્યારે તેણે ગુરુને દેખ્યા નહીં; એટલે તેના શિષ્યોને પૂછ્યું ‘‘ગુરુ ક્યાં છે?’’ તેઓ બોલ્યા કે ‘‘ગુરુ તો આકાશ માર્ગે ઇન્દ્રની પાસે ગયા છે.’’ તે વાર્તા રાજાએ ચેલણા પાસે આવીને તેને કહી, પણ શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલી ચેલણા જન્મથી જ જૈનધર્મી હોવાથી રાજાના વચન પર તેને બિલકુલ શ્રદ્ધા આવી નહીં. એક દિવસ રાજા આગ્રહથી ચેલણાને પણ સાથે લઈને બૌદ્ધગુરુના મકાને ગયો. ત્યાં જતી વખતે ચેલણાએ પોતાના સેવકોને છાની રીતે શીખવી રાખ્યું કે ‘‘જ્યારે અમે બૌદ્ઘાલયમાં બેસીએ ત્યારે રાજા ન જાણે તેમ તમારે તે બૌદ્ઘાલયમાં પાછળના ભાગથી અગ્નિ સળગાવવો.’ અહીં રાજા તથા રાણી શિષ્યના મુખથી ગુરુનું સ્વર્ગમાં ગમન-આગમન સાંભળીને થોડી વાર ત્યાં બેઠા. ત્યારે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! આજ તો આપણે થોડી વાર વધારે અહીં જ બેસીએ, અને સ્વર્ગથી ઊતરતા ગુરુને જોઈને પછી જઈએ.’’ તે વાત અંગીકાર કરીને રાજા રાણી સહિત ત્યાં બેઠો, તેવામાં તો તે મકાનમાં અગ્નિ લાગવાથી ભયભ્રાંત થયેલા તે બૌદ્ધાચાર્ય એકદમ ભૂમિગૃહમાંથી નીકળીને બહાર આવ્યા. ત્યાં રાજા તથા રાણીને જોઈને નીચું મુખ રાખી લજ્જિત થયા; એટલે રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! આજે તમે સ્વર્ગમાં ગયા હતા કે નહીં?’” ગુરુ બોલ્યા કે “ના, આજે તો હું સ્વર્ગે ગયો નથી, પણ હંમેશના અભ્યાસથી શિષ્યોએ તમને સ્વર્ગે ગયાનું કહ્યું હશે.' પછી રાજા રાણી સહિત પોતાના મહેલમાં આવ્યો, પણ રાજાના મનમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા; તેથી રાજાએ રાણીને પૂછ્યું કે ‘“આજે થયું શું? અકસ્માત્ અગ્નિ ક્યાંથી પ્રગટી નીકળ્યો? મને તો તેં અગ્નિ મુકાવ્યો હોય એમ જણાય છે.’’ ત્યારે ચેલણા બોલી કે—“હે સ્વામી! એક વાર્તા કહું તે સાંભળો— ૨૪૬ કોઈ એક ગામમાં બે વાણિયા રહેતા હતા. તે બન્નેની સ્ત્રીઓ એક સાથે ગર્ભિણી થઈ, ત્યારે તેમણે પરસ્પર નિશ્ચય કર્યો કે આપણી સ્ત્રીઓમાં એકને પુત્ર અને એકને પુત્રી થાય તો તે બન્નેનો વિવાહ કરવો. આ પ્રમાણે નિશ્ચય કરીને પરસ્પર તે શરત લખી લીધી. પછી સમય આવતાં એક સ્ત્રીને પુત્રી થઈ અને બીજીને સર્પ અવતર્યો. તે બન્ને અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે સર્પના પિતાએ રાજાની સમક્ષ પોતાનો લેખ બતાવી ન્યાય કરાવીને તે સર્પ સાથે પેલાની કન્યાનો વિવાહ કરાવ્યો. રાત્રે તે દંપતી શયનગૃહમાં ગયા. ત્યાં જુદા જુદા પલંગ પર સૂતા. તેવામાં તે સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાન પુરુષ નીકળ્યો. તેણે તે કન્યા સાથે ક્રીડા કરી. પછી તે પાછો તે જ સર્પના શ૨ી૨માં સમાઈ ગયો. એ પ્રમાણે હમેશાં થવા લાગ્યું. તે વાત તે સ્ત્રીએ પોતાના સ્વજનોને કહી, ત્યારે એક લબ્ધલક્ષ (બુદ્ધિમાન) પુરુષે કહ્યું કે “જ્યારે તે સર્પના ક્લેવરને મૂકીને કન્યાની સાથે ક્રીડા કરવા જાય ત્યારે તે સર્પના ક્લેવરને તત્કાળ અગ્નિથી બાળી મૂકવું; એટલે તે સર્પના ક્લેવર વિના શામાં પ્રવેશ કરશે? પછી તે તે જ દિવ્ય સ્વરૂપે રહેશે.'' તે સાંભળીને કન્યાના આપ્તજનોએ તે પ્રમાણે કર્યું; તેથી તે દેવકુમાર તે જ સ્વરૂપે રહ્યો.” આ પ્રમાણે હે સ્વામી! જ્યારે તમારા ગુરુ હમેશાં સ્વર્ગે જતા હશે, ત્યારે તે દિવ્ય અને મલાદિક રહિત એવું દેવના જેવું નવીન શરીર કરીને જતા હશે, અને મૂળ દેહને શબરૂપે અહીં મૂકી જતા હશે, તે વિના જવાય નહીં. તેથી મેં એવા હેતુથી અગ્નિ મુકાવ્યો હતો કે જો તેનું મૂળ શરીર સર્પના કલેવરની જેમ ભસ્મ થઈ જાય, તો તેના દિવ્ય સ્વરૂપનું જ હમેશાં સર્વને દર્શન થાય, એટલે બહુ શ્રેષ્ઠ થાય; કેમકે લોકોત્તર રૂપનું દર્શન અતિ દુર્લભ છે. પણ તે મારો અભિપ્રાય પાર પડ્યો નહીં, અને અગ્નિની જ્વાળાથી પરાભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272