________________
Tી જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ જ
અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે રક અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ તો છીએ.
આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દૃઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે
આપનાવેલી છે. સમક્તિ, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ છે બક ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો, ઘર્મના ચાર ભેદ-દાન,
શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય;
દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છે મા આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ;
નવનિતવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દ્રષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે.
પ્રસ્તુત ભાગ ૧માં ૬૧ વ્યાખ્યાનોમાં એકંદર ૫૭ કથાઓ આપેલી છે અને સતત સમકિતના ૬૭ ભેદનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તે ૬૭ ભેદ આ પ્રમાણે છે–(૪) શ્રદ્ધા, (૩) લિંગ અથવા ચિહ્ન, (૧૦) વિનય, (૩) શુદ્ધિ, (૫) દૂષણ, (૮) પ્રભાવક, % (૫) ભૂષણ, (૫) લક્ષણ, (૬) યાતના, (૬) આગાર, (૬) ભાવના, (૬) સ્થાન. સમકિત ઘર્મનું મૂળ છે. સમકિત વિનાની બધી ઘર્મકરણી મિથ્યા છે, એકડા ૩ વગરના મીંડા જેવી છે. તેથી સમકિતની અભિલાષા પ્રથમ કર્તવ્ય છે આ ભાગમાં એનું જ વર્ણન કરેલું છે.
ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની આ વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી ના શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. ( શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય ,
નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે.
આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનીવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુધારી શકાય.
s
પ્રકાશક જશવંતલાલ ગિરધરલાલ શાહ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org