________________
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
પેઠે નાનો નિહાલ સૌને માટે દર્શનીય અને મંગલ સ્વરુપ ધારણ કરીને માતા-પિતા વિ. ના સો સો મનોરથોની સાથે મોટો થયે જતો હતો. નાનો નિહાલ બાલ્યકાળથી વૈરાગી દીસતો હતો. “પુત્રના લક્ષણ પારણે” એ ન્યાયે સંસારના રંગદ્ર તેમના અંતરને સ્પર્શી શકતા ન હતા. મા બાપ વિ.સૌ કોઈ જુદુ જ સ્વપ્ન નિહાળી રહયા હતા - ધેર વહુ લાવવાનું... ત્યારે બાલવેરાગી નિહાલ કોઈ બીજું જ સ્વપ્ન જોઈ રહયો હતો – સર્વવિરતી રમણીને પરણવાનું...
બાલ નિહાલ જ્યારે માતાના પેટમાં હતો ત્યારે જ માને પગે ચાલીને ગિરનારજી તીર્થની જાત્રા કરવાનો થયેલો દોહયલો દોહદ પણ જાણે ભવિષ્યમાં પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી થનારા ગિરનાર મહાતીર્થના જીણોધ્ધારના અતિ મહાન કાર્યનો એક સ્વયંભૂ સંકેત હતો. આખર સુર્યોદયની (ચારિત્રહણની) મંગળ વેળા આવી તો ખરી, પણ એને લાવતાં તો જબ્બર પુરુષાર્થ ખેલવો પડયો હતો. પૂજ્યશ્રીના જીવનનો એક અત્યંત પ્રેરણાપદ પ્રસંગ કહી શકાય. દીક્ષા લેવાની રજા મેળવવાની ખૂબ ખૂબ કોશિશ કરવા છતાં સ્નેહાધીન માતા-પિતા તરફથી જ્યારે રજા મળવી અશક્ય બની ગઈ ત્યારે પોતે નાશી છૂટીને પણ સંયમ ગ્રહણ કરવાની ત્રીવ કોશિશ કરી, પણ સફલતા ન મળી તે ન જ મળી. બાપુજીને પતો લાગતા જ પોતે પુત્રને પાછો પકડી લાવતા. બીજી બાજુ આ પરિસ્થિતિમાં તેમના પૂ.ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભાવવિજી ગણીવર્ય પણ તેમને દીક્ષા આપવા તૈયાર ન થયા,આખર સિહનાદ કરવા પૂર્વક તેમને જાતે જ જંગલમાં જઈ આમ્રવૃક્ષ નીચે સાધુવેશ ધારણ કર્યો અને સંયમ ગ્રહણ કર્યું.
આ ધન્ય દિવસ હતો વિ.સં. ૧૯૪૯ ની અષાઢ સુદ-૧૧ સોમવારનો આજના કાળમાં વ્રીવ વૈરાગ્યની પ્રતીતિ કરવાનારો આવો પ્રસંગ કંઈ સામાન્ય ન કહેવાય... દીક્ષા પછી ચોમાસું પણ બિલકુલ નજીકમાં જ હતું. પ્રથમ ચોમાસું તેમણે એકલા જ મહેરવાડામાં વીતાવ્યું. ચાર્તુમાસ પછી સં. ૧૯૫૦ ના કા.વ. ૧૧ રવીવારે ઉમતા * ગામે બિરાજમાન પ.પૂ. મુનિશ્રી કાંતિવિજ્યજીએ ૫. પૂ. શ્રી ભાવવિજ્યજી ગણિવર્ય ના નામથી દીક્ષાની વિધીપૂર્વક ક્રિયા કરાવી. આમ આપણા ચરિત્રનાયક હવે મુનિ શ્રી નીતિવિજયજી મહારાજના હુલામણા નામથી ચોફેર પ્રસિધ્ધીને પામ્યા.
Jain Education International _20180_05
For Private & Personal Use Only
**************
www.jainlibrary.cg